________________
E
* घ्राणादीन्द्रियस्याऽपि द्रव्यग्राहकता
२/१५
સ્વમતઈં ગંધાદિક પર્યાય દ્વારŪ ઘ્રાણેંદ્રિયાદિકઇં પણિ દ્રવ્ય પ્રત્યક્ષ છઈ, નહીં તો ‘કુસુમ ગંધું છું ઈત્યાદિક જ્ઞાનનઈં ભ્રાંતપણું થાઈ - તે જાણવું.
२२४
तस्मात् चक्षुरादिनेव रसनेन्द्रियादिनाऽपि द्रव्यं साक्षात्क्रियत इत्यभ्युपगन्तव्यम् ।
स्वमते तु गन्धादिपर्यायद्वारा घ्राणेन्द्रियादितोऽपि द्रव्यप्रत्यक्षं जायत एव, अन्यथा 'पुष्पं जिघ्रामि', 'फलं स्वादयामि' इत्यादिलक्षणानुव्यवसायज्ञानस्य भ्रमत्वं स्यात् ।
'पुष्पं जिघ्रामीत्यत्र घ्राधातोः घ्राणजसाक्षात्कारः, आख्यातस्य आश्रयत्वम्, द्वितीयायाश्च लौकिकविषयित्वम् अर्थः, सविषयकार्थबोधकधातुसमभिव्याहृतकर्मप्रत्ययस्य विषयितार्थकत्वनियमात् । ઈન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ થઈ નહિ શકે. આવું માનવામાં તો નૈયાયિકનો સૌત્રાન્તિક નામના બૌદ્ધના મતમાં પ્રવેશ થવાની આપત્તિ આવશે. કારણ કે તેઓ બાહ્ય અર્થનું પ્રત્યક્ષ માનતા નથી. પરંતુ આ તો નૈયાયિકને પણ ઈષ્ટ નથી. માટે માનવું જોઈએ કે ‘દ્રવ્યનું પ્રત્યક્ષ જેમ ચક્ષુરિન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય દ્વારા થાય છે તેમ રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય દ્વારા પણ દ્રવ્યનું પ્રત્યક્ષ થાય છે.'
(સ્વમતે.) જૈનદર્શનના મતે તો ગંધ આદિ પર્યાય દ્વારા ઘ્રાણેન્દ્રિય વગેરેથી પણ દ્રવ્યનું પ્રત્યક્ષ થાય જ છે. જો ઘ્રાણેન્દ્રિય વગેરે દ્વારા પ્રત્યક્ષ ન થતું હોય તો ‘હું પુષ્પને સૂંઘું છું, ‘ફળને ચાખું છું' - આ પ્રમાણે જે અનુવ્યવસાય જ્ઞાન થાય છે, તેને ભ્રમ માનવો પડશે. કારણ કે ઉપરોક્ત અનુવ્યવસાયમાં તો ઘ્રાણેન્દ્રિય દ્વારા ગંધનું નહિ પણ પુષ્પદ્રવ્યના પ્રાણજ પ્રત્યક્ષનું અવગાહન થાય છે.
* વ્યવસાય
અનુવ્યવસાયની વિચારણા
સ્પષ્ટતા :- ઈન્દ્રિય દ્વારા વિષયનું સૌ પ્રથમ નિર્વિકલ્પક પ્રત્યક્ષ થાય છે. ત્યાર બાદ ઈન્દ્રિય દ્વારા વિષયનું સવિકલ્પક પ્રત્યક્ષ થાય છે. સવિકલ્પક પ્રત્યક્ષને વ્યવસાય જ્ઞાન કહેવાય છે. તેમાં ફક્ત બાહ્ય વિષયનું જ્ઞાન થાય છે. પરંતુ બાહ્યવિષયઅવગાહી જ્ઞાનનું જ્ઞાન થતું નથી. બાહ્ય વિષયનું અવગાહન કરનાર જ્ઞાનના સ્વરૂપનો નિશ્ચય ક્યારેય પણ વ્યવસાય જ્ઞાન દ્વારા નથી થતો પરંતુ અનુવ્યવસાય જ્ઞાન દ્વારા થાય છે. આ અનુવ્યવસાય જ્ઞાનની ઉત્પત્તિ વ્યવસાય જ્ઞાન પછી થાય છે. આ પ્રમાણે નૈયાયિકની માન્યતા છે. તેથી તૈયાયિકની પૂર્વોક્ત માન્યતાનું નિરાકરણ કરવા માટે તેના ઉપરોક્ત સિદ્ધાંતને લક્ષમાં રાખીને ગ્રંથકારશ્રીએ જણાવેલ છે કે ‘રૂવં પુષ્પમ્' આવું વ્યવસાય જ્ઞાન થયા બાદ ‘પુછ્યું નિમિ’ આ પ્રમાણે થતો અનુવ્યવસાય સિદ્ધ કરે છે કે પૂર્વોત્પન્ન પુષ્પવિષયક વ્યવસાયજ્ઞાન પ્રાણજ પ્રત્યક્ષાત્મક જ છે. આમ “ઘ્રાણેંદ્રિયનો વિષય ‘પુષ્પ’ દ્રવ્ય છે” - તેવું સિદ્ધ થાય છે. આ જ રીતે ‘તં સ્વાવયામિ’ આવા અનુવ્યવસાયથી “ફળ દ્રવ્યનું સ્વાદેન્દ્રિય (= જીભ) દ્વારા રાસન પ્રત્યક્ષ થાય છે” – તેવું સિદ્ધ થાય છે. માટે ‘ચક્ષુ અને ત્વય્ ઈન્દ્રિયની જેમ નાક અને જીભ દ્વારા પણ દ્રવ્યનું પ્રત્યક્ષ થાય છે' - આમ માનવું જરૂરી છે.
→ જૈનમતે ‘પુષ્પ નિશ્રામિ' વાક્યાર્થ વિચાર કે
(‘પુછ્યું.) ‘પુષ્પ નિષ્રામિ’ અર્થાત્ ‘હું ફૂલને ચૂંથું છું’ - આવા શબ્દપ્રયોગમાં ‘ઘ્રા' ધાતુનો અર્થ છે ઘ્રાણેન્દ્રિયજન્યસાક્ષાત્કાર. ‘મિ’ આખ્યાતનો અર્થ આશ્રયત્વ. ‘પુછ્યું’ પદમાં રહેલી દ્વિતીયા વિભક્તિનો અર્થ છે લૌકિકવિષયિતા. કારણ કે ‘સવિષયક અર્થને જણાવનાર ધાતુના સમભિવ્યાહારવાળા (સાંનિધ્યવાળા) કર્મપ્રત્યયનો = દ્વિતીયાવિભક્તિનો અર્થ વિષયિતા જ થાય' - આવો નિયમ છે. ‘જ્ઞા’ વગેરે ધાતુની જેમ