________________
૪૨૪
अध्यात्ममार्गे भेदाभेदोभयनयोपयोगप्रदर्शनम्
૪/૪
प गुण-गुणिविभेदप्रतिसन्धानं गुणशुद्धि-वृद्धयादिद्वारा आध्यात्मिकसाहाय्यकारि सम्पद्यते । इत्थं रा देहात्माऽभेदबुद्धिपरित्यागेन तद्भेदबुद्धिपरिपाकतः “ निष्कलः करणातीतो निर्विकल्पो निरञ्जनः। अनन्तवीर्यताऽऽपन्नो नित्यानन्दाभिनन्दितः । । ” ( ज्ञाना. ४२/७३ ) इति ज्ञानार्णवे शुभचन्द्रोपदर्शितः शुद्धात्मा પ્રાદુર્ભવેત્ ।।૪/૪ ।।
તો ભયંકર છે. જોયા મોટા પોથીપંડિત ! તપ તો કરતા નથી' - ઈત્યાદિરૂપે આપણા ગુણગણને ઉદ્દેશીને ઈર્ષ્યાથી આપણી કોઈ આશાતના કે અવહેલના કરે ત્યારે પ્રગટ થયેલા ગુણોથી પોતાનું ન્યારું અસ્તિત્વ નજર સામે રાખવાથી, સામી વ્યક્તિને શ્રાપ આપવાની ગંભીર ભૂલ આપણે કરી ન બેસીએ તથા તેવા અવસરે અસંયમી કે અજ્ઞાની કે અતપસ્વી વ્યક્તિને જેમ તથાવિધ તીવ્ર માન કષાય ન નડે તેમ
( આપણને પણ ત્યારે તથાવિધ માન કષાય ન નડે. આ રીતે વિચારેલો ગુણ-ગુણીનો ભેદ ગુણની શુદ્ધિ
-વૃદ્ધિ વગેરે કરવા દ્વારા આધ્યાત્મિક વિકાસ સાધવામાં ઉપયોગી છે, સહાયક છે. આ રીતે શરીર અને આત્મા વચ્ચે અભેદબુદ્ધિનો પરિત્યાગ કરીને દેહાત્મગોચર ભેદબુદ્ધિના પરિપાકથી જ્ઞાનાર્ણવમાં દિગંબર શુભચંદ્રજીએ દર્શાવેલ શુદ્ધાત્મા પ્રગટ થાય છે. ત્યાં જણાવેલ છે કે “શુદ્ધાત્મા નિષ્કલ, ઈન્દ્રિયાતીત, નિર્વિકલ્પ, નિરંજન, અનંતશક્તિયુક્ત તથા નિત્ય આનંદથી પરિવરેલો છે.” (૪/૪)
Quest
લખી રાખો ડાયરીમાં......જ
• બુદ્ધિને ડોક્ટરની દવામાં વિશ્વાસ છે. શ્રદ્ધાને જીવોની દુઆમાં વિશ્વાસ છે.
• વાસના એક તણાવ છે.
•
ઉપાસનામાં સદા મુક્તદશા છે.
સાધના એટલે ધર્મપુરુષાર્થ,
ઉપાસના એટલે મોક્ષપુરુષાર્થ.
• સાધના એટલે કર્મસત્તા સામે ચઢાઈ. દા.ત. સનત્કુમાર રાજર્ષિ
ઉપાસના એટલે ધર્મમહાસત્તાની શરણાગતિ. દા.ત. મયણાસુંદરી
વાસના હલકી વિચારધારામાં તણાય છે. ઉપાસના હળવી વિચારધારાને સર્જે છે.