SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ एकत्र भेदाभेदप्रवेशे परदर्शनसंमतिः रा एतेन “मृदा भिन्नाभिन्नं मृत्कार्यम्” (द.प्र. भाग - ४ पृ. १५७ ) इति दशप्रकरणे माध्वाचार्यवचनम्, “क्रिया-क्रियावतोरपि भेदाऽभेदोऽनुसन्धेयः " (भा.चि. पृ. १८) इति भाट्टचिन्तामणौ गागाभट्टवचनम्, “न ह्यत्यन्ताऽभिन्नत्वं द्रव्यात् क्रियायाः, येन तद्भेदाद् भेदः स्यात् । भेदोऽपि तु अस्त्येव, न अनैकान्त्याऽभ्युपगमाद्” (शा.दी.६/३/३) इति शास्त्रदीपिकायां पार्थसारथिमिश्रवचनम्, र्श “स घटो न मृदो भिन्नो वियोगे सत्यनीक्षणात् । नाऽप्यभिन्नः पुरा - पिण्डदशायामनवेक्षणाद् ।। ” (प.द.१३/ ३५) इति पञ्चदश्यां विद्यारण्यस्वामिवचनम्, ( “भेदाऽभेदौ हि सिद्धान्ते कार्य-कारणयोर्मतौ । स्याद् भेदे गुरुताऽऽधिक्यमभेदे कार्यनिह्नवः । । ” ( वे.सि. स. ५/१४) इति वेदान्तसिद्धान्तसङ्ग्रहे वनमालिमिश्रवचनञ्च व्याख्यातम्, ન જ કરી શકે. આવું સૂચવનારા અનેક શાસ્ત્રપાઠો અન્યદર્શનકારોના ઉપલબ્ધ થાય છે. તે આ રીતે * ભેદાભેદમાં અન્યદર્શનકારોની સંમતિ ♦ ४५० ૪/૭ (તેન.) દશપ્રકરણમાં માધ્વાચાર્યે જણાવેલ છે કે “માટીનું કાર્ય માટીથી ભિન્ન-અભિન્ન છે” આ વચન કાર્ય અને ઉપાદાનકારણ વચ્ચે ભેદાભેદને સિદ્ધ કરે છે. (“ત્રિયા.) ભાટ્ટચિંતામણિ ગ્રંથમાં ગાગાભટ્ટ નામના મીમાંસકમૂર્ધન્ય પણ જણાવે છે કે ‘ક્રિયા અને ક્રિયાવાન વચ્ચે પણ ભેદાભેદનું અનુસંધાન કરવું.' આ વચન ક્રિયા (= પર્યાય) અને ક્રિયાવિશિષ્ટ (= પર્યાયી) વચ્ચે ભેદાભેદને સિદ્ધ કરે છે. (“ના.) શાસ્ત્રદીપિકા વ્યાખ્યામાં પાર્થસારથિ મિશ્ર નામના મીમાંસકમૂર્ધન્ય પણ જણાવે છે કે ‘દ્રવ્યથી ક્રિયા અત્યંત અભિન્ન નથી કે જેના કારણે ક્રિયાના ભેદથી દ્રવ્યનો ભેદ થાય. દ્રવ્યથી ક્રિયામાં ભિન્નતા પણ વિદ્યમાન તો છે જ કારણ કે દ્રવ્ય અને ક્રિયા વચ્ચે ભેદાભેદ સ્વરૂપ અનૈકાંત્ય = અનેકાન્ત અમે સ્વીકારેલ છે.' આ વચન પણ ક્રિયા અને ક્રિયાવાનમાં (= દ્રવ્યમાં) ભેદાભેદને સૂચવે છે. / વેદાંતિમતે પણ કાર્ય-કારણનો ભેદાભેદ 6] ર (“F પટો.) પંચદશી નામના ગ્રંથમાં વિદ્યારણ્ય સ્વામી નામના વેદાંતી વિદ્વાન જણાવે છે કે ‘કાર્યસ્વરૂપ ઘડો ઉપાદાનકારણ સ્વરૂપ માટીથી જુદો નથી. કારણ કે માટી રવાના થતાં ઘડો દેખાતો નથી. (જો ઘડો માટીથી અભિન્ન ન હોય તો માટીની ગેરહાજરીમાં ઘડો ઉપલબ્ધ ન થવામાં કોઈ નિયામક તર્ક રહેતો નથી.) તથા ઘડો માટીથી અત્યંત અભિન્ન પણ નથી. કારણ કે પૂર્વે પિંડઅવસ્થામાં માટી હાજર હોવા છતાં ઘડો દેખાતો નથી.” આ વચન પણ કાર્ય અને કારણ વચ્ચે ભેદાભેદને સિદ્ધ કરે છે. (“મેવા.) વેદાન્તસિદ્ધાંતસંગ્રહ ગ્રંથમાં વનમાલિમિશ્ર નામના વેદાંતી વિદ્વાન પણ જણાવે છે કે “વેદાંત સિદ્ધાંતમાં કાર્ય અને ઉપાદાનકારણમાં ભેદાભેદ રહેલો છે. કાર્ય અને કારણમાં ભેદાભેદ હોવાને બદલે જો માત્ર ભેદ જ હોય તો અવયવો કરતાં અવયવીનું અધિક વજન ઉપલબ્ધ થવું જોઈએ. (અર્થાત્ કેવલ તંતુઓને જોખવામાં આવે ત્યારે જે વજન ઉપલબ્ધ થાય તેના કરતાં, તે તંતુઓમાંથી બનેલા પટને જોખવામાં આવે ત્યારે, બમણું [તંતુ + પટનું] વજન ઉપલબ્ધ થવું જોઈએ.) તથા કાર્ય અને કારણમાં માત્ર અત્યંત અભેદ જ હોય તો કાર્યનો અપલાપ કરવાની સમસ્યા સર્જાશે. (આનું કારણ એ છે કે માટી અને ઘડો અત્યંત અભિન્ન માનવાથી પિંડ અવસ્થામાં જેમ માટી તરીકેનો વ્યવહા૨
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy