________________
३/१२ • अतीतज्ञेयाकारसत्त्वविचार
३३१ તઘટવાવચ્છિન્ન જોયાકાર તદ્રવ્યનિરૂપિત દ્રવ્યાર્થથી સત્ માનીશું તો જ યુક્તિસંગત થાઈ. જો ઈમ ન માનીશું તો વિષયસ્વરૂપ જે વર્તમાન જ્ઞાનવિષયતા તે કિમ સંભવે ?" દ્રવ્યથી છતા અતીત ઘટનઇ વિષઈ, વર્તમાનશેયાકારરૂપ પર્યાયથી “હવણાં” અતીત ઘટ જાણ્યો જાઈ છઈ. क्रियते तदा एव अतीतघटादिभानं युक्तिसङ्गतं स्यात्, अन्यथा विषयस्वरूपा या वर्तमानज्ञानविषयता प सा कथं सम्भवेत् ? तस्मात् तत्र घटत्वेन रूपेणाऽसतोऽपि मृदादिद्रव्यरूपेण सत एव घटादेः .. वर्तमानकालीन-तद्घटत्वाऽवच्छिन्न-ज्ञेयाकारपर्यायतो भानमङ्गीक्रियते स्याद्वादिभिः। अत एव ‘इदानीमिति प्रत्ययोऽपि तत्र सङ्गच्छते। ततः = तस्मात् कारणात् साम्प्रतपर्ययेणैव = वर्तमान- म कालीनज्ञेयाकारपर्यायरूपेणैव तस्य = अतीतघटादेः सत्त्वं ध्रुवं = निश्चितम् इति सिद्धम् ।
अयमाशयः - स्फुटितघटकपालादीनि दृष्ट्वा 'अहो ! सोऽयं घटः। अधुना स्फुटितोऽयं । घटो मया ज्ञातः। नीयतां युष्माकम् अयं घटः। सच्छिद्रं घटं नीत्वा भवान् कुत्र गच्छति ?, मदीयं स्फुटितं घटं यूयं क्षिपत' इति प्रतीयते व्यवह्रियते च सर्वैः आर्यजनैः। अत एव सा णि - આવું જો સ્વીકારવામાં આવે તો જ અતીત ઘટાદિનું ભાન યુક્તિસંગત બને. જો તાદશ શેયાકારને તે સ્વરૂપે સત્ માનવામાં ન આવે તો વર્તમાનકાલીન જે વિષયસ્વરૂપ વિષયતા છે તે કઈ રીતે સંભવી શકે? તેથી અતીતઘટભાસ્થળે ઘટવરૂપે અસત્ હોવા છતાં પણ માટી વગેરે દ્રવ્યસ્વરૂપે સત્ એવા જ ઘટનું વર્તમાનકાલીન તદ્ઘટત્વઅવચ્છિન્ન જોયાકાર પર્યાયથી ભાન થાય છે. આ મુજબ અમે સ્યાદ્વાદીઓ માનીએ છીએ. તેથી જ તેવા સ્થળે “હમણાં આવી પ્રતીતિ પણ સંગત થઈ શકશે. તે કારણથી વર્તમાનકાલીન (= સાંપ્રતકાલીન) શેયાકાર પર્યાયરૂપે જ અતીત ઘટ ચોક્કસ સત્ છે - તેવું સિદ્ધ થાય છે. સાદી ભાષામાં આનું અર્થઘટન એવું થાય કે “ફૂટેલો ઘડો (અતીત વિષય) વર્તમાનમાં (= સ સાંપ્રત કાલીન પર્યાયથી) હાજર (= સત્) છે.
છે અતીત યાકાર દ્રવ્યાર્થથી સતુ છે (ગા) આશય એ છે કે કોઈ વ્યક્તિનો ખોવાયેલો ઘડો શોધવા માટે આપણે ઘણી મહેનત કર્યા બાદ રૂમનો દરવાજો ખોલતાં આપણા નિમિત્તે દરવાજા સાથે અથડાઈને ત્યારે ફૂટેલા ઘડાના ઠીકરાં વગેરેને સ જોઈને “ઓહ! આ રહ્યો તે ઘડો, મેં હમણાં જ તૂટેલા આ ઘડાને જાણ્યો' - આ પ્રમાણે પ્રતીતિ થાય છે. તથા તે વ્યક્તિને ઉદેશીને બોલતાં હોઈએ છીએ કે “લો, આ રહ્યો તમારો ઘડો તેને લઈ જાવ.” સછિદ્ર (=કાણો) ઘટ લઈને તમે ક્યાં ચાલ્યા ?', 'તિરાડવાળો ઘડો તમે સાંધી આપો.” “મારો ફૂટેલો ઘડો તમે ફેંકી દો.” આવા પ્રકારના લોકવ્યવહાર પ્રસિદ્ધ છે. દરવાજો અથડાવાથી ઘડાની કોઈ કાંકરી ખરી જવાથી ઘડામાં છિદ્ર પડે કે ઘડામાં તિરાડ પડે કે ઘડાના બે ટુકડા થયેલા હોય કે ઘડાનો ચૂરેચૂરો થઈ ગયો હોય – આ સર્વ સ્થળે નૈયાયિકમતે ઘટધ્વંસ એકસરખો છે. પરંતુ ઉપરોક્ત પ્રાથમિક ત્રણ અવસ્થામાં ઘડા તરીકેની પ્રતીતિ સહજ રીતે થતી હોય છે - એવું આપણે જોઈ ગયા. આ પ્રતીતિ એકાદ વ્યક્તિને નથી થતી, પરંતુ તમામ આર્યજનોને થાય છે. તેથી જ તેને ભ્રમાત્મક માની ન શકાય. તે '... ચિહ્રદયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો. (૯) + સિ.માં છે.