________________
सामानाधिकरण्यादितो भेदाभेदाविरोधसिद्धिः
३८९
T
可
इदञ्चात्राऽवधेयम् – ययोः पदार्थयोः सर्वथा भेदः अभेदो वा तद्द्बोधकपदयोः नैव प सामानाधिकरण्यं वैयधिकरण्यं वा सम्भवति किन्तु ययोः भेदसंवलिताऽभेदः तादृशस्थले एव । તતશ્વ દ્રવ્ય-પર્યાયયોઃ પ્રાન્તમેતે ‘મૃદ્રઃ પટ' તિવદ્ ‘મૃત્ વટઃ' તિવદ્ વા ‘મૃદ્રઃ પિણ્ડઃ' કૃતિ, 'मृत् पिण्डात्मिका' इति वा न प्रतीयेत व्यवह्रियेत वा । एकान्ताऽभेदे तु 'घटो घटः' इतिवद्, ‘घटस्य घट’ इतिवद् वा ‘मृत् पिण्डात्मिका' इति, ‘मृदः पिण्ड' इति वा न प्रतीयेत व्यवहियेत वा। ततश्च प्रसिद्धप्रतीत्यादिबलेन द्रव्य-पर्याययोरपि भेदानुविद्धाऽभेदाऽभ्युपगम आवश्यकः । क इत्थं शाब्दिकसामानाधिकरण्य-वैयधिकरण्ययोरस्खलवृत्त्योपलम्भाद् द्रव्ये गुण-पर्याययोः भेदाऽभेदोभयसिद्धिः प्रत्यक्षादेव प्रमाणाद् जायमाना केन प्रत्याख्येया ? कथं वा तत्र विरोध उद्भावनीयः ? इदमेवाऽभिप्रेत्य आचाराङ्गसूत्रवृत्ती श्रीशीलाङ्काचार्येण अपि " न हि दृष्टेऽनुपपन्नं नाम । नच છે. તેનાથી સિદ્ધ થાય છે કે ઘડો પટ કરતાં જેમ અત્યંત ભિન્ન છે તેમ લાલ રૂપ કરતાં ઘડો અત્યંત ભિન્ન નથી, પરંતુ કથંચિત્ ભિન્ન છે. અર્થાત્ ‘દ્રવ્ય અને ગુણ વચ્ચે પરસ્પર કથંચિદ્ ભેદ (= અભેદવિશિષ્ટ ભેદ) રહેલો છે’ તેમ સિદ્ધ થાય છે. આ રીતે દ્રવ્ય-પર્યાય અંગે સમજી લેવું. * સામાનાધિકરણ્ય અને વૈયઘિકરણ્ય અંગે વિચારણા
र्णि
का
(રૂવગ્યા.) અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે જે બે પદાર્થમાં અત્યંત ભેદ કે અત્યંત અભેદ હોય તે પદાર્થનો બોધ કરાવવા માટે સમાનવિભક્તિકત્વસ્વરૂપ શાબ્દિક (= શબ્દનિષ્ઠ) સામાનાધિકરણ્ય ષષ્ઠીવિભક્તિગર્ભિતત્વસ્વરૂપ શાબ્દિક વૈયધિકરણ્ય સંભવિત નથી. જ્યાં ભેદસંવલિત અભેદ હોય ત્યાં જ સામાનાધિકરણ્ય અને વૈયધિકરણ્ય સંભવે. તેથી દ્રવ્ય અને પર્યાય વચ્ચે જો એકાંતે ભેદ હોય સુ તો ‘માટીનો પટ’ આ પ્રતીતિ કે શબ્દરચના જેમ નથી થતી, તેમ ‘માટીનો પિંડ’ આ પ્રતીતિ કે વ્યવહાર પણ થઈ ન શકે. તથા અત્યંત ભિન્ન હોવાથી ‘માટી પટ છે' આ પ્રતીતિ કે શબ્દરચના થતી નથી, બા તેમ ‘માટી પિંડસ્વરૂપ છે' - આવી પ્રતીતિ કે વ્યવહાર થઈ ન શકે. તેમ જ દ્રવ્ય અને પર્યાય વચ્ચે
સર્વથા અભેદ હોય તો ‘ઘડો ઘડો' આ પ્રતીતિ થતી નથી, તેમ ‘માટી પિંડ છે’ આ પ્રતીતિ થઈ સ ન શકે. અથવા ‘ઘડાનો ઘડો' - આ પ્રતીતિ થતી નથી, તેમ ‘માટીનો પિંડ’ આ પ્રતીતિ કે વ્યવહાર થઈ ન શકે. તેથી ઉપરોક્ત પ્રસિદ્ધ પ્રામાણિક પ્રતીતિ વગેરેના બળથી દ્રવ્ય અને પર્યાય વચ્ચે પણ કેવલ ભેદ કે કેવલ અભેદ નહિ પણ ભેદઅનુવિદ્ધ અભેદ માનવો જરૂરી છે.
' પ્રત્યક્ષપ્રસિદ્ધ અર્થમાં અવિરોધ - જૈન
(i.) આ રીતે દ્રવ્યને અને ગુણ-પર્યાયને દર્શાવનારા શબ્દોમાં શાબ્દિક સામાનાધિકરણ્ય અને શાબ્દિક વૈયધિકરણ્ય સર્વ લોકોને અસ્ખલદ્ વૃત્તિથી (= લક્ષણાથી નહિ પણ શક્તિનામક પદવૃત્તિથી) પ્રતીત થાય છે. તેથી દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે ભેદાભેદઉભયની સિદ્ધિ પ્રત્યક્ષથી થાય છે. પ્રત્યક્ષ પ્રમાણથી થતી પ્રસ્તુત ભેદાભેદની સિદ્ધિને કોણ અટકાવી શકે ? અથવા તો દ્રવ્યમાં ગુણાદિના ભેદાભેદનો સ્વીકાર કરવામાં કઈ રીતે વિરોધનું ઉદ્ભાવન થઈ શકે ? અર્થાત્ ન જ થઈ શકે. આ જ અભિપ્રાયથી શ્રીશીલાંકાચાર્યજીએ પણ આચારાંગસૂત્રની વ્યાખ્યામાં જણાવેલ છે કે “પ્રત્યક્ષ પ્રમાણથી જોયેલ પદાર્થને
૪/૨
-
-
-