SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ । एकस्मिन्नपि भङ्गे कृत्स्नार्थबोध: 0 ५०५ અમો તો ઈમ જાણું છું- “સત્તનયાર્થતિવાતાર્યાધવરવિવિઠ્ય પ્રમાવિવિચ” એહ લક્ષણ લેઇનઈ, તેહવે ઠામે સ્યાત્કારલાંછિત સકલનયાર્થસમૂહાલંબન એક ભંગ પણિ નિષેધ નથી. જે માટS 2 एवमागमिकमते सप्तभङ्ग्या एव कृत्स्नार्थबोधकत्वमुपदर्शितम् । साम्प्रतम् एकेनाऽपि भङ्गेन । तार्किकरीत्या कृत्स्नार्थबोधं पश्यतो महोपाध्याययशोविजयगणिवरस्याऽत्राऽभिप्रायो दर्श्यते – 'सकलनयार्थप्रतिपादकतापर्याप्त्यधिकरणवाक्यं प्रमाणवाक्यम्' इति लक्षणमुपादाय नानानयानुसारेण प्रस्थक-प्रदेशादिमीमांसायां स्यात्कारलाञ्छितसकलनयार्थगोचरसमूहाऽऽलम्बनभानं एकस्मिन्नपि भङ्गे नैव निषिद्धम्, म व्यञ्जनपर्यायस्थाने द्वयोः भङ्गयोः अपि सम्मतितर्के शब्दनयाभिप्रायेण कृत्स्नाऽर्थस्वरूपावबोधकत्ववत् । र्श “પાર્વ વિય સગવા લેસા છન્તિ વ્યવિવેવે” (વિ...ર૮૪૭) રૂત્તિ વિશેષ વરમાળવવનાત્ = ૬ પ્રમાણવાક્યનું લક્ષણ . (વિ.) આ રીતે “આગમિકમતે સપ્તભંગી જ સંપૂર્ણ અર્થને જણાવે છે - આ બાબત સમજાવી. હવે ‘તાર્કિક પદ્ધતિથી તો એક પણ ભાંગો પૂર્ણ પદાર્થનો પ્રકાશક છે' - આવું જોનારા-માનનારા મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજનો અભિપ્રાય દેખાડાય છે. તેમણે ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ” માં પ્રસ્થક વગેરે દષ્ટાંતની વિચારણા અંગે પોતાનો અભિપ્રાય આ પ્રમાણે જણાવેલ છે કે “તમામ નયોના અર્થોની પ્રતિપાદક્તાની પર્યાપ્તિનું અધિકરણ (= આશ્રય) બને તેવું વાક્ય પ્રમાણવાક્ય કહેવાય.” આ પ્રમાણે પ્રમાણવાક્યનું લક્ષણ લઈને અનેક નયના અનુસાર પ્રસ્થક, પ્રદેશ વગેરે ઉદાહરણની વિચારણા કરવામાં આવે તો સ્ત્રાકારયુક્ત (કથંચિત્' પદથી યુક્ત) સકલનયાર્થવિષયક સમૂહાલંબનાત્મક જ્ઞાનને સપ્તભંગીના સ્વતંત્ર એકાદ ભાંગામાં માનવામાં શાસ્ત્રકારોએ નિષેધ નથી જ કર્યો. વ્યંજનપર્યાયના સ્થાનમાં બે ભાંગામાં પણ શબ્દનયના છે અભિપ્રાયથી સંપૂર્ણ અર્થસ્વરૂપનો બોધ જેમ સંમતિતર્કમાં દેખાડેલ છે, તેમ આ વાત સમજી શકાય છે. સ્પષ્ટતા :- મહોપાધ્યાયજી મહારાજે નવ્યન્યાયની પરિભાષામાં પ્રમાણવાક્યનું લક્ષણ ઉપરમાં જણાવેલ છે. તેનો અર્થ આ પ્રમાણે સમજવો કે કોઈ એકાદ નયને અભિપ્રેત નહિ, પણ સર્વ નિયોને 21 અભિપ્રેત એવા અર્થોનું જે વાક્ય પ્રતિપાદન કરે તે પ્રમાણવાક્ય કહેવાય. આથી પ્રમાણવાક્ય સર્વ નયના અર્થોનું પ્રતિપાદક બનશે. તેથી તે પ્રમાણવાક્યમાં સર્વ નયના અર્થોની પ્રતિપાદકતા રહેશે. છે ભાવનિક્ષેપ સર્વનયસંમત છે (“ભવ.) અહીં બીજી એક વાત એ પણ સમજી લેવા જેવી છે કે પૂર્વ-પૂર્વ (નૈગમ આદિ) નયને ઉત્તરોત્તર (સંગ્રહાદિ) નયનો અર્થ માન્ય છે. તેથી પનિહારીના મસ્તક ઉપર આરૂઢ થઈને પાણી લાવવાની ક્રિયા કરનાર પદાર્થને એવભૂતનય જેમ ઘડા તરીકે ઓળખાવે છે, તેમ નૈગમાદિ બાકીના નયો પણ તે પદાર્થને ઘડા તરીકે જ ઓળખાવે છે. કારણ કે ભાવનિક્ષેપને તો સર્વ નયો સ્વીકારે જ છે. આ બાબતમાં “ભાવે વિય સદાય રેસા રૂલ્ઝતિ સવ્વવરવેવે' - આ પ્રમાણે વિશેષાવશ્યક મહાભાષ્યના આ.(૧)માં “..પાવતા પર્યાયથિ...” પાઠ. પુસ્તકોમાં “.તાત્પર્યાધિ.. પાઠ છે. લી.(૧)માં “....તાપર્યાય ...” પાઠ. પા.માં “..પવિતા ...’ પાઠ. પ્રસ્તુત “તાપત્ય ’ પાઠ કો.(૧૨)માંથી લીધેલ છે. 1. માવં ચૈવ નથી , शेषा इच्छन्ति सर्वनिक्षेपान्।
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy