________________
૪/૨
प
रा
* सम्यक्त्वशुद्ध्या चारित्रान्तरङ्गशुद्धिः -પ્રમાળમીમાંસાવૃત્તિ-ષડ્વર્શનતમુયવૃ વૃત્તિ-વીતરા સ્તોત્રવૃત્તિ-સ્વાદાવમગ્નર્યાતો (સ.ત.૩/૬૦/પૃ.૭રૂ૦, સ્વા.ર./ ૮/પૃ.૭૪૧, સ્થા..સ્ત.૭/૩૮, પ્ર.મી.૧/૧/૩૨, ૫.સ.હ્તો.૭, વી.હ્તો.૮/૭, સ્વા.મ.વ્યા.૨૪) વિસ્તરતો દ્રષ્ટવ્યમ્। प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - "जं सम्मं ति पासहा तं मोणं ति पासहा । जं मोणं ति पासहा तं सम्मं ति पासहा” (आ. ५/३/१५६) इत्येवम् आचाराङ्गे सम्यक्त्व - मौनयोः या समव्याप्तिः प्रदर्शिता तत्प्रयोजनन्त्वेवं ज्ञायते यदुत सम्यक्त्वप्राप्त्या चारित्रं भावचारित्रतया परिणमति, सम्यक्त्वयोग-क्षेम म -शुद्धि-वृद्धितः भावचारित्रयोग - क्षेम-शुद्धि-वृद्धयः सम्पद्यन्ते । सम्यक्त्वप्राबल्ये चारित्रमपि प्रबलीभवति। र्शु सम्यक्त्वपारदृश्वा हि चारित्रपारगमनाय प्रभविष्णुः भवति । यद्यपि चारित्राचारपालनतः चारित्रशुद्धिः सम्पद्यते परं सा चारित्रस्य बहिरङ्गशुद्धिः । तस्य अन्तरङ्गशुद्धिस्तु सम्यक्त्वशुद्ध्यधीना । अत एव सम्यक्चारित्रयोग-क्षेम-शुद्धि-वृद्धि-परिपूर्णताकामिभिः बाह्यचारित्राचारपालनेन सह सम्यक्त्वयोग -क्षेम-शुद्धि-वृद्धि-परिपूर्णताकृते सततं यतनीयम्। इत्थमेवाचाराङ्गसूत्रोक्त-सप्तमगुणस्थानकवर्तिका नैश्चयिकसम्यग्दर्शनं लभ्येत सम्यग्दर्शन- ज्ञान - चारित्रैक्यञ्च सम्पद्येत । नैश्चयिकसम्यक्त्वोपलब्धये च द्रव्यानुयोगपरिशीलनमपि बाह्यचारित्राचारपालनतुल्यमेव आवश्यकम्। ततो “मुक्खे सुक्खं निराबाहं” (સ.પ્ર.વે.ગ.૧૧૧) કૃતિ સોધારો મોક્ષસુવં પ્રત્યામત્રં ચાત્ ॥૪/રૂ ॥
णि
४२८
ચક્રક વગેરે દોષોનું વિસ્તારથી નિરાકરણ સમ્મતિતર્કવૃત્તિ, સ્યાદ્વાદરત્નાકર, સ્યાદ્વાદકલ્પલતા, પ્રમાણમીમાંસાવૃત્તિ, ષગ્દર્શનસમુચ્ચયબૃહવૃત્તિ, વીતરાગસ્તોત્રવૃત્તિ (પ્રભાનંદસૂરિકૃત), સ્યાદ્વાદમંજરી વગેરે ગ્રંથોમાં ઉપલબ્ધ છે. જિજ્ઞાસુએ ત્યાં જોવું.
ચારિત્રનું ચાલકબળ : સમ્યક્ત્વ
આધ્યાત્મિક ઉપનય :- “જેને તું સકિત તરીકે જુએ છે, તેને મુનિપણું જાણ. જેને તું મુનિપણા સ્વરૂપે જુએ છે, તેને તું સમકિત સ્વરૂપે જો” - આ પ્રમાણે આચારાંગસૂત્રમાં સમ્યક્ત્વ અને મૌન વચ્ચે જે સમવ્યાપ્તિ જણાવેલ છે, તેનું આધ્યાત્મિક રહસ્ય એવું જણાય છે કે સમ્યક્ત્વની પ્રાપ્તિ દ્વારા ચારિત્ર
સુ એ ભાવચારિત્ર બને છે, સમ્યક્ ચારિત્રસ્વરૂપ બને છે. સમકિતના યોગ-ક્ષેમથી ભાવચારિત્રનો યોગ-ક્ષેમ
થાય છે. સમ્યક્ત્વની શુદ્ધિ-વૃદ્ધિ દ્વારા ચારિત્રની શુદ્ધિ-વૃદ્ધિ થાય છે. પ્રાપ્ત થયેલ ચારિત્રનું બળ સમ્યકત્વનું બળ વધવાથી વધે છે. તથા પ્રાપ્ત થયેલ ચારિત્રનો પાર પામવા માટે સમ્યક્ત્વનો પાર પામવો જરૂરી છે. સમ્યક્ત્વની શુદ્ધિ કે વૃદ્ધિ વિના ચારિત્રની શુદ્ધિ કે વૃદ્ધિ શક્ય નથી. યદ્યપિ ચારિત્રાચારના પાલન દ્વારા ચારિત્રની શુદ્ધિ થાય છે પરંતુ તે શુદ્ધિ બહિરંગ છે. ચારિત્રની અંતરંગ શુદ્ધિ તો સમ્યક્ત્વની શુદ્ધિ વિના શક્ય જ નથી. તેથી ચારિત્રસંબંધી યોગ, ક્ષેમ, શુદ્ધિ, વૃદ્ધિ અને પરિપૂર્ણતાને ઈચ્છતા આત્માર્થી જીવે બાહ્ય ચારિત્રાચારના ચુસ્ત પાલનની સાથે સમ્યગ્દર્શનસંબંધી યોગ, ક્ષેમ, શુદ્ધિ, વૃદ્ધિ અને પરિપૂર્ણતા માટે સતત પ્રયત્નશીલ રહેવું આવશ્યક છે. એવું થાય તો જ આચારાંગજીમાં બતાવેલ સપ્તમગુણસ્થાનકવર્તી નૈશ્ચયિક સમ્યગ્દર્શન મળે અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા સંપન્ન થાય. તેથી નૈશ્ચયિક સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અર્થે દ્રવ્યાનુયોગનો માર્મિક અભ્યાસ કરવો પણ તેટલો જ આવશ્યક છે. તેનાથી સંબોધપ્રકરણમાં દર્શાવેલ પીડારહિત મોક્ષસુખ નજીક આવે છે. (૪/૩)
1. यत्सम्यगिति पश्यत तन्मौनमिति पश्यत । यद् मौनम् इति पश्यत तत्सम्यगिति पश्यत । 2. मोक्षे सौख्यं निराबाधम् ।