________________
३२८
* स्तम्भादिकं न ज्ञानाकारमात्रात्मकम्
३/११
]]
भोः ! योगाचार ! 'स्वप्नवत् प्रत्ययत्वात् स्तम्भादिज्ञानमपि अन्यथाभूतमित्यनुमीयते । तथा च ज्ञानाकारमात्रमेव स्तम्भादिकमिति' यदुच्यते त्वया तद् असत्, “तथा सति प्रत्ययत्वाऽविशेषात् त्वदीयमप्यनुमानं मिथ्या स्यात् । मिथ्यात्वग्राहिणोऽनुमानस्य अमिथ्यात्वे वा तत्रैव हेतोः व्यभिचारः " ( शा. दी. मु १/१/५/पृ.५९) इति शास्त्रदीपिकायां पार्थसारथिमिश्रः |
रा
ततश्च सुष्ठुक्तं शाबरभाष्ये “ यस्य च दुष्टं कारणं यत्र च - मिथ्येति प्रत्ययः स एवाऽसमीचीनः પ્રત્યયઃ, નાન્ય:” (શા.મા. )। ધિનુ યોમાવારમતનિરારાં સ્વાદાવપનતાયામ્ (શા.વા.૧.૪/૪ + ૬ /૧-૩૧ રૃ.)|
સ્પષ્ટતા :- નવમા શ્લોકમાં નૈયાયિકે અતીત આદિ પદાર્થ અસત્ ઠરાવી, અસવિષયક જ્ઞપ્તિનું પ્રતિપાદન કરી, તેના બળ ઉપર, ઉપાદાનકારણમાં અસત્ એવા ઉપાદેયની ઉત્પત્તિને સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેનું નિરાકરણ દસમા અને અગિઆરમા શ્લોકમાં અનેકાંતવાદી દ્વારા કરવામાં આવેલ છે. * યોગાચારમતનિરાસ
=
(મો.) ગ્રંથકાર જ્ઞાનાદ્વૈતવાદનું નિરાકરણ કરવા માટે કહે છે કે - ઓ શાનાદ્વૈતવાદી યોગાચાર ! “જે જે પ્રતીતિ હોય તે તે સ્વપ્રપ્રતીતિની જેમ મિથ્યા હોય. તેથી સ્તંભ, ઘટ, પટ વગેરેની પ્રતીતિ પણ મિથ્યા - નિર્વિષયક = બાહ્યવિષયશૂન્ય છે - આ પ્રમાણે અમે અનુમિતિ કરીએ છીએ. માટે થાંભલો વગેરે બાહ્ય વસ્તુ નથી પરંતુ જ્ઞાનનો ક્ષણિક આકારમાત્ર જ છે” - આ મુજબ તમે કહો છો તે ખોટી વાત છે. કારણ કે “જો પ્રતીતિ હોવા માત્રથી સ્તંભજ્ઞાન મિથ્યા હોય તો સ્તંભાદિજ્ઞાનમાં મિથ્યાપણું સિદ્ધ કરનારું તમારું અનુમાન પણ મિથ્યા = નિર્વિષય = સ્વવિષયઅસાધક બની જશે. અર્થાત્ સ્વપ્રજ્ઞાન જેમ પોતાના વિષયને સિદ્ધ નથી કરી શકતું તેમ તમારું અનુમાન પણ ‘સ્તંભાદિજ્ઞાન બાહ્યવિષયરહિત છે' - આની સિદ્ધિ કરી al નહિ શકે. તથા જો સ્તંભાદિજ્ઞાનમાં નિર્વિષયત્વસાધક તમારું અનુમાન અમિથ્યા સવિષયક હોય તો જે જે પ્રતીતિ છે તે તે મિથ્યા નિર્વિષયક જ હોય' - આવી વ્યાપ્તિ વ્યભિચરિત બનશે. કારણ કે મિથ્યાત્વસાધક = મિથ્યાત્વવ્યાપ્ય તરીકે યોગાચારસંમત પ્રતીતિત્વ નામનો હેતુ ઉપરોક્ત યોગાચારપ્રયુક્ત અનુમાનમાં = અનુમિતિમાં હોવા છતાં તેમાં મિથ્યાત્વ નામનું વ્યાપક = સાધ્ય યોગાચારમતે રહેતું નથી” - આ પ્રમાણે શાસ્રદીપિકા ગ્રંથમાં પાર્થસારથિમિશ્ર નામના મીમાંસકે જણાવેલ છે.
स.
=
દુષ્ટસામગ્રીજન્ય જ્ઞાન મિથ્યા : શાબરભાષ્ય
(ત.) યોગાચારના ખંડન માટે રજૂ કરાયેલ ઉપરોક્ત વાત સાચી છે. તેથી શાબરભાષ્યમાં “જે પ્રતીતિની સામગ્રી દોષગ્રસ્ત હોય તથા જે પ્રતીતિને વિશે ‘આ પ્રતીતિ મિથ્યા ખોટી છે' - આ પ્રમાણે ઉત્તરકાળમાં બાધકપ્રત્યય ઉપસ્થિત થાય તે જ પ્રતીતિ મિથ્યા = અપ્રમા કહેવાય. તે સિવાયની પ્રતીતિને ખોટી ન કહી શકાય' આ પ્રમાણે જે જણાવેલ છે તે વ્યાજબી જ છે. મતલબ એ છે કે દુષ્ટસામગ્રીજન્ય સ્વપ્રજ્ઞાન, દ્વિચંદ્રજ્ઞાન, મૃગજળજ્ઞાન વગેરે મિથ્યા હોવાથી ‘તમામ જ્ઞાન મિથ્યા = ખોટા છે' આમ કહી ન શકાય. સ્તંભ વગેરેને વિશે સ્તંભાદિજ્ઞાન થાય છે તે દુષ્ટસામગ્રીજન્ય નથી. તથા જ્ઞાનોત્તર પ્રવૃત્તિકાળે ‘આ સ્તંભ નથી’ આવી બાધકપ્રતીતિ શિષ્ટ પુરુષોને થતી નથી. તેથી
-
=