SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૨ • अर्पिताऽनर्पितदृष्ट्या प्रतीतिपरामर्श: 0 ४२५ तदुक्तम् अष्टसहस्रीतात्पर्यविवरणे अपि महोपाध्यायश्रीयशोविजयगणिवरैः प्रथमपरिच्छेदे “एतेन प सत्त्वं नावच्छिन्नम्, अनवच्छिन्नस्यैव सत्तामहासामान्यस्य सर्वैः प्रतीयमानत्वात्, तत्र स्वरूपादेरवच्छेदकस्य कल्पने च तस्याऽपि सप्तभङ्गीनयेनाऽनवस्थिततद्व्यवस्थार्थमप्यवच्छेदकान्तरमपेक्षणीयम्, तत्राप्यन्यदित्येवं । ज्ञप्तिप्रतिपन्थिन्यनवस्था दुरुद्धरेति न कथमपि सप्तभङ्गीक्रमेण शाब्दबोधोपपत्तिरिति पशुपालप्रलपितम् म अपास्तम्, ___ अनर्पितदृष्ट्याऽनवच्छिन्नेऽप्यर्पितदृष्ट्याऽवच्छिन्नत्वप्रतीतेः सार्वजनीनत्वात्, केनचिन्नयेन स्वरूपादेः स्वरूपतोऽवच्छेदकत्वं निर्णीयैवास्तित्वादिप्रवृत्तेरनवस्थाया अभावाद्” (अ.स.ता. प्रथमः परिच्छेदः का.१५, पृ. १ 9૬૪) રૂતા વિરોધ કરી શકતી નથી. જ્યાં સુધી વ્યક્તિને જિજ્ઞાસા હોય ત્યાં સુધી જ વસ્તુનિષ્ઠ અનેકાંતમાં રહેલ પ્રવાહાત્મક અનેકાંતની જાણકારીની આવશ્યકતા રહે છે. તેનાથી આગળ નહિ. આમ અવચ્છેદક અનવસ્થાની જેમ ગ્રાહ્ય અનવસ્થા જ્ઞપ્તિનો વિરોધ ન કરી શકવાથી દોષરૂપ નથી. આવું જૈનોનું તાત્પર્ય સમજવું. પશુપાલમતવિમર્શ (9 (તકુમ્) અષ્ટસહસ્રી તાત્પર્યવિવરણ ગ્રંથના પ્રથમ પરિચ્છેદમાં પણ મહોપાધ્યાય શ્રીયશોવિજયગણિવરે પશુપાલમતને દર્શાવતા જણાવેલ છે કે “સત્તા કોઈથી નિયંત્રિત નથી. કોઈ પણ અવચ્છેદકથી = નિયંત્રકથી નિયંત્રિત થયા વિના જ સત્તા મહાસામાન્ય બધા દ્વારા જણાય છે. જો સત્તાના સ્વરૂપ વગેરેનો કોઈ નિયંત્રક = અવચ્છેદક હોય - એવી કલ્પના કરવામાં આવે તો સપ્તભંગીનયની અપેક્ષાએ અનવસ્થિત એવા તે નિયંત્રકનો બીજો અવચ્છેદક = નિયંત્રક માનવો પડશે, તેનો વળી ત્રીજો નિયંત્રક માનવો | પડશે. આ રીતે નવા-નવા અલગ-અલગ અવદકની અપેક્ષા રાખવાથી અનવસ્થા દોષ લાગુ પડશે. તે તે અવચ્છેદકના જ્ઞાન માટે નવા-નવા અવચ્છેદકની કલ્પના કરવાથી જ્ઞપ્તિવિરોધી એવી અનવસ્થા છે. બનશે. અર્થાત્ અંતિમ અવચ્છેદકનું જ્ઞાન ન થવાથી પ્રથમ અવચ્છેદકનું પણ જ્ઞાન નહિ થઈ શકે. આમ અનવસ્થા દોષનું નિવારણ ન થઈ શકવાથી સપ્તભંગીના ક્રમથી કોઈ પણ રીતે કોઈને પણ શાબ્દબોધ થઈ નહિ શકે” – આ પ્રમાણે પશુપાલે અનેકાંતવાદ સામે અનવસ્થા દોષનો આક્ષેપ કરેલ છે. | માલ સાવચ્છિન્ન-નિરવચ્છિન્ન પ્રતીતિનું સમર્થન - (સન) પરંતુ તે નિરાધાર છે. કારણ કે વસ્તુનું સ્વરૂપ સાવચ્છિન્ન = નિયંત્રિત અને અનવચ્છિન્ન = અનિયંત્રિત એમ બે પ્રકારનું હોય છે. અનર્પિત દૃષ્ટિથી (= અવચ્છેદક પ્રત્યે ઉદાસીન એવી દૃષ્ટિથી) સર્વ લોકોને વસ્તુનું સ્વરૂપ અનવચ્છિન્ન = એવચ્છેદકઅનિયત્રિંત જણાય છે. તથા અર્પિતદૃષ્ટિથી = અવચ્છેદક સાપેક્ષ અભિપ્રાયથી જોવામાં આવે તો સર્વ લોકોને વસ્તુનું સ્વરૂપ સાવચ્છિન્ન = ગુણધર્મવિશેષનિયંત્રિત જણાય છે. તેથી સપ્તભંગીના પ્રથમ ભાંગામાં પ્રતીયમાન મહાસામાન્યસ્વરૂપ સત્તાનો પણ બોધ અર્પિતદષ્ટિથી સાવચ્છિન્નરૂપે થઈ શકે છે. આમ ચોક્કસ પ્રકારના નયના આધારે વસ્તુના સ્વરૂપ વગેરેમાં સ્વરૂપતઃ અવચ્છેદકતાનો નિર્ણય કરીને જ સપ્તભંગીમાં અસ્તિત્વ વગેરેનો બોધ થવાની પ્રવૃત્તિ થાય છે. તેથી જ્ઞપ્તિમાં અનવસ્થા દોષને અહીં અવકાશ નથી. આમ સપ્તભંગીક્રમથી વસ્તુનો બોધ નિરાબાધ રહેશે.” આમ અષ્ટસહસ્ત્રીતાત્પર્યવિવરણમાં પશુપાલમતનું નિરાકરણ કરેલ છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy