________________
. विरोधस्य विशिष्य विश्रान्तत्वम् । विरोधस्यापि विशिष्य विश्रान्तत्वात्, गुण-गुण्यादिभेदाभेदाद्यविरोधकल्पनायामेव लाघवात् । ।
अत एव गुञ्जायां कृष्णत्व-रक्तत्वयोरिव नाऽनयोः दृष्टः तत्र समावेश: किन्तु दाडिमे स्निग्धोष्णत्वयोरिवाऽविभागवृत्त्येति प्राञ्चः । -तदभावयोः विरोधस्यापि विशिष्य एव विश्रान्तिः, न तु सर्वथा; गुण-गुण्यादिभेदाभेदाद्यविरोध- प कल्पनायामेव शरीरकृतलाघवात् । विरोधो नाम स्वाभावसामानाधिकरण्यम्, अविरोधस्तु स्वसामानाधिकरण्यलक्षणः इति शरीरलाघवसहकारेण सार्वत्रिक-सार्वजनीन-स्वरसवाहिप्रत्यक्षसहकारेण च गुण । -गुणिनोः पर्याय-पर्यायिणोश्च भेदाऽभेदाऽभ्युपगमे लेशतोऽपि विरोधः नास्ति।
अत एव गुञ्जायां कृष्णत्व-रक्तत्वयोरिव नाऽनयोः दृष्टः तत्र समावेशः किन्तु दाडिमे पित्त -श्लेष्मनाशकयोः स्निग्धोष्णत्वयोरिवाऽविभागवृत्त्येति प्राञ्चः ।
गुञ्जायां कृष्णत्व-रक्तत्वयोरव्याप्यवृत्तितेति गुञ्जोदाहरणेन न भेदाऽभेदयोः अत्यन्तमविरोधः सिध्यतीति व्याप्यवृत्तिस्निग्धतोष्णताऽन्वितदाडिमोदाहरणोपादानमर्हतीत्यवधेयम् । સ્વાશ્રયનિષ્ઠાનુયોગિતાનિરૂપિત પ્રતિયોગિતા નામનો ગુણધર્મ હોવાથી ભેદ અને ભેદભાવ વચ્ચે એકાંતે વિરોધ નથી. તેથી તૈયાયિક પ્રતિયોગી અને તેના અભાવ વચ્ચે જે વિરોધ માને છે તે વિરોધ એકાંતે માનવો ઉચિત નથી. પરંતુ અમુક અપેક્ષાએ જ (= વિશિષ્ય) તે વિરોધ ફલિત થાય છે. આ વિરોધકોટિમાંથી ગુણ-ગુણી વગેરેનો ભેદભેદ બાકાત થઈ જાય છે. કારણ કે ગુણ-ગુણીના ભેદભેદમાં વિરોધની કલ્પના કરવામાં ગૌરવ છે. જ્યારે અવિરોધની કલ્પના કરવામાં લાઘવ છે. તે આ રીતે - વિરોધ એટલે સ્વઅભાવસામાનાધિકરણ્ય. અવિરોધ એટલે સ્વસામાનાધિકરણ્ય. આમ દ્રવ્યમાં ગુણાદિપ્રતિયોગિક ભેદ અને અભેદ- આ બન્નેને અવિરુદ્ધ માનવામાં શરીરકૃત લાઘવ નામનો ગુણ પ્રાપ્ત થાય છે. તેથી “ગુણ -ગુણીમાં અને પર્યાય-પર્યાયીમાં ભેદાભેદ માનવામાં લેશ પણ વિરોધ નથી' - આવું શરીરલાઘવના નું સહકારથી અને સાર્વત્રિક સાર્વલૌકિક સ્વરસવાહી પ્રત્યક્ષના સહકારથી સિદ્ધ થાય છે. ચણોઠી - દાડમ દૃષ્ટાન્તનો નિર્દેશ
Cણી (કત વ.) ગુણ અને ગુણી વગેરેમાં પરસ્પર ભેદ અને અભેદ માનવામાં લેશ પણ વિરોધ નથી. આ જ કારણસર ગુણ-ગુણીમાં ભેદભેદનો સમાવેશ, ચણોઠીમાં શ્યામવર્ણ અને રક્તવર્ણના સમાવેશની જેમ નથી થતો. પરંતુ દાડમમાં પિત્તનાશક સ્નિગ્ધતાના અને કફનાશક ઉષ્ણતાના સમાવેશની જેમ પરસ્પર અવિભક્ત વૃત્તિથી થાય છે. આ પ્રમાણે પ્રાચીન શ્વેતાંબર જૈનાચાર્યનો મત છે.
જ રક્ત અને શ્યામ વર્ણમાં એકત્ર અવ્યાખ્રવૃત્તિતા જ (પુષ્પા.) રક્ત અને શ્યામ વર્ણ પરસ્પર વિરુદ્ધ કહેવાય છે. તેમ છતાં એક જ ચણોઠીમાં રક્ત અને શ્યામ વર્ણ – આ બન્નેનો સમાવેશ થાય છે. ચણોઠી અમુક ભાગમાં લાલ હોય છે અને અમુક ભાગમાં કાળી હોય છે. આમ પરસ્પર વિભક્ત રીતે = અવ્યાખવૃત્તિત્વ સ્વરૂપે) બન્ને વર્ણનો ચણોઠીમાં સમાવેશ થાય છે. પરંતુ ચણોઠીના જે ભાગમાં શ્યામ વર્ણ હોય છે ત્યાં તો રક્ત વર્ણ નથી જ હોતો. આથી રક્ત અને શ્યામ વર્ણમાં અત્યંત અવિરોધ સિદ્ધ નથી થતો.