________________
४३३
૪/૪
• कार्य-कारणयोः भेदाभेदसिद्धि: 0 एतेन अवयवाऽवयविनोः एकान्तभेदो नैयायिकसम्मतः प्रत्याख्यातः । यथोक्तं विशेषावश्यकभाष्यमलधारवृत्तौ “न च कार्य-कारणयोः ऐकान्तिको भेदः, कनक-कुण्डलादिषु मृत्पिण्ड-कुण्डादिषु च तथाऽदर्शनाद्” (वि.आ.भा.१०० वृ.) इति । तत्रैवाऽग्रे “कार्य-कारणयोश्च मृत्पिण्ड-घटयोरिव कथञ्चिद् भेदः प्रतीत एव” प (वि.आ.भा.१०५ वृ.) इत्युक्तम् । ततश्च तयोः भेदाभेदौ अनाविलौ इति स्थितम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – ‘गुण-गुणिनोः भेदाऽभेदौ' इति कृत्वा अभेदमवलम्ब्य ज्ञानगुणबहुमानाय ज्ञानिबहुमानं क्रियते अस्माभिः। ज्ञान-ज्ञानिनोरेकान्तभेदे कुतः ज्ञानिबहुमानाद् ज्ञानं बहुमतं स्यात् ? अन्यथा अज्ञानिबहुमानेऽपि ज्ञानं बहुमतं स्यात् ।
अस्मदीयगुणमदपरिहारकृते च गुण-गुणिनोः भेदः अवलम्बनीयः। अस्माकम् उग्रविहारित्व- क घोरतपश्चर्या-शास्त्रपारगामित्वप्रभृतिगुणसम्पन्नत्वे तादृशगुणकदम्बकम् उद्दिश्य मात्सर्यतः केनचिद् कि वयम् आशातिताः अवमानिता वा स्यामः तदा आविर्भूतगुणतः पृथक् स्वाऽस्तित्वं प्रतिसन्धाय 'न वयम् आशातिता हिलिता वा' इति विमृश्य न कश्चित् शप्तव्यः, न वा स्वयं मदितव्यम् । इत्थं
(ત્તે.) આ પ્રતીતિ અબાધિત હોવાથી “અવયવ-અવયવી વચ્ચે એકાંતે ભેદ જ હોય છે' - આ પ્રમાણે જે નૈયાયિકમત છે તેનું નિરાકરણ થઈ જાય છે. આ અંગે માલધારી શ્રી હેમચન્દ્રસૂરિજીએ વિશેષાવશ્યક ભાષ્યવ્યાખ્યામાં જણાવેલ છે કે “ઉપાદાનકારણ અને કાર્ય વચ્ચે એકાન્ત ભેદ હોતો નથી. કારણ કે કંકણ તોડીને કુંડલ બનાવવામાં આવે તે સ્થળે સુવર્ણ અને કુંડલ વચ્ચે એકાંતે ભેદ દેખાતો નથી. તે જ રીતે માટીના પિંડમાંથી માટીનું કુંડ બને ત્યારે તે બન્ને વચ્ચે સર્વથા ભેદનું દર્શન થતું નથી.” ત્યાં જ તેઓશ્રીએ આગળ જણાવેલ છે કે “ઉપાદાનકારણ અને કાર્ય વચ્ચે માટીનો પિંડ અને ઘટની જેમ કથંચિત ભેદ પ્રસિદ્ધ જ છે.” આમ અવયવ-અવયવી વચ્ચે ભેદાભેદ માનવો એ જ પરમાર્થથી વ્યાજબી જણાય છે.
# જ્ઞાનીના બહુમાનથી જ્ઞાનનું બહુમાન : અભેદ નચ # આધ્યાત્મિક ઉપનય :- ગુણ-ગુણીનો ભેદભેદ આધ્યાત્મિક દૃષ્ટિએ ઘણો ઉપયોગી છે. તે આ રીતે – ગુણ-ગુણીમાં અભેદ હોવાથી જ જ્ઞાન ગુણનું બહુમાન કરવા આપણે જ્ઞાનીનું બહુમાન કરીએ એ છીએ. જો જ્ઞાન અને જ્ઞાની પરસ્પર અત્યંત ભિન્ન હોય તો જ્ઞાનીનું બહુમાન કરવાથી જ્ઞાનના બહુમાનનો લાભ કઈ રીતે મળી શકે ? જ્ઞાન અને જ્ઞાની અત્યંત ભિન્ન હોવા છતાં જો જ્ઞાનીના બહુમાનથી જ્ઞાનના બહુમાનનો લાભ મળી શકતો હોય તો અજ્ઞાનીના બહુમાનથી પણ જ્ઞાનના બહુમાનનો લાભ મળવો જોઈએ. કેમ કે જ્ઞાન તો જ્ઞાની અને અજ્ઞાની બન્નેથી, ભેદવાદીના મત મુજબ, ભિન્ન જ છે. પરંતુ તેવું તો કોઈને જ માન્ય નથી. માટે ગુણ-ગુણીનો અભેદ માનવો આધ્યાત્મિક લાભમાં સહાયક છે.
• ભેદનય અભિમાન છોડાવે છે (ગમ્મ.) તથા આપણા ગુણો આપણને અભિમાન ન કરાવે તે માટે ગુણ-ગુણીનો ભેદ વિચારવો લાભદાયી બને છે. તેમ જ આપણે ઉગ્રવિહારી હોઈએ કે ઘોર તપશ્ચર્યા કરનાર હોઈએ કે શાસ્ત્રમાં પારંગત હોઈએ અને “જોયા મોટા ઉગ્રવિહારી ! ભણેલા તો કશું નથી. જોયા મોટા તપસ્વી ! ક્રોધ