________________
३६६ ० सिद्धसाध्यतादिदोषविमर्श: 0
૪/૪ भेदरूपमभेदरूपं वा दृष्टं नाऽभ्युपगम्यते अदृष्टञ्च भेदाऽभेदात्मकमभ्युपगम्यत इति दृष्टहान्यदृष्टમાં રાજ્યના૭-૮ાા अ तथा च कल्पितस्याऽभाव एव स्यात्।
___किञ्च, किं नानावस्तुधर्माऽपेक्षया सर्वमनेकान्तात्मकम् उत तन्निरपेक्षतया प्रत्येकम् सर्वं वस्तु इति ? प गुणादिभेदनिरूपिताधारताया गुणाद्यभेदीयाधारतायाश्चाऽवच्छेदकत्वं कुत्र ? इत्यपि संशयितमेव स्यात् " स्याद्वादे । न ह्येकस्यैव धर्मस्य युगपदेकत्रसमाविष्टमिथोविरुद्धधर्मद्वयाधारतावच्छेदकत्वं सम्भवति ।।६।।
भेदरूपमभेदरूपं वा दृष्टं नाऽभ्युपगम्यते अदृष्टञ्च भेदाऽभेदात्मकमभ्युपगम्यत इति दृष्टहान्यदृष्टकल्पने ।।७-८।। तथा च कल्पितस्याऽभाव एव स्यात् ।।
किञ्च, किं नानावस्तुधर्माऽपेक्षया सर्वमनेकान्तात्मकम् उत तन्निरपेक्षतया इति? प्रथमपक्षे क सिद्धसाध्यता, एकस्यापि रामस्य दशरथ-लवणाङ्कुश-लक्ष्मण-सीता-हनुमदयोध्याप्रजा-रावण-सुग्रीवाद्य
આધારતા રહે અને કયા સ્વરૂપે ગુણાદિના અભેદની આધારતા રહે? - આવો પણ સંશય પડશે. અર્થાત્ દ્રવ્યનિષ્ઠ ગુણાદિપ્રતિયોગિક ભેદથી નિરૂપિત એવી આધારતાનો અવચ્છેદક ધર્મ કોણ બને ? તથા ગુણાદિઅભેદની આધારતાનો અવચ્છેદક ધર્મ કોણ બનશે ? આવો સંશય પણ અનેકાંતમતમાં દુર્વાર બનશે. કારણ કે એકત્ર યુગપત્ સમાવેશ પામનાર બે વિરુદ્ધ ધર્મની આધારતાનો અવચ્છેદક ધર્મ એક તો ન જ હોય.
જેનમતમાં દૃષ્ટહાનિ - અષ્ટકલ્પના દોષનો આક્ષેપ ક (૭-૮) દષ્ટહાનિ-અદેખકલ્પના :- (મ.) દ્રવ્યમાં ગુણાદિનો ભેદભેદ માનવામાં દષ્ટહાનિ અને અષ્ટકલ્પના નામના નવા બે દોષો પણ ઉપસ્થિત થાય છે. કોઈ પણ દ્રવ્યમાં કાં તો ગુણાદિનો ભેદ જણાય કાં તો અભેદ જણાય. પરંતુ ભેદભેદ તો ક્યાંય પણ જણાતો નથી. તેથી દષ્ટ = પ્રસિદ્ધ એવા ભેદને કે અભેદને ન સ્વીકારવાથી દષ્ટની = પ્રમાણપ્રસિદ્ધ પદાર્થની હાનિ (= ત્યાગ) વજલેપ બનશે. તથા એક પદાર્થમાં બીજા પદાર્થનો ભેદાભેદ ક્યાંય પ્રસિદ્ધ નથી. જ્યારે સ્યાદ્વાદી તો દ્રવ્ય અને ગુણાદિની વચ્ચે ભેદાભદાત્મકતા માને છે. તેથી પ્રમાણથી અદષ્ટની (=અપ્રસિદ્ધની) કલ્પના કરવાનો દોષ પણ જૈનમતમાં દુર્વાર બનશે. તેથી દ્રવ્ય અને ગુણાદિ વચ્ચે જૈનકલ્પિત ભેદાભદાત્મકતાનો ઉચ્છેદ જ થશે.
# જેનો સામે સિદ્ધસાધ્યતા દોષારોપણ ક (૯) સિદ્ધસાધ્યતા :- (વિષ્ય.) વળી, અનેકાંતવાદના સ્વીકારમાં નવી સમસ્યા એ ઉપસ્થિત થાય છે કે વિવિધ વસ્તુના ગુણધર્મની અપેક્ષાએ તમામ પદાર્થ અનેકાંતાત્મક છે કે પછી વિવિધ વસ્તુના ગુણધર્મથી નિરપેક્ષપણે અનેકાંતાત્મક છે ? જો વિવિધ વસ્તુના ગુણધર્મની અપેક્ષાએ સર્વ પદાર્થને અનેકાંતાત્મક (= અનેકધર્માત્મક) માનવામાં આવે તો અનેકાંતવાદીને સિદ્ધસાધ્યતા દોષ આવશે. કારણ કે અલગ અલગ વસ્તુના ગુણધર્મની અપેક્ષાએ વસ્તુમાં અનેક ધર્માત્મકતા એકાંતવાદીઓને પણ માન્ય જ છે. દા.ત. એક જ રામચંદ્રજીમાં દશરથનિષ્ઠ પિતૃત્વ ધર્મની અપેક્ષાએ પુત્રત્વ નામનો ગુણધર્મ રહે છે. લવણ-અંકુશમાં રહેલ પુત્રત્વ ધર્મની અપેક્ષાએ રામચંદ્રજીમાં પિતૃત્વ નામનો ગુણધર્મ રહે છે. આ