________________
३२६
* योगाचारमतप्रतिक्षेपाऽसम्भवः
/??
અવિદ્યાવાસનાઇ અછતા જ ભાસઈ છઈ, જિમ સ્વપ્રમાંહઈ અછતા પદાર્થ ભાસઈ છઈ. બાહ્યાકારરહિત શુદ્ધ જ્ઞાન, તે બુદ્ધનઈં જ હોઇ” - ઇમ કહતો બાહ્યઅર્થઅભાવવાદી યોગાચાર નામઈ ત્રીજો બૌદ્ધ ૨ જ જીપઈ; તેહ માટઈ અછતાનું જ્ઞાન ન હોઈ.
रा
पु घटपटादिः बाह्याकारोऽसन्नेवाऽनादिवितथाऽविद्यावासनावशादेव स्वप्ने इव ज्ञाने प्रतिभासते। बाह्याकारशून्यं विशुद्धज्ञानं तु सुगतस्यैव भवतीत्येवं भवं = संसारं ज्ञानाकारं = ज्ञानस्वरूपं हि = एव जल्पन् = वदन् बाह्यार्थप्रतिक्षेपी योगाचारः ज्ञानाद्वैतवादी तृतीयो बौद्धविशेषः खलु भोः ! म् नैयायिक ! त्वां जयेत्, त्वयाऽपि असतो भानाभ्युपगमात् । साम्प्रतं सर्वथैवाऽसतो विनष्टानुत्पन्नघटादेर्भानाऽङ्गीकारे तु त्वया योगाचारोऽजेयः स्यात् ।
જ્ઞાન જ સત્ છે. સમગ્ર સંસાર ખરેખર જ્ઞાનાકાર સ્વરૂપ જ છે. જ્ઞાનથી ભિન્ન કોઈ પદાર્થ છે જ નહિ. જ્ઞાનથી ભિન્ન ઘટ-પટ વગેરે બાહ્ય પદાર્થો વિશ્વમાં વિદ્યમાન નથી. બાહ્ય પદાર્થના આકારસ્વરૂપે જણાતા ઘટ-પટ આદિ પદાર્થો અસત્ જ છે. તેમ છતાં અનાદિકાલીન મિથ્યા એવી અવિઘાના સંસ્કારના લીધે જ બાહ્યરૂપે અસત્ એવા જ ઘટ-પટાદિ પદાર્થો જ્ઞાનમાં ભાસે છે. જેમ કોઈ દુર્ભાગી ભિખારી રાજ્યને મેળવે તે હકીકત મિથ્યા હોવા છતાં પણ સ્વપ્રમાં તેવી મિથ્યા બાબતનો પ્રતિભાસ થઈ શકે છે, તેમ અસત્ એવા ઘટ-પટાદિ પદાર્થના જ્ઞાનમાં (= પ્રતિભાસમાં) મિથ્યા અવિદ્યાના સંસ્કારો જ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવી જાય છે. બાહ્યાકારશૂન્ય એવું વિશુદ્ધજ્ઞાન તો એક માત્ર તથાગત બુદ્ધને જ હોય છે.’ આ રીતે સંસારને જ્ઞાનાકાર માનનાર યોગાચાર બાહ્ય પદાર્થનું ખંડન કરનાર છે. ‘અતીત આદિ વિષયો સર્વથા અસત્ હોવા છતાં તેનું ભાન થાય છે' - તેવું તમે મૈયાયિકો માનો છો અને યોગાચાર નામના બૌદ્ધ ॥ પણ ‘અસત્ એવા બાહ્ય પદાર્થનું જ્ઞાનમાં ભાન થાય છે’ – તેવું માને છે. તેથી તમને નૈયાયિકોને યોગાચાર
નામના બૌદ્ધ વિદ્વાનો જીતી જશે. આશય એ છે કે ‘વિનષ્ટ અને અનુત્પન્ન એવા ઘટાદિ પદાર્થો ર વર્તમાનકાળમાં સર્વથા જ અસત્ છે. તેમ છતાં જ્ઞાનમાં તેનો પ્રતિભાસ થાય છે’ – એવું માનવામાં આવે તો તમે નૈયાયિકો કદાપિ યોગાચાર નામના ત્રીજા પ્રકારના બૌદ્ધોને જીતી નહિ શકો.
ૐ બૌદ્ધના ચાર સંપ્રદાયની સમજણ
સ્પષ્ટતા :- બૌદ્ધદર્શનમાં મુખ્ય સંપ્રદાયો ચાર છે. (૧) વૈભાષિક, (૨) સૌત્રાન્તિક, (૩) યોગાચાર, (૪) માધ્યમિક. બાહ્ય પદાર્થ ક્ષણભંગુર છે. તેમ છતાં તે સત્ છે. તે ક્ષણભંગુર પદાર્થનું વૈભાષિકમતે પ્રત્યક્ષ થઈ શકે છે. જ્યારે સૌત્રાન્તિકમતે બાહ્ય પદાર્થનું કેવલ અનુમાન પ્રમાણથી જ ભાન થઈ શકે છે. પરંતુ યોગાચારમતે બાહ્ય ઘટ-પટાદિ પદાર્થ અસત્ છે. ‘જ્ઞાનમાં પ્રતિભાસમાન ઘટ-પટાદિ પદાર્થ ફક્ત જ્ઞાનના જ વિશેષ આકાર સ્વરૂપ છે. જ્ઞાનાકાર જ્ઞાનસ્વરૂપ જ છે. તેથી જ્ઞાનાકારાત્મક ઘટાદિ જ્ઞાનસ્વરૂપ જ છે. તથા જ્ઞાન ક્ષણિક છે. તેથી સિદ્ધ થાય છે કે ઘટ-પટાદિ પણ ક્ષણિક જ્ઞાનસ્વરૂપ
· ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+સિ.+કો.(૯+૧૩)માં છે. ♦ લા.(૩)માં ‘બોદ્ધમતી’ પાઠ. ‘બૌદ્ધમતવાળો’ અર્થ કરવો. ૨ જીપઈ = જીતે. આધારગ્રંથ - અંબડવિદ્યાધર રાસ, આરામશોભા રાસમાળા, ઉક્તિરત્નાકર, ષડાવશ્યક બાલાવબોધ, ઉપદેશમાલા બાલાવબોધ, ઉષાહરણ, ઋષિદત્તા રાસ, ઐતિહાસિક જૈનકાવ્યસંગ્રહ, ચાર ફાગુકાવ્યો.