SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ३३२ * ज्ञानविषयता विषयस्वरूपा प्रतीतिः व्यवहृतिश्च न भ्रमात्मिका । प्रमात्वाद् एव च तत्र भासमानविनष्टघटत्वाऽवच्छिन्नज्ञेयाकारः अतीतघटीयमृद्द्रव्यनिरूपितद्रव्यार्थनयाऽभिप्रायेण सन् इति मन्तव्यम्। ન 4 रा ज्ञाने ज्ञेयः यत्स्वरूपेण ज्ञायते तत्स्वरूपं ज्ञेयाकारः उच्यते । स च ज्ञेयाकारः ज्ञानविषयीभूतपदार्थपर्यायः एव । स हि ज्ञाने प्रतिभासमानत्वात् कथञ्चिद् ज्ञानसापेक्षः ज्ञानविषयताऽपराऽभिधानः स्वनिरूपितविषयितासम्बन्धेन ज्ञाने वर्त्तत एव । ततश्च साकारमेव तत् । “ शुद्धतरपर्यायास्तिकेन च निराकारस्य ज्ञानस्य अर्थग्राहकत्वाऽसम्भवात् साकारं ज्ञानम् अभ्युपगतम्” (स.त. १/६/वृ. पृ. ४०५) इति कु सम्मतितर्कवृत्तिकारः । “न चाऽनाकारं तज्ज्ञानम्, पदार्थान्तरवद् विवक्षितपदार्थस्याऽपि अपरिच्छेदप्रसङ्गाद्” र्णि (वि.आ.भा.४९ वृ.) इति विशेषावश्यकभाष्यवृत्ती श्रीहेमचन्द्रसूरयः । ज्ञाननिरूपितविषयता च विषयस्वरूपैवेति विनष्टघटाऽसत्त्वे तु विषयस्वरूपा वर्तमानज्ञाननिरूपितविनष्टघटविषयता कथम् अस्खलद्रूपेण सर्वैरेव का शिष्टलोकैः ज्ञाने ज्ञायेत ? ततश्च तद्द्रव्यनिरूपितद्रव्यास्तिकनयाऽऽदेशेन अतीतज्ञेयाकारः साम्प्रतं सन् इत्यभ्युपगमः युक्तः इति स्याद्वादी नैयायिकं प्रज्ञापयति । ज्ञानगताऽऽकारस्वरूपञ्च वक्ष्यते પ્રતીતિ પ્રમાત્મક હોવાથી જ ત્યાં ભાસમાન તઘટત્વઅવચ્છિન્ન વિનષ્ટઘટ-નિષ્ઠઘટત્વવિશિષ્ટ શેયાકારને અતીતઘટીય માટીદ્રવ્યનિરૂપિત (= સાપેક્ષ) એવા દ્રવ્યાર્થનયના અભિપ્રાયથી સત્ માનવો જરૂરી બની જાય છે. આમ શિષ્ટવ્યવહારના આધારે અતીતઘટસંબંધી માટીદ્રવ્યની ઉપર પોતાની દૃષ્ટિને કેન્દ્રિત કરનાર દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ, અતીત ઘટત્વથી નિયંત્રિત શેયાકાર વર્તમાનકાળમાં સત્ છે. જી વિષયતા વિષયસ્વરૂપ છે. ) (જ્ઞાને.) જ્ઞાનના વિષયને જ્ઞેય કહેવાય. તેનું જ્ઞાનમાં જે સ્વરૂપે ભાન થાય તેને શેયાકાર કહેવાય. આ શેયાકાર જ્ઞાનવિષયીભૂત પદાર્થનો એક પર્યાય જ છે. તથા તે આકાર જ્ઞાનમાં જણાતો હોવાથી કથંચિત્ જ્ઞાનસાપેક્ષ છે. તેથી તે જ્ઞેયાકારને નૈયાયિકની પરિભાષા મુજબ ઓળખાવવો હોય તો ‘જ્ઞાનવિષયતા’ શબ્દથી તેને નવાજી શકાય. તે વિષયતા સ્વનિરૂપિતવિષયતાસંબંધથી જ્ઞાનમાં વિદ્યમાન જ હોય છે. આમ જ્ઞાન સાકાર છે. “શુદ્ધતર પર્યાયાસ્તિકનયથી તો નિરાકાર જ્ઞાન અર્થગ્રાહક બની શકતું જ નથી. તેથી જ્ઞાન સાકાર મનાયેલ છે” - આ મુજબ સમ્મતિતર્કવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ દર્શાવેલ છે. આ અંગે મલધારી શ્રીહેમચંદ્રસૂરિજીએ વિશેષાવશ્યકભાષ્યવૃત્તિમાં જણાવેલ છે કે ‘જ્ઞાનને નિરાકાર ન માની શકાય. કારણ કે જો જ્ઞાનમાં વિષયાકાર ગેરહાજર હોય તો જેમ ઘટજ્ઞાન દ્વારા પટનો નિશ્ચય થતો નથી તેમ ઘટનો પણ નિશ્ચય થઈ નહિ શકે. કારણ કે તે ઘટજ્ઞાનમાં પટાકારની જેમ ઘટાકારનો ઘટવિષયતાનો પણ અભાવ જ છે.' માટે શેયાકારને (= વિષયતાને) સ્વનિરૂપિત વિષયિતાસંબંધથી જ્ઞાનમાં માનવો જરૂરી છે. તથા જ્ઞાનવિષયતા જ્ઞાનીય વિષયતા = જ્ઞાનનિરૂપિત વિષયતા તો, પ્રાચીન નૈયાયિકના મત મુજબ, વિષયસ્વરૂપ જ છે. જો વિષય (= ફૂટેલો ઘડો ઘડારૂપે) હાજર ન હોય તો વિષયસ્વરૂપ એવી વર્તમાનજ્ઞાનનિરૂપિત વિષયતાનું બધા જ શિષ્ટ લોકો પોતાના જ્ઞાનમાં અસ્ખલિતરૂપે કઈ રીતે અવગાહન કરી શકે ? તેથી તે જ્ઞેયાકારને ઉપરોક્ત દ્રવ્યાર્થિકનયના આદેશથી વર્તમાનમાં સત્ માનવો યુક્તિસંગત છે. આ મુજબ સ્યાદ્વાદી તૈયાયિકને જણાવે છે. જ્ઞાનમાં = = = રૂ/૨
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy