________________
३९४
• अविरोधकल्पनायां निर्दोषता 0
૪/૩ स. संयोग-विभागादिवत् तथाकल्पनेऽपि को दोषः ? स प्रतियोगित्वस्य एकस्य अनुगतत्वेन प्रतियोगि-तदभावयोः
तन्न, संयोग-विभागादिवत् तथाकल्पनेऽपि को दोषः ? न हि कपिसंयोग-विभागयोरिव भेदाभेदयोः मिथः समानाधिकरणत्वे कमपि दोषं पश्यामः ।
किञ्च, भेदस्य भेदाभावप्रतियोगित्वेन भेदाभावस्य च भेदाभावाभावप्रतियोगित्वेन प्रतियोगित्वस्य म स्वाश्रयनिष्ठानुयोगित्वनिरूपितप्रतियोगित्वस्य वा एकस्य भेद-भेदाभावयोः अनुगतत्वेन प्रतियोगि
થી વિરોધ દોષ અસંગત થી (તત્ર) (૧) આ દલીલ યોગ્ય નથી. કેમ કે જેમ સંયોગ અને વિભાગ વગેરે ગુણોમાં પરસ્પર વિરોધ નથી તેમ ભેદ અને અભેદ વચ્ચે વિરોધ નથી તેવી કલ્પના કરવામાં શું વાંધો આવે ? કોઈ નહિ. આશય એ છે કે દીવાલને બન્ને હાથ અડકેલા હોય તેમાંથી એક હાથ ત્યાંથી છુટો પડીને વૃક્ષને સ્પર્શે તેવી સ્થિતિમાં વૃક્ષસંયોગ અને દીવાલવિભાગ નામના બે ગુણો એક જ હાથમાં ઉત્પન્ન થાય છે. નવ્ય ન્યાયની પરિભાષામાં કહીએ તો વૃક્ષસંયોગ દીવાલવિભાગનો સમાનાધિકરણ છે. અર્થાત્ દિવાલવિભાગપ્રતિયોગિક અભાવનો અસમાનાધિકરણ વૃક્ષસંયોગ છે. માટે તે બન્ને પરસ્પર અવિરોધી છે. અથવા એમ પણ કહી શકાય કે વૃક્ષમાં શાખાઅવચ્છેદન કપિસંયોગ છે તથા મૂલવિચ્છેદન કપિવિભાગ રહે છે. તેથી કપિસંયોગ અને કપિવિભાગ બન્ને પરસ્પર સમાનાધિકરણ હોવાથી અવિરોધી
છે. આ વાત એકાંતવાદી તૈયાયિકોને માન્ય છે. તેથી ગ્રંથકારશ્રી એકાંતવાદીની સામે જણાવે છે કે આ શબ્દતઃ સંયોગ અને વિભાગ વચ્ચે વિરોધ જણાતો હોવા છતાં અર્થતઃ તે બન્નેમાં જેમ કોઈ વિરોધ
નથી, તેમ શતઃ ભેદ અને અભેદ વચ્ચે વિરોધ જણાવા છતાં અર્થતઃ તે બન્નેમાં કોઈ વિરોધ નથી. - આ પ્રમાણે માનવામાં શું દોષ આવે ? મતલબ કે “કપિસંયોગ અને કપિવિભાગની જેમ ભેદ અભેદને 2 સમાનાધિકરણ છે? - તેવું માનવામાં અમને અનેકાન્તવાદીને કોઈ દોષ જણાતો નથી.
૬ ભેદભેદમાં એકત્ર વ્યાપ્યવૃત્તિતા : પ્રાચીન જૈનાચાર્ય , (
જિગ્ય) જો કે નૈયાયિક પ્રતિયોગી અને તેના અભાવ વચ્ચે વિરોધ માને છે. તેથી ભેદ અને ભેદભાવ વચ્ચે નૈયાયિક વિરોધનું ઉદ્દભાવન કરે છે. પરંતુ આ વ્યાજબી નથી. કારણ કે ભેદભાવ પણ ભેદભાવાભાવનો પ્રતિયોગી છે. અર્થાત ભેદમાં જેમ ભેદભાવની પ્રતિયોગિતા રહેલી છે, તેમ ભેદભાવમાં ભેદભાવાભાવની પ્રતિયોગિતા રહેલી છે. આમ ભેદમાં (પ્રતિયોગીમાં) અને ભેદભાવમાં પ્રતિયોગિતા નામનો અનુગત ગુણધર્મ રહેલો છે. (જેમ રૂપમાં અને રસમાં ગુણત્વ અનુગત જાતિ રહેવાથી રૂપમાં અને રસમાં એકાંતે વિરોધ નથી, તેમ) ભેદમાં અને ભેદભાવમાં પ્રતિયોગિત્વ નામનો અનુગત ધર્મ રહેવાથી તે બન્નેમાં એકાંતે વિરોધ નથી. અથવા ભેદમાં અને ભેદભાવમાં સ્વાશ્રયનિષ્ઠાનુયોગિતાનિરૂપિત પ્રતિયોગિતા સ્વરૂપ એક અનુગત ગુણધર્મ રહી શકે છે. દા.ત. ઘટભેદના આશ્રય પટમાં રહેલી અનુયોગિતાથી નિરૂપિત પ્રતિયોગિતા ઘટભેદમાં રહે છે. તથા ઘટભેદભાવના આશ્રય ઘટમાં રહેલી અનુયોગિતાથી નિરૂપિત પ્રતિયોગિતા ઘટભેદભાવમાં રહે છે. આમ ઘટભેદમાં અને ઘટભેદભાવમાં