SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ * एकान्तभेदाऽभेदयोः प्रतिक्षेपः ૪૪ प प्रतिनियतगुणिविषय इति । अभेदपक्षे तु संशयाऽनुत्पत्तिरेव गुणग्रहणत एव तस्याऽपि गृहीतत्वाद् ” ( आ.नि. ૧૦૩ રૃ.) કૃતિ यथोक्तं विशेषावश्यकभाष्यमलधारवृत्ती अपि " प्रभातसमये मन्द मन्दप्रकाशेऽविरलपत्रनिचिततरुशाखाम निलीनबलाकायाः पत्रविवरेण केनाऽपि किञ्चिच्छुक्लमुपलभ्यते' इत्येवं शुक्लत्वं निश्चीयते, न तु बलाका । 5. एतच्च गुण-गुणिनोः कथञ्चिद् भेदम् अन्तरेण नोपपद्यते, एकान्ताऽभेदे गुणग्रहणे गुणिनोऽवश्यं ग्रहणप्रसङ्गात् । तस्माद् द्रव्याद् गुणादीनां कथञ्चिद् भेदः कथञ्चित् तु अभेद" (वि.आ.भा. २१११ मल.वृ. पृ. ७४५ ) इति । સ્થાના પળમૂત્રવૃત્તી (સ્થા.૨/૪/૧૦૬/પૃ.૧૪૮) માવતીસૂત્રવૃત્તી (મ.યૂ.૧૨/૧૦/૪૬૮/પૃ.૧૨) વાપિ પ્રાયઃ र्णि प्रबन्धो दृश्यते। ४३२ का एवमेवावयवाऽवयविनोरपि भेदाऽभेदौ ज्ञेयौ ' कङ्कणदशायां यदेव कनकद्रव्यं कुण्डलतो भिन्नम् आसीत् तदेव कुण्डलावस्थायां ततोऽभिन्नमित्यादिप्रतीतेः सार्वजनीनत्वात् । કાગડો, કોયલ વગેરે પણ તદન જુદા જ છે. તો પછી સફેદ રૂપને જોઈને બગલા વગેરેની શંકા કામ થાય ? કાગડા વગેરેની શંકા કેમ ન થાય ? પરંતુ સફેદ વસ્તુને જોઈને માણસને શ્વેતવર્ણવિશિષ્ટવિષયક જ સંશય પડે છે, કાગડા-કોયલ વગેરેની શંકા થતી નથી. તેથી માનવું પડે કે ગુણ અને ગુણી વચ્ચે એકાન્તે ભેદ નથી. તથા જો ગુણ-ગુણી વચ્ચે સર્વથા અભેદ માનવામાં આવે તો સંશય જ ઉત્પન્ન ન થઈ શકે. કારણ કે શ્વેતવર્ણસ્વરૂપ ગુણનો નિશ્ચય કરવાથી શ્વેત બગલાનો (કે ધજાપતાકા વગેરેનો) પણ નિશ્ચય થઈ જ ગયો છે. ગુણ-ગુણીનો એકાન્તે અભેદ જ હોય તો ગુણના નિર્ણયનો વિષય ગુણી બની જ જાય છે. તેથી અભેદપક્ષમાં ગુણદર્શન પછી ગુણીગોચર શંકાને અવકાશ રહેતો જ નથી.” * ધર્મી અનિશ્વય ગુણ-ગુણીભેદ સાધક 1 ብ (ચો.) વિશેષાવશ્યકભાષ્યની મલધારવ્યાખ્યામાં પણ જણાવેલ છે કે “વહેલી સવારે અત્યંત મંદ -મંદ પ્રકાશ હોય તે સમયે નિરંતર પાંદડાઓથી ખીચોખીચ ભરેલા વડલા વગેરે વૃક્ષની શાખામાં છૂપાયેલા બગલાના શ્વેતરૂપનું કોઈક પાંદડાના બાકોરામાંથી દર્શન થતાં ‘અહીં કાંઈક સફેદ દેખાય છે' - આવો નિર્ણય થાય છે. પરંતુ ‘અહીં’ બગલો દેખાય છે' - એવો નિશ્ચય થતો નથી. જો ગુણ-ગુણી વચ્ચે કથંચિત્ ભેદ ન હોય તો આ અનિશ્ચય સંગત થઈ ન શકે. કારણ કે ગુણ-ગુણી વચ્ચે એકાંતે અભેદ હોય તો ગુણનું જ્ઞાન થતાં ગુણીનું પણ અવશ્ય જ્ઞાન થઈ જવાની સમસ્યા સર્જાય. આમ ગુણનો નિશ્ચય થવા છતાં ગુણીનો અનિશ્ચય ઊભો રહેવાથી નક્કી થાય છે કે દ્રવ્યથી ગુણાદિ કથંચિત્ ભિન્ન છે અને કથંચિત્ અભિન્ન છે.” સ્થાનાંગસૂત્રવૃત્તિમાં તથા ભગવતીસૂત્રવૃત્તિમાં પણ આવો સંદર્ભ મળે છે. * અવયવ-અવયવી વચ્ચે ભેદાભેદ (વ.) આ જ રીતે અવયવ-અવયવી વચ્ચે પણ ભેદાભેદ જાણવા. કારણ કે જે સ્થળે સોનાના કંકણને તોડીને તેમાંથી કાનના કુંડલ બનાવવામાં આવે છે તે સ્થળે સર્વ લોકોને સ્વરસથી એવી પ્રતીતિ થાય છે કે ‘જે સુવર્ણ દ્રવ્ય કંકણદશામાં કુંડલથી ભિન્ન હતું તે જ સુવર્ણ કુંડલઅવસ્થામાં કુંડલથી અભિન્ન છે.' તેથી અવયવ અને અવયવી વચ્ચે ભેદાભેદ નિર્વિવાદપણે સિદ્ધ થાય છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy