SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ५०४ ० चतस्रो मूलनयसप्तभङ्ग्य: ० ४/१३ - नुसारेण अर्थतः चतस्र एव मूलनयसप्तभङ्ग्यः सम्भवन्ति। प्रस्थकादिदृष्टान्ताश्चाऽऽगमानुसारेण - अष्टमशाखायां (८/१५) विस्तरतो वक्ष्यन्ते इत्यवधातव्यमत्र । न च विधिकोटावेकनयं प्रस्थाप्य युगपदवशिष्टाखिलनयाः प्रतिषेधकोटौ निवेशयितुं न शक्या म् इति शङ्कनीयम्, प्रस्थकत्वेन रूपेण नैगमनये सतः पदार्थस्य सङ्ग्रहाद्यभिप्रायेणाऽसत्त्वादेव तेषां प्रतिषेधकोटौ युगपन्निवेशात् । यद्यपि प्रस्थकमुद्दिश्य सङ्ग्रहाद्यभिप्राया विभिन्ना एव तथापि नैगमसम्मतप्रस्थकः नैव प्रस्थकपदार्थ इत्यत्र सङ्ग्रहाद्यखिलनयानाम् अभिप्रायैक्याद् नैगमनयसप्तभङ्ग्यां विपक्षकोटौ युगपदितराऽखिलनयपण निवेशे न काऽप्यसङ्गतिः। एवमग्रेऽपि बोध्यम् ।। સમાન જણાવેલ છે તથા શબ્દાદિ પાછલા ત્રણ નયનો અભિપ્રાય પ્રસ્થક ઉદાહરણમાં એકસરખો હોવાનું તેઓશ્રીએ ત્યાં જણાવેલ છે. આથી નયરહસ્ય ગ્રંથ મુજબ પ્રસ્થક દૃષ્ટાંતમાં સાત નયોના કુલ ૪ પ્રકારના અભિપ્રાય પ્રાપ્ત થાય છે. તેથી તે મુજબ વિચાર કરવામાં આવે તો પ્રથમ ઉદાહરણમાં સાતે નયોની કુલ ચાર પ્રકારની સપ્તભંગી અર્થતઃ પ્રાપ્ત થઈ શકે. તેથી પરામર્શકર્ણિકામાં “પ્રસ્થક દષ્ટાંતમાં વિકલ્પ ચાર મૂલન સપ્તભંગી પ્રાપ્ત થાય' - તેમ જણાવેલ છે. પ્રસ્થક વગેરે દેષ્ટાન્તો આઠમી શાખાના પંદરમાં શ્લોકમાં આગમાદિ અનુસાર વિસ્તારથી જણાવવામાં આવશે. આ વાત વાચકવર્ગે ધ્યાનમાં રાખવી. પ્રસ્થક દૃષ્ટાંતમાં વિશેષ વિચારણા / - (1 ઘ વિ.) વિધેયકોટિમાં એક નયને ગોઠવી, નિષેધકોટિમાં એકીસાથે બાકીના છ નયોને કઈ રીતે મૂકી શકાય?” આવી શંકા પ્રસ્તુતમાં ન કરવી. આનું કારણ એ છે કે નૈગમનય જેને (પ્રસ્થકયોગ્ય કાષ્ઠને લેવા માટે થતી વનગમન આદિ ક્રિયાને) પ્રસ્થક તરીકે સત્ કહે છે, તે જ પદાર્થ (વનગમનાદિ છે ક્રિયા) સંગ્રહ આદિ સર્વ (૬ કે ૫) નયોના અભિપ્રાયથી પ્રસ્થક તરીકે અસત્ જ છે. તેથી નિષેધકોટિમાં ઘા સંગ્રહાદિ તમામ નયોનો એકીસાથે પ્રવેશ થઈ શકે છે. ધ નિષેધકોટિમાં એકીસાથે અનેકનયપ્રવેશ સંમત છે. સ (ય) યદ્યપિ પ્રસ્થક અંગે સંગ્રહ આદિ નયોના અભિપ્રાયો જુદા જુદા જ છે તથાપિ “નૈગમસંમત પ્રસ્થકને તો પ્રસ્થક ન જ કહેવાય.” (અર્થાત્ “નૈગમસંમત સંકલ્પાત્મક પ્રસ્થક પ્રસ્થકત્વરૂપે અસત્ છે.') આ બાબતમાં તો સંગ્રહ આદિ સર્વ (વાદિદેવસૂરિ મહારાજના અભિપ્રાય મુજબ છે અને મહોપાધ્યાયજી મહારાજના મત મુજબ કુલ પાંચ) નયોનો અભિપ્રાય એક જ છે. તેથી નૈગમનયની સપ્તભંગીમાં નૈગમના પ્રતિપક્ષ તરીકે સંગ્રહ આદિ સર્વ (૬ કે ૫) નયને એકીસાથે ગોઠવવામાં કોઈ અસંગતિ રહેતી નથી. તથા સંગ્રહનયની પ્રસ્તુત સપ્તભંગી આ મુજબ સમજવી- સંગ્રહનય તો ફક્ત ધાન્ય માપવાની ક્રિયામાં ગોઠવાયેલ કાષ્ઠનિર્મિત પ્રસ્થકને જ પ્રકરૂપે સતુ માને છે. તે સિવાયના કોઈ પણ પદાર્થને પ્રકરૂપે સતુ માનવા સંગ્રહનય તૈયાર નથી. જ્યારે બાકીના છ નો સંગ્રહનયના અભિપ્રાયને રદિયો આપે છે. કેમ કે સંગ્રહનયને સંમત પ્રસ્થક સિવાયના પદાર્થને નૈગમ આદિ (સંગ્રહ સિવાયના) છ નયો પ્રસ્થક તરીકે સ્વીકારવા તૈયાર છે. આ રીતે આગળ બધા નયોમાં વિચારવું. પૂર્વે (પૃ.૪૯૩/૪૯૪) આ વાત જણાવેલ છે. તેથી તેનો અહીં વિસ્તાર કરવામાં નથી આવતો.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy