________________
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્થિ
67 આ રીતે “રાસ' + ટબાની લંબાઈ-પહોળાઈ-ઊંડાઈ-ઊંચાઈની દીર્ઘકાલીન યાત્રા પરમારાથ્યપાદ દાદા ગુરુદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની નિર્ચાજ દિવ્ય કૃપાથી, પૂજ્યપાદ સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના સ્વર્ણિમ સામ્રાજ્યમાં, મારા ભવોદધિતારક ગુરુદેવ પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી મહારાજાની અપાર અમદષ્ટિના લીધે, નિર્વિઘ્નપણે સાનંદ સંપન્ન થઈ.
દ્રવ્યાનુયોગ પરામર્શકર્ણિકામાં શું નિહાળશો ? , * શ્વેતાંબર, દિગંબર, જૈનેતર દર્શનના જુદા-જુદા ૭૮૫ જેટલા ગ્રંથોના ૩૭00 જેટલા સંદર્ભો
દ્વારા અનેક પદાર્થને વિશે વિવિધ મંતવ્યોને દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં ગૂંથી લીધેલ છે. આ રીતે પરામર્શકર્ણિકામાં વિસ્તારરુચિવાળા વાચકવર્ગને દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ + ટબાના વિવિધ પદાર્થોનું વિશદ સ્પષ્ટીકરણ નિહાળવા મળશે તથા તે તે શાસ્ત્રસંદર્ભો માણવા મળશે. દા.ત. • નૃસિંહ, ચણોઠી, દાડમ વગેરે ૬૩૦ જેટલા દષ્ટાંતો દ્વારા રાસ-ટબાના પદાર્થનું સ્પષ્ટીકરણ.
(જુઓ- ૪/૩, ૪/૬, ૪૯ વગેરે).
કાળ પદાર્થ વિશે શ્વેતાંબર-દિગંબર-અન્યદર્શનના ૩૭૦ થી વધુ સંદર્ભો. (જુઓ ૧૦/૧૦ થી ૧૯) • કુલ ૧૨૧ દોષોની છણાવટ અહીં મળે છે. જેમ કે અન્યોન્યાશ્રય, વિરોધ વગેરે ૬૯ દાર્શનિક
દોષો, રત્નત્રયસંબંધી ૪૪ દોષો તથા ખેદ, ઉદ્વેગ વગેરે ૮ આધ્યાત્મિક દોષો. (જુઓ ૪/૧+૩,
૧૧|૮, ૧૨/૭, ૧૬/૭ વગેરે) • પ્રમાણતત્ત્વ અંગે ૧૦૦ સંદર્ભો (૨૭ શ્વેતાંબરગ્રંથોના, ૧૫ દિગંબરગ્રંથોના તથા ૫૮
અજૈનગ્રંથોના. જુઓ - ૧૨/૧૪). જ્ઞાનપ્રાધાન્ય અંગે સ્વ-પરદર્શનના કુલ ૮૨ સંદર્ભો દર્શાવેલ છે. (જુઓ - ૧/૧+૩+૫+૬
તથા ૧૫/૧/૧-૩ થી ૮ તથા ૧૫/૨/૧+૩+૬+૧૦+૧૩). • સ્વપર્યાય, પરપર્યાય, કારણશુદ્ધ પર્યાય, કાર્યશુદ્ધ પર્યાય, રાજપર્યાય વગેરે ૭૨ જેટલા પર્યાયોની
સમજણ અહીં ઉપલબ્ધ થાય છે. (જુઓ - ૪૯, ૬/૩, ૧૪/૪ વગેરે) • ગુણપદાર્થ વિશે ૬૯ગ્રંથસંદર્ભો [૫૫ સ્વદર્શનના (૨/૨, ૨/૧૬, ૧૧/૧), ૧૪ પરદર્શનના (૨/૨)]. • દ્રવ્ય-ગુણ-પર્યાય વગેરે ૬૭ પદાર્થોના લક્ષણો સ્વ-પરદર્શનના શાસ્ત્ર સંદર્ભો સાથે અહીં જણાવેલ
છે. (જુઓ - ૨/૨, ૨/૧૧, ૨/૧૬, પ, ૬/૧, ૬/૭, ૬/૧૧ વગેરે.) જીવાદિ ૪૩ પદાર્થની પ્રજ્ઞાપના (જુઓ - ૨/૧૦, ૪/૩, ૭/૧૮, ૮૯, ૮/૧૮, ૧૦/૧૨, ૧૦/૧૩
વગેરે).
દ્રવ્યપદાર્થ અંગે ૪૦ સંદર્ભો [૨૧ શ્વેતાંબર ગ્રંથોના, ૮ દિગંબર ગ્રંથોના, ૧૧ પરદર્શનના (૨/૧+૧૩+૧૬, ૯/૨૮, ૧૦/૧)].
ઉપચારપદાર્થ વિશે સ્વ-પરદર્શનના કુલ ૪૦ સંદર્ભો (૭/૫). • ૩૮ પ્રકારના સૂત્રો (૧૬/૭ પૃ.૨૫૬૨-૬૩).
શબ્દની શક્તિ-લક્ષણા-વ્યંજના અંગે સ્વ-પરદર્શનના ૩૭ સંદર્ભો (૫/૧, ૧૩/૪).