________________
૪/૪ • क्रमाक्रमानेकान्तदोषारोपणम् ।
३६७ प्रथमपक्षे सिद्धसाध्यता, द्वितीयेऽपि पक्षे विरोधादिदोषः।
किञ्च, किं क्रमेण सर्वमनेकान्तात्मकम् उत योगपद्येन ? आद्ये सिद्धसाध्यता, द्वितीये तु स एव । તોષ-III पेक्षया पुत्रत्व-पितृत्व-भ्रातृत्व-भर्तृत्व-स्वामित्व-नृपत्व-शत्रुत्व-मित्रत्वाद्यनेकधर्मात्मकताया अभ्युपगमात् ।
द्वितीयेऽपि पक्षे विरोध-संशयादिदोषः, पितृत्व-पुत्रत्व-शत्रुत्व-मित्रत्वादिधर्माणां मिथो विरुद्धत्वाद् निरपेक्षतयैकत्र तत्समावेशे सर्वान् प्रति अविशेषरूपेण रामस्य पितृत्व-पुत्रत्वाद्यापत्तेः। तथा च । लोक-शास्त्रविरोधः संशयादिश्च । ___ किञ्च, किं क्रमेण सर्वमनेकान्तात्मकम् उत यौगपद्येन ? आद्ये सिद्धसाध्यता, एकस्मिन् । घटादौ श्याम-रक्तरूपादेः देवदत्तादौ च बालत्व-तरुणत्वादेः क्रमेण अभ्युपगमात्। द्वितीये तु स ઇવ વિરોધાદ્રિષ: ૨ / રીતે ભ્રાતૃત્વ, પતિત્વ, સ્વામિત્વ, નૃપત્ર, શત્રુત્વ, મિત્રત્વ આદિ અનેક વિલક્ષણ ગુણધર્મો તે જ રામચંદ્રજીમાં ક્રમશઃ લક્ષ્મણ, સીતા, હનુમાન, અયોધ્યાવાસી સામાન્ય જનતા, રાવણ, સુગ્રીવ આદિની અપેક્ષાએ રહે છે. તેથી અનેકવિધવસ્તુગત ગુણધર્મને સાપેક્ષ અનેકધર્માત્મકતા તો અમે એકાંતવાદીઓ માન્ય કરીએ જ છીએ. પ્રતિવાદીને સંમત તેવી વસ્તુની સિદ્ધિ વાદી દ્વારા કરવામાં આવે ત્યારે વાદીને સિદ્ધસાધ્યતા (= સિદ્ધસાધન) દોષ લાગુ પડે છે.
હા, નિરપેક્ષ અનેકાંતમાં વિરોધ દોષ as (દ્વિતીયેડજિ.) જો વિવિધ વસ્તુમાં રહેલ ગુણધર્મોથી નિરપેક્ષપણે તમામ વસ્તુઓને અનેકાન્તાત્મક (= અનેકધર્માત્મક) માનવામાં આવે તો પણ સ્યાદ્વાદીને વિરોધ આદિ દોષ લાગુ પડશે. કેમ કે પિતૃત્વ છે -પુત્રત્વ, શત્રુત્વ-મિત્રત્વ આદિ ગુણધર્મયુગલ પરસ્પર વિરુદ્ધ છે. તેથી નિરપેક્ષપણે તેનો એકત્ર સમાવેશ થઈ ન શકે. નિરપેક્ષપણે તેનો એકત્ર સમાવેશ કરવો તેનો અર્થ એ થાય કે “રામચંદ્રજી તમામ લોકોના પિતા, પુત્ર, મિત્ર, શત્રુ વગેરે છે.” આવું માનવામાં વિરોધ તથા સંશય વગેરે દોષો લાગુ પડશે.
- અનેકાન્તરૂપતા ક્રમથી કે યુગપત? (શિષ્ય) વળી, જૈનો સામે એકાંતવાદીઓ એવો પ્રશ્ન કરે છે કે – સર્વ વસ્તુઓ શું ક્રમશઃ અનેકાન્તાત્મક (= અનેકધર્માત્મક) છે કે એકીસાથે અનેકધર્માત્મક છે? જો દરેક વસ્તુ ક્રમશ: અનેકવિરુદ્ધધર્માત્મક = અનેક વિરુદ્ધ ધર્મોના આશ્રયસ્વરૂપ હોય તો જૈનોને સિદ્ધસાધ્યતા નામનો દોષ લાગુ પડશે. કારણ કે ઘડો પાકની પૂર્વે શ્યામ હોય છે અને પાક પછી લાલ થાય છે. તેથી કાળાશ, લાલાશ નામના વિરુદ્ધ ગુણધર્મો એક જ ઘડામાં કાળક્રમે અમારા મતે સિદ્ધ જ છે. તે જ રીતે બાળત્વ, કિશોરત્વ, વૃદ્ધત્વ, રોગીત, નિરોગીત વગેરે અનેક વિરુદ્ધ ગુણધર્મો કાળક્રમે એક જ દેવદત્તાદિ વ્યક્તિમાં સંભવી શકે છે. આ વાત અમારા મતે સિદ્ધ જ છે. તેને વળી સાધવાનો પ્રયત્ન કરવાની જરૂર શી ? તેમ છતાં સ્યાદ્વાદી તેવું કરે તો તેને સિદ્ધસાધ્યતા નામનો દોષ લાગુ પડે. તથા દરેક વસ્તુ જો એકસાથે અનેકધર્માત્મક હોય તો તે જ વિરોધ આદિ દોષો લાગુ પડશે. એકીસાથે એક જ વ્યક્તિમાં બાળત્વ, કિશોરત, વૃદ્ધત્વ આદિ ગુણધર્મોને માનવામાં વિરોધ દોષ સ્પષ્ટ છે.