________________
૨ ૦ ૦
• व्यवच्छित्तिनयविषयोपदर्शनम् ।
२/१२ प तत्पुरस्कारेणाऽपि भगवतो देशनोपलब्धेः। तदुक्तं भगवत्यां “से केणटेणं भंते ! एवं वुच्चइ ‘नेरइया - सिय सासया सिय असासया ?' गोयमा ! अव्वोच्छित्तिणयट्ठाए सासया, वोच्छित्तिणयट्ठाए असासया” (भ.सू.७/ " રૂ/૨૮૦) તા વૃદન્સત્પમાળે (TI.9રૂ૫) પિ વ્યછિત્તિનયો નિર્વિષ્ટા
वस्तुतस्तु शब्दव्युत्पत्तिपुरस्कारेण परिणाम-पर्याय-भाव-गुणादीनां मिथः कथञ्चिद् भिन्नत्वेऽपि र्श व्यवहारतः तेषामभेद एवैष्टव्यः, श्रुतधर्म-तीर्थ-मार्ग-प्रावचन-प्रवचनशब्दाभिधेयानामिव सामान्यश्रुत+ ज्ञानत्वापेक्षयेति। एतेन “सुयधम्म तित्थ मग्गो पावयणं पवयणं च एगट्ठा" (आ.नि.१३०) इति
आवश्यकनियुक्तिवचनमपि व्याख्यातम् । ગુણની જેમ વ્યવચ્છિત્તિ (= ઉચ્છિત્તિ = ઉચ્છેદ = નાશ) પણ પર્યાય કરતાં અતિરિક્ત સિદ્ધ થઈ જશે. કારણ કે વ્યવચ્છિત્તિને પણ મુખ્ય કરીને ભગવાનની દેશના આગમોમાં ઉપલબ્ધ થાય છે. જેમ કે ભગવતીસૂત્રમાં જણાવેલ છે કે “હે ભગવંત ! ક્યા નયની અપેક્ષાએ આ પ્રમાણે કહેવાય છે કે નારકી જીવો કથંચિત્ શાશ્વત છે અને કથંચિત્ અશાશ્વત છે?” હે ગૌતમ! અવ્યવચ્છિત્તિનયના આદેશથી નરકના જીવો શાશ્વત છે તથા વ્યવચ્છિત્તિનયના આદેશથી નારકી જીવો અશાશ્વત છે.” બૃહત્કલ્પભાષ્યમાં પણ વ્યવચ્છિત્તિનય દર્શાવેલ છે.
2 ચૌગિક ભેદ, રૂટ અભેદ / (વસ્તુતતુ. વાસ્તવમાં તો શબ્દની વ્યુત્પત્તિની અપેક્ષાએ પરિણામ, પર્યાય, ભાવ,ગુણ વગેરે પદાર્થોમાં પરસ્પર કથંચિત્ ભેદ હોવા છતાં પણ વ્યવહારની અપેક્ષાએ તે બધામાં અભેદ જ માનવો જોઈએ. જેમ
કે શ્રતધર્મ, તીર્થ, માર્ગ, પ્રવચન અને પ્રવચન શબ્દના અર્થમાં શાબ્દિક વ્યુત્પત્તિની અપેક્ષાએ કથંચિત Aપરસ્પર ભેદ હોવા છતાં પણ સામાન્ય શ્રુતજ્ઞાન નામના ગુણધર્મની અપેક્ષાએ તે બધામાં અભેદ જ
છે. આવું કહેવાથી “શ્રતધર્મ, તીર્થ, માર્ગ, પ્રવચન અને પ્રવચન - આ પાંચ શબ્દો એકાર્થક = સમાનાર્થક છે” - આ પ્રમાણે આવશ્યકનિર્યુક્તિના વચનની પણ વ્યાખ્યા થઈ ગઈ તેમ સમજી લેવું.
(3) વ્યવચ્છિનિયથી ગુણ-પર્યાયમાં અભેદ છે સ્પષ્ટતા :- સમભિરૂઢ અને એવંભૂત નયની દષ્ટિએ કોઈ પણ બે શબ્દોના અર્થ એક નથી હોઈ શકતા. અર્થાત્ પ્રત્યેક શબ્દોના અર્થ જુદા જુદા હોય છે. તે દૃષ્ટિકોણથી પર્યાયવાચી = સમાનાર્થક શબ્દ વિશ્વમાં વિદ્યમાન નથી. તેમ છતાં ભદ્રબાહુસ્વામીજીએ આવશ્યકનિર્યુક્તિમાં સામાન્ય શ્રુતજ્ઞાનના પાંચ પર્યાયવાચી શબ્દો જણાવેલા છે. આ પર્યાયવાચિતા = તુલ્યાર્થતા સામાન્ય શ્રુતજ્ઞાનત્વ નામના અનુગત ગુણધર્મની અપેક્ષાએ શ્રુતધર્માદિ પાંચ શબ્દોમાં તેઓશ્રીએ બતાવેલ છે. તેથી સમભિરૂઢ અને એવંભૂત નયની અપેક્ષાએ પરિણામ, પર્યાય, ભાવ, ગુણ વગેરે શબ્દોના અર્થ પરસ્પર ભિન્ન હોવા છતાં વ્યવચ્છિત્તિનયના વિષય બનવાની અપેક્ષાએ તે શબ્દોના અર્થમાં અભેદ સિદ્ધ થઈ શકશે. જે જે વસ્તુનો ઉત્પત્તિ-વિનાશ, આવિર્ભાવ-તિરોભાવ થતો હોય તે સર્વે વ્યવચ્છિત્તિનયના વિષય બનશે.
1. નાર્થેન મદ્રત્ત ! વમ્ ૩ીતે, “નરયિા: થાત્ શાશ્વતા:, ચા અશાશ્વતા: ?” નૌતમ ! અવ્યવછિત્તિનવાર્યતા शाश्वताः व्यवच्छित्तिनयार्थतया अशाश्वताः। 2. श्रुतधर्मः तीर्थं मार्गः, प्रावचनं प्रवचनं च एकार्थाः ।