________________
२/१५
० द्रव्यस्य रासनादिप्रत्यक्षस्थापनम् ०
२२३ જે માટઈ જિમ રૂપ-સ્પર્શપર્યાયાધાર દ્રવ્ય પ્રત્યક્ષ છે. તિમ રસ-ગંધાધાર પણિ પ્રત્યક્ષ છે. . પર્યાયપ્રત્યક્ષઈ દ્રવ્યાનુમાનવચન ઉભયત્ર તુલ્ય છેિ.* ___नैतत् कमनीयम्, यतो यथा रूप-स्पर्शपर्यायाऽऽधारविधया द्रव्यस्य चाक्षुषं स्पार्शनञ्च प्रत्यक्षं । भवति तथा रस-गन्धाऽऽधारविधया अपि द्रव्यस्य रासनं घ्राणजञ्च प्रत्यक्षं क्रमशो भवति एव । __अथ रसनेन्द्रियादिद्वारा द्रव्यं न गृह्यते किन्तु 'रस-गन्धौ साश्रयौ गुणत्वाद्, रूपवद्' रा इत्यनुमानेन साक्षात्क्रियमाणरसादितोऽनुमीयत इति चेत् ?
न, यतः तथा सति शक्यते हीत्थमपि वक्तुं यदुत स्पर्शनेन्द्रियादिद्वारा द्रव्यं न गृह्यते किन्तु । 'स्पर्शादयः साश्रया गुणत्वाद् रूपवद्' इत्यनुमानेन साक्षात्क्रियमाणस्पर्शादितोऽनुमीयते । विनिगमना । तु नैकत्राऽपि पक्षे विद्यते, अन्यथा एकेनाऽपीन्द्रियेण द्रव्याऽप्रत्यक्षात् सौत्रान्तिकमतप्रवेशापातात् । क
તૈયાચિકમતનું નિરાકરણ 69 (નેતન્.) પરંતુ આ વાત શોભનીય નથી. કારણ કે જેમ રૂપ અને સ્પર્શ પર્યાયના આધારભૂત એવા દ્રવ્યનું પ્રત્યક્ષ થાય છે, તેમ રસ અને ગંધ પર્યાયના આધારભૂત એવા દ્રવ્યનું પણ પ્રત્યક્ષ થાય જ છે. તાત્પર્ય એ છે કે જેમ રૂપપર્યાયના આધારરૂપે દ્રવ્યનું ચાક્ષુષ પ્રત્યક્ષ થાય છે અને સ્પર્શપર્યાયના આધારરૂપે દ્રવ્યનું સ્પાર્શન પ્રત્યક્ષ થાય છે, તેમ રસપર્યાયના આધારરૂપે દ્રવ્યનું રાસન પ્રત્યક્ષ અને ગંધ પર્યાયના આધારરૂપે દ્રવ્યનું પ્રાણજ પ્રત્યક્ષ થાય જ છે.
સૂફ રસાધારની અનુમિતિઃ નૈચાયિક કૂફ . નૈયાયિક :- (મ.) રસ અને ગંધ બન્નેનું ક્રમશઃ રસનેન્દ્રિય દ્વારા અને ધ્રાણેન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ થાય છે. તથા રસ અને ગંધ ગુણ (=પર્યાય) હોવાથી તે નિરાધાર ન રહી શકે. માટે પ્રત્યક્ષ પ્રમાણથી ! જણાતા રસ અને ગંધના આશ્રય તરીકે દ્રવ્યની અનુમતિ કરી શકાય. પરંતુ દ્રવ્યનું રસનેન્દ્રિય દ્વારા વ! કે ધ્રાણેન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ થતું નથી. દ્રવ્યનું પ્રત્યક્ષ તો ફક્ત સ્પર્શન ઈન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય દ્વારા જ થઈ શકે. “રસ-ન્ય સાથી, પુત્વતિ, રૂપવ” - આ અનુમાનપ્રયોગ દ્વારા પ્રત્યક્ષ પ્રમાણથી એ જણાતા રસ અને ગંધના આશ્રય તરીકે દ્રવ્યની સિદ્ધિ (= અનુમિતિ) થઈ શકે છે.
ક રસનેંદ્રિય પણ દ્રવ્યગ્રાહક ૬ જિન :- () ના, તમારી આ વાત વ્યાજબી નથી. કારણ કે “રસનેન્દ્રિય દ્વારા રસનું પ્રત્યક્ષ થયા પછી તેના આધારભૂત દ્રવ્યની ઉપરોક્ત અનુમાનપ્રયોગ દ્વારા અનુમિતિ કરી શકાય. પણ રસનેન્દ્રિય દ્વારા દ્રવ્યનું પ્રત્યક્ષ નથી થતું' - આવું જેમ તૈયાયિક દ્વારા કહેવામાં આવે છે, તેમ બીજા વિદ્વાન દ્વારા એમ પણ કહી શકાય છે કે “સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શનું પ્રત્યક્ષ થયા પછી તેના આધારભૂત દ્રવ્યની અનુમાન પ્રમાણ દ્વારા અનુમિતિ કરી શકાય. પણ સ્પર્શનેન્દ્રિય દ્વારા દ્રવ્યનું પ્રત્યક્ષ થતું નથી.’ બન્નેમાંથી એક પણ પક્ષમાં વિનિગમના (= એકતરપક્ષપાતિની યુક્તિ) ન હોવાથી એકનો સ્વીકાર અને બીજાનો અસ્વીકાર કરી શકાય નહિ. તથા બન્નેનો સ્વીકાર કરવામાં આવે તો દ્રવ્યનું ક્યારેય પણ કોઈ પણ ... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.()સિ.માં છે.