________________
R
:
• દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા સુવાસકારની હદયોર્મિ . • ૯ નયોનો ૭ નયોમાં સમવતાર (૮૯). • ૭ નયોનો ૫ નયોમાં સમવતાર (૮૯). • યાસ્ક મુનિએ દર્શાવેલ ૬ ભાવવિકારોનો ઉત્પાદાદિત્રિકમાં સમવતાર (૯૨). - અત્યંત વિસ્તૃત પાઠ/પંક્તિઓ જ્યારે મુદ્રિત પુસ્તકાદિમાં ન મળે અને રાસ-ટબાની હસ્તપ્રતોમાં મળે ત્યારે કઈ હસ્તપ્રતના આધારે આ વાત જણાવી છે? તેનો ઉલ્લેખ પણ પરામર્શકર્ણિકામાં અવાર-નવાર કરેલ છે (જુઓ - ર/૧૨, ૪૧ થી ૩ વગેરે). • ટબામાં ઉદ્ધત શ્લોક અંગે અન્યદર્શનકારોની ક્યારેક બે વ્યાખ્યા જણાવી છે. (જુઓ-૯,૭). • ટબામાં ઉદ્ધત કરેલી ગાથા ક્યારેક બે ગ્રંથોમાં મૂળગાથા તરીકે દર્શાવેલી હોય તો પરામર્શકર્ણિકામાં
બંને ગ્રંથની વ્યાખ્યા જણાવેલી છે (જુઓ - ૫/૬ વગેરે). ટબાની જુદી-જુદી હસ્તપ્રતોમાં અલગ-અલગ પાઠ મળતા હોય કે મહત્ત્વનો અધિક પાઠ મળતો હોય ત્યાં અપેક્ષિત પાઠવાળી હસ્તપ્રત ક્યા જ્ઞાનભંડારની છે કે કયા ગામની છે ? તેનો
પણ નિર્દેશ પરામર્શકર્ણિકામાં ઘણા સ્થળે કરેલ છે. (જુઓ - ૪૩, ૬/૪ વગેરે). • ટબામાં સંમતિતર્કની જે ગાથાઓ ઉદ્ધત કરેલી છે, તેના ઉપર અલગ-અલગ હસ્તપ્રતોમાં
મહોપાધ્યાયજીકૃત જુદી-જુદી વ્યાખ્યાઓ જૂની ગુજરાતીમાં તથા સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ છે. તથા તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરિજીની સંસ્કૃત વ્યાખ્યા તો પ્રસિદ્ધ છે જ. તદુપરાંત, નવાંગી ટીકાકાર શ્રીઅભયદેવસૂરિજીએ પણ સંમતિતર્ક ગ્રંથની અમુક ગાથાની વ્યાખ્યા કરી છે. તેથી પ્રસ્તુત અનેક વ્યાખ્યાઓ પરામર્શકર્ણિકામાં દર્શાવેલ છે. આમ પરામર્શકર્ણિકામાં સંમતિતર્કની ગાથાની ક્યાંક (૪/૧૩, ૯/૧૨) બે વ્યાખ્યા તથા ક્યાંક (૨/૧૧) ત્રણ સંસ્કૃતવ્યાખ્યા વાચકવર્ગ માણી શકશે. • તથા ક્યાંક સંમતિતર્કની ગાથાની જે વ્યાખ્યા ટબામાં મહોપાધ્યાયજીએ આપી હોય તેનું સંસ્કૃતમાં
રૂપાંતરણ કરી પરામર્શકર્ણિકામાં દર્શાવેલ છે. (જુઓ - ૨/૧૧ વગેરે). તેમ જ ટબામાં ઉદ્ધત સંમતિતર્ક ગાથાનું વિવેચન મહોપાધ્યાયજીએ કર્યું હોય તેવા સ્થળે ક્વચિત્ (જુઓ - ૨/૧૨) પરામર્શકર્ણિકામાં તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરિકૃત સંમતિતર્કગાથાવૃત્તિને જ જણાવેલ છે. ક્યાંક ટબામાં ઉદ્ધત સંમતિતર્ક ગાથાની શ્રીઅભયદેવસૂરિકૃત વ્યાખ્યા અશુદ્ધ કે ત્રુટક જણાતી હોય તથા મહોપાધ્યાયજી મહારાજે જ અન્ય વ્યાખ્યાગ્રંથોમાં તે ગાથાની સ્પષ્ટ વ્યાખ્યા કરી હોય તો તેવા સ્થળે મહોપાધ્યાયજી મહારાજની વ્યાખ્યાનું અનુસરણ કરીને શુદ્ધ પાઠ પરામર્શકર્ણિકામાં સંમતિતર્કગાથાની વ્યાખ્યામાં નિર્દિષ્ટ કરેલ છે. તથા તેનો ઉલ્લેખ ત્યાં ટિપ્પણમાં કરેલ છે. (જુઓ
૯/૧૯ પૃ.૧૩૦૯) • ટબામાં ઉદ્ધત કરેલી સંમતિતર્ક વગેરે ગ્રંથની ગાથાનો પાઠ વર્તમાનમાં મુદ્રિત સંમતિતર્કગાથા
વગેરેના પાઠ કરતાં જુદો હોય તેવું ક્યાંક જોવા મળે છે. તેવા સ્થળે રાસ-ટબાની હસ્તપ્રતમાં સંમતિતર્કગાથા વગેરે સંબંધી ઉપલબ્ધ થયેલો પાઠ ટબામાં યથાવત્ રાખેલ છે. અથવા