SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ * मूलोत्तरनयसप्तभङ्गीभेदोपदर्शनम् ५५३ उत्तरनयसप्तभङ्गीनां तु पञ्चसप्तत्युत्तरशतं ज्ञेयम् । तथोत्तरोत्तरनयसप्तभङ्ग्योऽपि सङ्ख्याताः प्रति- प पत्तव्याः। वैपरीत्येनाऽपि तावत्यो मूलनयसप्तभङ्ग्यः प्रत्येतव्याः, अन्त्यनयेन विधिकल्पना, तत्पूर्वनयैः प्रतिषेधकल्पनेत्यादियोजनायां तावतीनामेव तासां सम्भवात् । एवमुत्तरनयसप्तभङ्गीषु उत्तरोत्तरनयसप्तभङ्गीषु च योजनीयमतिसूक्ष्मधिया । नयसप्तभङ्गीष्वपि प्रतिभङ्गं स्यात्कारस्यैवकारप्रयोगस्य च सद्भावेऽपि तासां विकलादेशत्वादेव सकलादेशात्मकायाः प्रमाणसप्तभङ्ग्याः सकाशात् पृथगुपन्यासः कृतः । विकलादेशस्वभावा हि नयसप्तभङ्गी, वस्त्वंशमात्रप्ररूपकत्वात्, सकलादेशस्वभावा तु प्रमाणसप्तभङ्गी सम्पूर्णवस्तुस्वरूपप्रतिपादकत्वादिति (प्र.न. त.७/५३ स्या.रत्ना.पृष्ठ-१०६९-१०७३)। उत्तरनयसप्तभङ्गीनां ये पञ्चसप्तत्युत्तरशतभेदा इहोद्दिष्टाः णि * અવાન્તર નયની અનેક સમભંગીઓ (ઉત્તર.) નૈગમ વગેરે સાત મૂલ નયના અનેક અવાન્તર ભેદો છે. જેમ કે નૈગમના નવ ભેદ, સંગ્રહના બે ભેદ વગેરે. મૂલ સાત નયના અવાન્તર ભેદોને પક્ષ-પ્રતિપક્ષરૂપે વિધિ-નિષેધકોટિમાં ગોઠવવાથી અવાન્તર નયોની કુલ ૧૭૫ સપ્તભંગીઓ પ્રાપ્ત થાય છે. (આ વિગત સ્પષ્ટતામાં સમજાવશું.) તથા ઉત્તરોત્તર અવાન્તર નયોના પ્રભેદોની અપેક્ષાએ સપ્તભંગીઓનો વિચાર કરવામાં આવે તો સંખ્યાતી સપ્તભંગીઓ પ્રાપ્ત થશે. તથા વિધિકોટિમાં નૈગમનયને ગોઠવી નિષેધકોટિમાં સંગ્રહાદિ છ નયોને ગોઠવવાની પ્રક્રિયાથી જેમ ૨૧ સપ્તભંગી મૂલનયોની પ્રાપ્ત થઈ હતી, તેમ વિધિકોટિમાં એવંભૂતનયને તથા નિષેધકોટિમાં નૈગમાદિ નયોને ગોઠવવાની વિપરીત પ્રક્રિયાથી પણ સાત મૂલ નયોની ૨૧ સપ્તભંગીઓ જ સંભવે છે - તેમ જાણવું. આ જ રીતે ઉત્તરનયની ૧૭૫ સસભંગીઓમાં પણ વિધિકોટિના અવાન્તર નયને સુ નિષેધકોટિમાં તથા નિષેધકોટિના અવાન્તરનયને વિધિકોટિમાં ગોઠવવાથી વિપરીત પ્રક્રિયાથી પણ ૧૭૫ સપ્તભંગીઓ જ પ્રાપ્ત થશે. તથા ઉત્તરોત્તર અવાન્તરનયોના પ્રભેદોની સંખ્યાતી સમભંગીઓમાં જે અવાન્તરનયના પ્રભેદને વિધિકોટિમાં રાખેલ હતો, તેને નિષેધકોટિમાં ગોઠવવાની તથા નિષેધકોટિમાં રહેલા અવાન્તરનયના પ્રભેદને વિધિકોટિમાં ગોઠવવાની વિપરીત પ્રક્રિયાથી પણ ઉત્તરોત્તર નયની સંખ્યાતી સ સપ્તભંગીઓ જ પ્રાપ્ત થશે. આ વાત સૂક્ષ્મ બુદ્ધિથી વિચારીને તે તે સપ્તભંગીઓની ગોઠવણ કરવી. * નયસપ્તભંગી વિકલાદેશસ્વરૂપ (નયસપ્ત.) જો કે નયસપ્તભંગીઓમાં પણ સ્યાત્કાર = કચિત્પદ તથા એવકાર = જકાર - આ બન્નેનો પ્રયોગ કરવામાં આવે છે, તો પણ તે વિકલાદેશસ્વરૂપ જ છે. તેથી જ સકલાદેશસ્વરૂપ પ્રમાણસપ્તભંગી કરતાં નયસપ્તભંગીનો અલગ નિર્દેશ કરવામાં આવેલ છે. નયસપ્તભંગી વિકલાદેશસ્વભાવવાળી જ છે. કારણ કે તે વસ્તુના આંશિક સ્વરૂપનું પ્રદર્શન કરે છે. વસ્તુના સમગ્ર સ્વરૂપનું તે પ્રદર્શન કરતી નથી. જ્યારે પ્રમાણસમભંગી સકલાદેશસ્વભાવવાળી છે. કારણ કે તે વસ્તુના સંપૂર્ણ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. મતલબ કે વસ્તુગત અનન્તધર્માત્મકતાસ્વરૂપ સમગ્રતાનું પ્રતિપાદન કરવાના લીધે જ પ્રમાણસપ્તભંગી સકલાદેશસ્વભાવાત્મક છે.” આ પ્રમાણે સ્યાદ્વાદરત્નાકર ગ્રંથરત્નમાં શ્વેતાંબરશિરોમણિ શ્રીવાદિદેવસૂરિજી મહારાજાએ નયસસભંગી અને પ્રમાણસપ્તભંગી અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરેલ છે. ઉત્તરનયસપ્તભંગીના = અવાન્તરનયસપ્તભંગીના જે ૧૭૫ ભેદોનો ઉલ્લેખ ૪/૪ મે ત
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy