________________
જ શાખા - 3 અનુપેક્ષા જ પ્ર.૧ નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. કાર્ય-કારણનો અભેદ માનવો જરૂરી શા માટે છે ? ૨. કાર્યોત્પત્તિ અંગે ચાર મત જણાવો. ૩. અભેદપક્ષમાં નિયત દ્રવ્યવ્યવહાર સંભવે અને અત્યંતભેદપક્ષમાં તે ન સંભવે સમજાવો. ૪. લોકવ્યવહારથી દ્રવ્ય-ગુણાદિકનો અભેદ સમજાવો. ૫. “સ્વતંત્ર સાધન” અને “પ્રસંગ આપાદન' વિશે દષ્ટાંતથી સમજાવો.
અવયવીને અવયવથી અભિન્ન માનવામાં ન આવે તો લાગતા દોષો સ્યાદ્વાકલ્પલતાના આધારે
જણાવો. ૭. સામાન્ય લક્ષણા પ્રયાસત્તિને નૈયાયિક દર્શનના આધારે સમજાવો. ૮. “ધર્મજન્ધનાતો ધર્મજ્યના તળીયતી' - સમજાવો. ૯. સત્કાર્યવાદી અને અસત્કાર્યવાદી વચ્ચે તફાવત જણાવો. પ્ર.૨ નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. ૧. અતીત જોયાકાર દ્રવ્યાર્થથી સત્ શી રીતે બને ? ૨. કાર્ય સત્ હોય છે - આ વિશે ઈશ્વરકૃષ્ણના પાંચ મુદા જણાવો. ૩. યોગાચાર નામના બૌદ્ધની માન્યતા જણાવો. ૪. ત્રીજી શાખામાં મુખ્યતયા શેનું નિરાકરણ કરવામાં આવ્યું છે ? ૫. આવિર્ભાવની અને તિરોભાવની વેદાંતસંમત વ્યાખ્યા જણાવો. ૬. પરદર્શનીઓ પ્રત્યે શ્રી હેમચંદ્રાચાર્યજીનું મંતવ્ય જણાવો. ૭. રત્નના દષ્ટાંતથી દ્રવ્ય-ગુણ-પર્યાયમાં ઐક્ય સમજાવો. ૮. “સમય” શબ્દના વિવિધ અર્થ જણાવો. ૯. દિગંબરના મત મુજબ અવયવ-અવયવીના અભેદની સિદ્ધિ કરો. ૧૦. જૈનદર્શનમાં સર્વદર્શનનો સમાવેશ દષ્ટાંત દ્વારા સમજાવો. પ્ર.૩ વાક્ય સાચું છે કે ખોટું ? ખોટું હોય તો સુધારીને લખો. ૧. મત્સર = પરપક્ષનો તિરસ્કાર અને સ્વપક્ષનો અંધપક્ષપાત. ૨. લૌગાક્ષભાસ્કરના મતે તંતુ પટમાં આશ્રિત છે. ૩. સૌત્રાન્તિક બૌદ્ધના મતે બાહ્ય પદાર્થનું પ્રત્યક્ષ થઈ શકે. ૪. વિષયના ચાર પ્રકાર છે - વિશેષ્ય, વિશેષણ, પ્રકાર, સંબંધ. ૫. કાળગર્ભિત વિશેષણતાસંબંધને માનવાથી અતિરિક્ત સમવાય સંબંધને માનવાની આવશ્યકતા રહેતી
નથી.