________________
४/६
अभेदनयः अहङ्कारनाशकः
ત્યાવિ સ્યાદ્વાવલ્પનતોત્તવિશા (સ્યા...ત્ત.૭/જા.૩/પૃ.૨૧) સવસેયમ્ ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - 'गुण-पर्यायविगमे तदाधारोऽपि निवर्तते' इति कृत्वा अतीतकालीनाऽस्मदीयोग्रतपश्चर्याद्याराधनामदो न कर्तव्यः । तपःसमाप्तौ अभेदनयदृष्ट्या तपस्वित्वरूपेण अस्मदीयम् अस्तित्वमपि विगतम् । इत्थम् अस्मदीयाऽतीतकालीनोग्राराधनादिगोचराऽहङ्कारभारमधः- म कृत्वा विनम्रभावतो विहर्तव्यमनवरतमभ्यन्तरापवर्गमार्गे । इदमेव प्रधानम् अस्मदीयम् अन्तरङ्गं र्शं कर्तव्यम्। इत्थमेव भवव्याधिक्षयेण शुद्धात्मानन्दोपलम्भः सुकरः । मुक्तात्मानमुद्दिश्य योगदृष्टिसमुच्चये “व्याधिमुक्तः पुमान् लोके यादृशस्तादृशो ह्ययम्” ( यो दृ.स. १८७ ) इति यदुक्तं तदप्यत्रानुसन्धेयम् ।।૪/૬।।
णि
ઘડો પાક દ્વારા રક્ત બને છે, તે ઘડાનો ઉત્પાદક ઘટસામાન્યપ્રતિયોગિક પ્રાઅભાવ નષ્ટ થયો હોવા છતાં, તે ઘટનો રક્તત્વવિશિષ્ટઘટપ્રતિયોગિક પ્રાઅભાવ ત્યાં ત્યારે હાજર હોય છે. આમ પાકસમયે રક્તત્વવિશિષ્ટઘટપ્રતિયોગિક પ્રાઅભાવનું સંનિધાન હોવાથી ત્યારે રક્ત ઘટની ઉત્પત્તિ માની શકાય છે. તથા દંડપ્રહારની જેમ વિજાતીય અગ્નિસંયોગ પણ ઘટનાશક હોવાથી તેમજ નિભાડામાં અગ્નિસંયોગ હાજર હોવાથી શ્યામ ઘટનો નાશ પણ માની શકાય છે. આ રીતે શ્યામઘટનાશક સામગ્રી અને રક્ત ઘટની ઉત્પાદક સામગ્રી હાજર હોવાથી ત્યાં ધર્મીના ઉત્પાદ-વ્યયનો થતો અનુભવ નિઃસંદેહ પ્રમાત્મક છે - એવું સિદ્ધ થાય છે. આ બાબતમાં હજુ ઘણું આગળ વિચારી શકાય તેમ છે. તે વિચારવાની દિશા સ્યાદ્વાદકલ્પલતા વ્યાખ્યાના સાતમા સ્તબકની ત્રીજી કારિકામાં કરેલ વિવરણ મુજબ ગ્રહણ કરવી. છે અહંનો ભાર ઉતારવા અભેદનય ઉપયોગી છે
૪૪૭
આ
આધ્યાત્મિક ઉપનય :- ‘ગુણ-પર્યાય રવાના થતાં તેનો આધાર પણ રવાના થાય છે’ વાત આધ્યાત્મિક દૃષ્ટિએ એ રીતે ઉપયોગી બને છે કે આપણે ભૂતકાળમાં માસક્ષમણ આદિ ઉગ્ર તપશ્ચર્યા, ઉપધાન, નવ્વાણુ યાત્રા, છ'રી પાલિત સંઘ આદિ ઉગ્ર આરાધના કરેલી હોય તો તેનો અહંકાર આપણને ન હોવો જોઈએ કે ‘હું ઉગ્રતપસ્વી છું.’ ઉગ્ર તપશ્ચર્યા પૂર્ણ થઈ ગઈ એટલે તપસ્વી તરીકેનું આપણું અસ્તિત્વ પણ અભેદનયની અપેક્ષાએ રવાના થઈ ગયું. આમ અતીત કાળમાં કરેલી ઉગ્ર આરાધનાનો ભાર ઉતારી, અહંકારના બોજામાંથી મુક્ત બની, હળવા ફૂલ થઈને અવિરતપણે વિનમ્રભાવે અંતરંગ મોક્ષપુરુષાર્થ સાધવામાં પરાયણ રહેવું - એ જ આપણું મુખ્ય, અંતરંગ અને અંગત કર્તવ્ય છે. આ રીતે જ સંસારસ્વરૂપ રોગનો ઉચ્છેદ થવાથી શુદ્ધાત્માના આનંદનો યોગ સુલભ બને. મુક્તાત્માને ઉદ્દેશીને શ્રીહરિભદ્રસૂરિજીએ યોગદૃષ્ટિસમુચ્ચયમાં ‘લોકમાં રોગમુક્ત પુરુષ જેવો હોય તેવો મુક્તાત્મા સ્વસ્થ હોય છે' આ મુજબ જે જણાવેલ છે, તેનું પણ પ્રસ્તુતમાં અનુસંધાન કરવું. (૪/૬)
લખી રાખો ડાયરીમાં.....જ
• બુદ્ધિ બીજાને પ્રભાવિત કરે છે.
શ્રદ્ધા પોતાને ભાવિત કરે છે, તૃપ્ત કરે છે.
-
CUL