________________
• प्रत्यक्षविषये विरोधाऽसम्भवः । રસ ૩ - “ર દિ પ્રત્યક્ષદૃષ્ટડળે વિરોથી નામ' () प सकलप्रमाणप्रष्ठप्रत्यक्षसिद्धेऽर्थेऽनुमानमेष्टव्यम्” (आ.सू.१/५/५/१६३ पृ.२२४) इत्युक्तम् । यथोक्तं सम्मति
તવૃત્તો પ “ન દિ ફુટેડનુપન્ન નામ” (૪.ત.9/9/g.૭૧) તિા “ર દિ કુરેડપિ અનુપપન્નતા નામ” । (प्र.वा.२/२१० अल.पृ.६९७) इति प्रमाणवार्त्तिकाऽलङ्कारे प्रज्ञाकरगुप्तः। तदुक्तं वाचस्पतिमिश्रेण अपि म न्यायकणिकायां “न हि करिणि दृष्टे चीत्कारेण तम् अनुमिमते प्रेक्षावन्तः"- (न्या.क.पृ.१९१, शब्दलेशभेदेन
तत्त्वचिन्तामणि-अनुमानखण्ड-पक्षताप्रकरणोद्धृतं पृ.६२८) इति । उक्तञ्च अन्यत्राऽपि “न हि प्रत्यक्षदृष्टेऽर्थे * વિરોધો ના” () રૂઢિા क एतेन गुण-पर्यायनिवृत्तौ नियमेन द्रव्यं निवर्तते चेत् ? तर्हि ततो द्रव्याऽभेदः एव, द्रव्याणि ऽनिवर्तने तु ततो द्रव्यभेद एवेति कथमेकत्र भेदाऽभेदोभयमिति विकल्पयुगलोद्भावनमपि निरस्तम्, વિશે અસંગતિ ન હોઈ શકે. કારણ કે પ્રત્યક્ષ પ્રમાણ સર્વ પ્રમાણમાં બળવાન છે. સર્વ પ્રમાણમાં બળવાન એવા પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ એવા પદાર્થની સિદ્ધિ માટે અનુમાન પ્રમાણની આવશ્યકતા રહેતી નથી.” સંમતિતર્કવ્યાખ્યામાં પણ જણાવેલ છે કે “પ્રત્યક્ષ પ્રમાણથી દેખેલી બાબતમાં અસંગતિ ન હોઈ શકે.” પ્રમાણવાર્તિકાલંકારમાં બૌદ્ધાચાર્ય પ્રજ્ઞાકરગુપ્ત પણ આ જ વાત જણાવી છે. વાચસ્પતિમિશ્ર નામના વિદ્વાને પણ ન્યાયકણિકામાં જણાવેલ છે કે “સાક્ષાત્ હાથીને જોયા પછી “આ હાથી છે' - તેવું સિદ્ધ કરવા માટે હાથીના ચિત્કાર દ્વારા હાથીની અનુમિતિ અનુમાનપ્રિય બુદ્ધિશાળી માણસો કરતા નથી.” અન્યત્ર પણ જણાવેલ છે કે “પ્રત્યક્ષ પ્રમાણથી પ્રતીત એવા અર્થનો સ્વીકાર કરવામાં વિરોધ ન આવી
શકે.” પ્રસ્તુતમાં દ્રવ્ય અને ગુણાદિ વચ્ચે ભેદભેદ પ્રત્યક્ષસિદ્ધ = પ્રત્યક્ષપ્રમાણદષ્ટ) છે. તેથી તેનો Cી સ્વીકાર કરવામાં કોઈ વિરોધ આવતો નથી - તેવું તાત્પર્ય છે.
જ દ્રવ્યની નિવૃત્તિ-અનિવૃત્તિનો વિકલ્પ છે પૂર્વપક્ષ :- (ર્તન) દ્રવ્ય અને ગુણાદિ અંગે બે પ્રકારના પ્રશ્ન ઉભા થાય છે. તે આ પ્રમાણે – ગુણ અને ક્રિયા રવાના થતાં દ્રવ્ય અવશ્ય રવાના થાય છે કે નહિ ? જો ગુણની અને પર્યાયની નિવૃત્તિ થતાં દ્રવ્યની અવશ્ય નિવૃત્તિ થતી હોય તો ગુણ અને પર્યાય સાથે દ્રવ્યનો અભેદ જ હોવો જોઈએ. તથા ગુણની અને પર્યાયની નિવૃત્તિ થતાં દ્રવ્યની નિવૃત્તિ થવાનો નિયમ ન હોય તો ગુણ અને પર્યાય કરતાં દ્રવ્ય ભિન્ન જ હોય. આ રીતે દ્રવ્ય અને ગુણાદિ વચ્ચે કાં તો અભેદ હશે કાં તો ભેદ હશે. પરંતુ ભેદભેદ ઉભય એકત્ર કઈ રીતે રહી શકે ?
સ્પષ્ટતા :- ઘટ હાજર થતાં કુંભ અવશ્ય હાજર થાય. તથા ઘટનો નાશ થતાં કુંભનો અવશ્ય નાશ થાય. તેથી ઘટ અને કુંભ અભિન્ન છે, સમનિયત છે. આ રીતે જો દ્રવ્ય અને ગુણાદિ પરસ્પર સમનિયત હોય તો દ્રવ્યમાં ગુણાદિનો અભેદ જ હોય. તથા દ્રવ્ય અને ગુણાદિ જો અસમનિયત હોય તો દ્રવ્ય અને ગુણાદિ પરસ્પર ભિન્ન જ હોય. પરંતુ દ્રવ્યમાં ગુણાદિનો ભેદ અને અભેદ બન્ને ન હોય.