________________
૪૪૬ 0 धर्मिनाशोत्पादकारणबाधविमर्शः ०
૪/૬ प 'श्याम-रक्तयोः घटयोः विनाशोत्पादप्रत्ययो भ्रान्तः तत्कारणबाधाद्' इति तु न युक्तम्, जा दण्डादिकं विनाऽपि खण्डघटादिवद् रक्तप्रागभाव-पाकादिसामग्रीबलेन वा तदुत्पादादिसम्भवादि
લીધે બન્ને સ્થળે કાં તો ધર્મનો ઉત્પાદ-વ્યય, કાં તો ધર્મીનો ઉત્પાદ-વ્યય માનવો જોઈએ. પરંતુ અર્ધજરતીય ન્યાયથી “શ્યામો નષ્ટ: ઈત્યાદિ સ્થળે ગુણનો (= ધર્મનો) ઉત્પાદ-વ્યય અને “દુર્ઘ નષ્ટ' ઇત્યાદિ સ્થળે ધર્મીનો ઉત્પાદ-વ્યય થાય છે - એવું નૈયાયિક માને છે તે વ્યાજબી નથી.
જ ધર્મીના ઉત્પાદ-વ્યયમાં કારણભાધ: નૈયાયિક જ નૈયાયિક :- (‘શ્યામ.) “શ્યામો નE: ઈત્યાદિ સ્થળે શ્યામરૂપવાળા ઘડાનો નાશ અને રક્તરૂપવાનું ઘડાની ઉત્પત્તિનો જે અનુભવ લોકોને થાય છે, તે ભ્રાન્ત છે. આનું કારણ એ છે કે જે સમયે ઉપરોક્ત પ્રતીતિ થાય છે, તે સમયે રક્ત ઘડાની ઉત્પાદક સામગ્રી ત્યાં હાજર નથી તથા શ્યામ ઘડાની નાશક સામગ્રી પણ ત્યાં ત્યારે ગેરહાજર છે. ઘડો તો કુંભાર દ્વારા પૂર્વે ઉત્પન્ન થઈ ચૂકેલો જ હોય છે. તેને નિભાડામાં મૂક્યા બાદ પાક (= વિજાતીય અગ્નિસંબંધ) દ્વારા ઘડાના શ્યામ વર્ણનો નાશ થાય છે અને લાલ રૂપની ઉત્પત્તિ થાય છે. તથા તેના ફળ સ્વરૂપે “શ્યામો નV:, ર ઉત્પન્નઃ' આ પ્રમાણે લોકોને અનુભવ થાય છે. પરંતુ તે સમયે શ્યામ ઘટનો નાશ કે રક્ત ઘટની ઉત્પત્તિ માની શકાતી
નથી. કેમ કે તે સમયે શ્યામસ્વરૂપે અને રક્તસ્વરૂપે જે ઘડાની પ્રતીતિ થાય છે તે તો પહેલેથી જ 1 ઉત્પન્ન થઈ ચૂક્યો છે. વિજાતીય અગ્નિસંયોગાત્મક પાક દ્વારા ફક્ત તેમાં મૂળ વર્ણનું પરિવર્તન થઈને તનવા વર્ણનો ઉદય થાય છે. પરંતુ તે સમયે નૂતન દ્રવ્યની ઉત્પત્તિ થતી નથી. અમે મૈયાયિકો અસતકાર્યવાદી
છીએ. અમારા મતમાં વસ્તુનો પ્રાગુઅભાવ પણ વસ્તુની ઉત્પત્તિનું કારણ છે. જે સમયે “રજી: સત્પન્ન શ. આવી પ્રતીતિ થાય છે તે સમયે ત્યાં તે ઘટનો પ્રાગુઅભાવ હાજર નથી હોતો. કારણ કે તે ઘડો
પહેલાં જ ઉત્પન્ન થઈ ચૂકેલ હોવાથી તેનો પ્રાગુઅભાવ પહેલેથી જ (= નિભાડામાં ઘડાને મૂકતાં પહેલાં જ) નષ્ટ થયેલ હોય છે. તથા માટીના ઘડાની ઉત્પત્તિ તો દંડ-ચક્ર-કુંભાર આદિના સાન્નિધ્યમાં જ થાય છે. વિજાતીય અગ્નિસંયોગસ્વરૂપ પાક સમયે ઘટોત્પાદક દંડાદિ સામગ્રી હાજર નથી હોતી તથા દંડપ્રહાર આદિ ઘટનાશક સામગ્રી પણ ત્યારે ગેરહાજર હોય છે. તેથી પાક સમયે શ્યામ ઘટનો નાશ અને રક્ત ઘટની ઉત્પત્તિ માની શકાતી નથી. તેથી જ ઉપરોક્ત સ્થળે શ્યામ ઘટના નાશનો અનુભવ તથા રક્ત ઘટની ઉત્પત્તિનો અનુભવ નિઃસંદેહ ભ્રમાત્મક જ છે - તેવું સિદ્ધ થાય છે.
હ, ધર્મીના ઉત્પાદ-વ્યયમાં કારણ અબાધિત : જેન , સ્યાદાદી :- (g.) હે નૈયાયિક ! તમારી આ વાત યુક્તિ સંગત નથી. આનું કારણ એ છે કે જેમ અખંડ ઘડાના કોઈ અંશનો ભંગ થતાં દંડપ્રહાર આદિ વિના પણ અખંડ ઘટનો નાશ થાય છે અને દંડ આદિ કારણ વિના પણ ખંડ ઘટની ઉત્પત્તિ થાય છે, તેમ દંડપ્રહાર આદિના અભાવમાં તથા દંડાદિના અભાવમાં પણ શ્યામ ઘટનો નાશ અને રક્ત ઘટની ઉત્પત્તિ થઈ શકે છે. તથા જેમ ઘટ દંડાદિને સાપેક્ષ હોવા છતાં પણ ખંડ ઘટની ઉત્પત્તિ દંડાદિના અભાવમાં પણ થઈ શકે છે. તે જ પ્રકારે રક્તઘટપ્રતિયોગિક પ્રાગુઅભાવના અભાવમાં રક્ત ઘટની ઉત્પત્તિ થઈ શકે છે. અથવા એમ પણ કહી શકાય છે કે જે