________________
३/११० परिपक्व-प्रबल-परिशुद्धज्ञानमाहात्म्येन आत्मा भावनीयः - ३२९ __ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – मोक्षप्रयोजककेवलज्ञानौपयिकक्षपकश्रेणिसाधनीभूतशुक्लध्यान- - कृते धर्मध्याननैपुण्यमावश्यकम् । तदर्थं ज्ञानं परिपक्वं परिशुद्धञ्च कार्यम् । 'ज्ञानमात्मस्वरूपम्, ज्ञानं विना अहम् अपूर्णः, ज्ञानं विना मदीयमस्तित्वं भयग्रस्तम्, ज्ञानं विना अन्यत् सर्वम् रा असारम्' इत्येवं ज्ञानमाहात्म्यं यावन्न हृदयस्थं भवति न तावद् ज्ञानं परिपक्वं, प्रबलं, परिशुद्धं म परिपूर्णञ्च भवति । इत्थं चेतसिकृत्य “अक्षयम् अव्याबाधम् अपुनरावृत्तिकम् उपादेयस्थानम्” (बृ.क.भा. .. ६४९० वृ.पृ.१७०७) इति बृहत्कल्पभाष्यवृत्तिविभावनया मोक्षप्रणिधानं दृढीकृत्य, ज्ञानमाहात्म्यं विभाव्य, ज्ञानमय-चैतन्यस्वरूप-विज्ञानघनात्मस्वभावस्थैर्याऽऽशयेन, अनेकान्तवादमर्यादायां स्थित्वा, ज्ञानाद्वैत- क वादिमतमवलम्ब्य आध्यात्मिकमार्गे द्रुतमभिगन्तव्यम् । एवमत्र योगाचारमतमुचितरीत्या आदरणीयम्। “વિજ્ઞાનમીત્રમબેવું વાદ્યસંનિવૃત્તી વિનેયાનું વર્ણાશ્વતાશ્રિત્ય યા દેશનાSઈત:(શા.વા..૬/૬૨) इति शास्त्रवार्तासमुच्चयानुसारेण अपि ज्ञानाऽद्वैतवादप्रयोजनं विभावनीयम् ।।३/११॥ का ખંભાદિજ્ઞાનને મિથ્યા કહીને ખંભાદિને કાલ્પનિક = જ્ઞાનાકાર માત્ર સ્વરૂપ કહી ન શકાય. આથી જ્ઞાનભિન્ન બાહ્ય સ્તંભ, ઘટ, પટ વગેરે પદાર્થો પણ જ્ઞાનની જેમ વાસ્તવિક જ સિદ્ધ થાય છે. જ્ઞાનાતવાદી યોગાચારના મતનું વિસ્તારથી નિરાકરણ મહોપાધ્યાયજી મહારાજે સ્યાદ્વાદકલ્પલતામાં (સ્તબક ૪+૫) કરેલ છે. જિજ્ઞાસુ વાચકવર્ગ ત્યાં દષ્ટિપાત કરી શકે છે.
% યોગાચાર મતનું આધ્યાત્મિક મૂલ્યાંકન ક આધ્યાત્મિક ઉપનય :- મોક્ષે જવા માટે કેવલજ્ઞાન જોઈએ. કેવલજ્ઞાન મેળવવા ક્ષપકશ્રેણિ માંડવી જોઈએ. ક્ષપકશ્રેણિ માટે શુક્લધ્યાન જોઈએ. તે માટે ધર્મધ્યાનમાં કુશળ બનવું જોઈએ. તે માટે જ્ઞાન પરિપક્વ-પરિશુદ્ધ બનાવવું પડે. “જ્ઞાન આત્માનું સ્વરૂપ છે. જ્ઞાન વિના હું અધૂરો છું. જ્ઞાન વિના મારું ! અસ્તિત્વ જોખમાશે. જ્ઞાન સિવાય બીજું બધું અસાર છે' - આ પ્રમાણે જ્ઞાનનો મહિમા જ્યાં સુધી હૃદયાંકિત ન થાય ત્યાં સુધી જ્ઞાન (૧) પરિપક્વ, (૨) પ્રબળ, (૩) પરિશુદ્ધ, (૪) પરિપૂર્ણ બનતું નથી. આ વાં બાબતને હૃદયમાં રાખીને, તેમજ “અક્ષય, પીડાશૂન્ય, પુનરાગમનરહિત સ્થાન જ ઉપાદેય છે' - આ પ્રમાણે બૃહત્કલ્પભાષ્યવૃત્તિમાં જે જણાવેલ છે, તેની વિભાવના કરવા દ્વારા દૃઢપણે મોક્ષલક્ષિતાને મનોગત કરી, જરા જ્ઞાનમહિમાથી ભાવિત બની, જ્ઞાનમય ચૈતન્યસ્વરૂપ વિજ્ઞાનઘન આત્મસ્વભાવમાં કાયમ સ્થિર થવાના નિર્મળ આશયથી જ્ઞાનાદ્વૈતવાદી યોગાચાર નામના બૌદ્ધના મતનો, અનેકાંતવાદની ઉચિત મર્યાદામાં રહીને, સ્વીકાર કરવામાં આવે તો આધ્યાત્મિક સાધનાના માર્ગે હરણફાળ ભરીને જીવ આગળ વધી શકે – આવા અભિપ્રાયથી યોગાચારમતનું ઉચિત મૂલ્યાંકન કરવું. “ગૌતમબુદ્ધ ‘વિજ્ઞાનમાત્ર જ પારમાર્થિક વસ્તુ છે. જ્ઞાનભિન્ન પ્રતીયમાન બધું જ મિથ્યા છે' - આવી જ્ઞાનાદ્વૈતવાદદેશના બાહ્ય ધન-ધાન્ય-પત્ની-પરિવારાદિ વસ્તુની આસક્તિને દૂર કરવા માટે જ્ઞાનનયગ્રહણયોગ્ય એવા કેટલાક નિપુણ શિષ્યોને આશ્રયીને ફરમાવી છે ” - આ મુજબ શાસ્ત્રવાર્તાસમુચ્ચયની કારિકાને અનુસરીને પણ જ્ઞાનાદ્વૈતવાદના પ્રયોજનની વિશેષ પ્રકારે ભાવના કરવી. (૩/૧૧)