________________
३६८
नियतार्थक्रियोच्छेदापत्तिः । ___ किञ्च, अनेकधर्मान् वस्तु किमेकेन स्वभावेन नानास्वभावैः वा व्याप्नुयात् ? आये तेषामेकत्वं स वस्तुनो वा नानात्वं स्यात् । द्वितीये तानपि नानास्वभावान् किमेकेन स्वभावेन किं वा नानास्वभावैः स व्याप्नुयात् ? इत्यादिचर्चायामेकत्वापत्त्यनवस्थे ।।१०-११।।
किञ्च, सर्वस्यानेकान्तात्मकत्वे जलादेरनलत्वाद्यापत्ती जलानलाद्यर्थिनो नियतप्रवृत्त्यनुपपत्तिः। को हि
किञ्च, अनेकधर्मान् वस्तु किमेकेन स्वभावेन अनेकस्वभावैः वा व्याप्नुयात् ? आये तेषा'मेकत्वम् एकस्वभावेन वस्तुव्यापनात्; वस्तुनो वा नानात्वं स्यात्, एकस्वभावेन अनेकधर्मव्याप्तेः । स द्वितीये तानपि अनेकस्वभावान् वस्तु किमेकेन स्वभावेन किं वा नानास्वभावैः व्याप्नुयात् ? म एकस्वभावेन अनेकस्वभावव्याप्तौ अनेकस्वभावानां सैव एकत्वापत्तिः । वस्तुनो नानास्वभावैः अनेक
गुणधर्मनियामकानेकस्वभावव्याप्तौ तानपि नानास्वभावान् वस्तु किमेकेन स्वभावेन किं वा नानाविध" स्वभावैः व्याप्नुयात् ? इत्यादिचर्चायामेकत्वापत्त्यनवस्थे ।।१०-११।। क किञ्च, सर्वस्यानेकान्तात्मकत्वे जलादेरनलत्वाद्यापत्तौ जलानलाद्यर्थिनो नियतप्रवृत्त्यनुपपत्तिः ।
- અનેક ગુણધર્મમાં એકત્વ આપત્તિ ના (૧૦) એકત્વાપત્તિ :- (વિગ્ય, અને.) વળી, અનેકાંતવાદનો સ્વીકાર કરીને સર્વ વસ્તુને અનેકધર્માત્મક = અનેકવિરુદ્ધધર્મવિશિષ્ટ માનવામાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે (A) વસ્તુ શું એક સ્વભાવથી અનેક ગુણધર્મોને પ્રાપ્ત કરશે કે (B) અલગ અલગ સ્વભાવથી અનેક ગુણધર્મોને પ્રાપ્ત કરશે ? (A) જો વસ્તુ એકસ્વભાવથી જ અનેક ગુણધર્મોને પ્રાપ્ત કરે તો તે અનેક ગુણધર્મો એક = અભિન્ન થઈ જવાની આપત્તિ આવશે. કેમ કે તેઓ એક જ સ્વભાવથી વસ્તુમાં રહે છે. જો એક સ્વભાવથી વસ્તુમાં સ રહેવા છતાં તે ગુણધર્મો અનેક હોય તો એક સ્વભાવથી અનેક ગુણધર્મોને રાખનાર તે વસ્તુ પણ અનેક બનવાની આપત્તિ આવશે.
0 અનેકરવભાવવ્યાતિમાં અનવસ્થા [. (૧૧) અનવસ્થા :- (દ્વિતીયે તા.) (B) જો “વસ્તુ જુદા જુદા પૂર્વોક્ત સ્વભાવથી અનેક ગુણધર્મોને પ્રાપ્ત કરે તેવું માનવામાં આવે તો ફરીથી પ્રશ્ન ઉભો થશે કે વસ્તુ તે અનેકસ્વભાવોને શું એક જ સ્વભાવથી ધારણ કરે છે કે અનેક સ્વભાવથી ? જો એક સ્વભાવથી અનેક સ્વભાવોને વસ્તુ ધારણ કરે તો તે અનેક સ્વભાવો એક થઈ જવાની આપત્તિ આવે. તથા જો અનેક ગુણધર્મોને રાખવામાં નિયામક એવા અનેક સ્વભાવોને (E, F G) વસ્તુ અનેક સ્વભાવોથી (X, Y, Z) ધારણ કરે તો ફરીથી ત્યાં પ્રશ્ન ઉભો થશે કે તે અનેક સ્વભાવ (X, Y, Z) વસ્તુમાં શું એક સ્વભાવથી રહે છે કે અનેક સ્વભાવથી રહે છે ? પ્રથમ વિકલ્પમાં અનેક સ્વભાવને ફરીથી એક થવાની આપત્તિ આવશે. તથા બીજા વિકલ્પના સ્વીકારમાં પુનઃ પૂર્વોક્ત પ્રશ્ન પ્રાપ્ત થવાથી અનવસ્થા ચાલશે. અર્થાત્ તે પ્રશ્નની પરંપરાનો ક્યારેય અંત નહિ આવી શકે.
> અનેકાંતમાં અનિયત પ્રવૃત્તિનો આક્ષેપ છે. (૧૨) નિયત પ્રવૃત્તિનો ઉચ્છેદ :- (શિગ્ય, સર્વ) વળી, સર્વ વસ્તુને અનેકધર્માત્મક (= અનંત