SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧૩ 0 प्रस्थकोदाहरणे विशेषविमर्शः . ५०३ इत्यस्यामेव शाखायाम् उत्तरश्लोके (४/१४) वक्ष्यते । अस्माभिस्त्विह नैगमस्य शिष्टैः सर्वैः प्रतिपक्षनयैः सङ्ग्रहादिभिस्सह एका, सङ्ग्रहस्य नैगमा-सा दिभिः सर्वैः सह द्वितीयेत्येवं सप्त मूलनयसप्तभङ्ग्य: उक्ताः, नयरहस्याद्यनुसारेण तु चतस्र एव ... ताः दर्शिताः इत्यपेक्षाभेदेन नास्त्यत्र कश्चिद् विरोधः। प्रतिपक्षकोटौ पृथक्पृथग्नयप्रवेशे एकविंशतिः । मीलितनयप्रवेशे च सप्त चतस्रो वा मूलनयसप्तभङ्ग्यः सङ्गच्छन्त एव इति तात्पर्यम् । इत्थञ्च प्रस्थकोदाहरणे वादिदेवसूरिमते नैगमाद्यभिप्रायाः सप्त, नयरहस्यकृन्मते चत्वारः एव, क नैगम-व्यवहारयोः शब्द-समभिरूद्वैवम्भूतनयानां च प्रत्येकं समानाऽभिप्रायत्वात् । ततश्च नयरहस्याસપ્તભંગી મળશે. આ રીતે ઊલટા ક્રમથી સાતેય નમોને વિચારવાથી પણ કુલ ૨૧ જ મૂલનયસપ્તભંગી પ્રસ્થક ઉદાહરણમાં મળી શકશે. આ રીતે ઉત્તર નિયોમાં પણ વિચારવું. આ બાબતની વિશેષ છણાવટ આ જ શાખાના ૧૪ મા શ્લોકની વ્યાખ્યામાં સ્યાદ્વાદરત્નાકર ગ્રંથનો સંવાદ વિચારતી વખતે આપણે કરશું. (જુઓ પૃષ્ઠ-૫૫૨) આ બાબતની વાચકવર્ગે નોંધ રાખવી. * વિભિન્ન મતોમાં વિરોધનો પરિવાર ના (સ્મા.) વાદિદેવસૂરિ મહારાજનો મત ઉપરોક્ત પદ્ધતિ મુજબ આપણે સમજી ગયા. જ્યારે દ્રવ્યાનુયોગપરામર્શ- કર્ણિકામાં અમે “વિધિ કોટિગત નૈગમનયની બાકીના સંગ્રહાદિ તમામ નિષેધકોટિગત નયોની સાથે ગોઠવણ કરવાથી એક સપ્તભંગી મળે. વિધિકોટિમાં સંગ્રહનયને તથા નિષેધકોટિમાં નૈગમાદિ સર્વ નિયોને ગોઠવવા દ્વારા સંગ્રહનયની બીજી સપ્તભંગી મળે. આ ક્રમથી પ્રસ્તુત પ્રસ્થક દૃષ્ટાંતમાં સાતે નયની ભેગી થઈને કુલ સાત સપ્તભંગી અથવા નરહસ્ય વગેરે ગ્રંથ મુજબ ચાર સપ્તભંગી પ્રાપ્ત થશે” TV - તેમ જણાવેલ છે. આ બન્ને બાબતમાં પરમાર્થથી કોઈ પણ પ્રકારનો વિરોધ રહેલો નથી. કેમ કે વા જુદી જુદી અપેક્ષાએ ઉપરોક્ત સપ્તભંગી સંગત થઈ શકે છે. તે આ રીતે : વાદિદેવસૂરિ મહારાજે વિધેયકોટિમાં નૈગમનય ગોઠવી નિષેધકોટિમાં ફક્ત એક-એક સંગ્રહ આદિ છ નયને પૃથકરૂપે ગોઠવીને ગ્ર નૈગમનયની જુદી જુદી છ સપ્તભંગી દર્શાવી છે. તે જ રીતે વિધેયકોટિમાં સંગ્રહનયને ગોઠવી નિષેધકોટિમાં વ્યવહાર આદિ એક-એક નયને અલગ-અલગ ગોઠવી જુદી જુદી કુલ ૨૧ સપ્તભંગી દર્શાવી છે. આગલા શ્લોકના વિવેચનમાં આ બાબત દેખાડવામાં આવશે. જ્યારે દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં અમે વિધેયકોટિમાં નૈગમનયને ગોઠવી, નિષેધકોટિમાં સંગ્રહાદિ બાકીના સર્વ નયોને એકીસાથે ગોઠવી નૈગમનયની એક સપ્તભંગી બતાવેલ છે. તથા વિધેયકોટિમાં સંગ્રહનયને ગોઠવી, નિષેધકોટિમાં નૈગમ આદિ બાકીના સર્વ (= ૬) નયોને એકીસાથે ગોઠવી સંગ્રહાયની એક સપ્તભંગી બતાવેલ છે. આ રીતે સાત નયની એક -એક એમ કુલ સાત સપ્તભંગી જણાવેલ છે. આ પ્રસ્તુત પ્રબંધનું તાત્પર્ય છે. ર સ્યાદ્વાદરત્નાકર અને નગરહસ્ય ગ્રંથમાં મતભેદ (ત્યષ્ય) વળી, બીજી એક મહત્ત્વની વાત એ છે કે વાદિદેવસૂરિ મહારાજે પ્રસ્થક દૃષ્ટાંતમાં નૈગમ આદિ સાતે નયોના જુદા જુદા સાત પ્રકારના મંતવ્યો રજૂ કર્યા છે. જ્યારે નયરહસ્ય ગ્રંથમાં મહોપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજે પ્રસ્થક દૃષ્ટાંત અંગે નૈગમનયનો અને વ્યવહારનયનો અભિપ્રાય
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy