SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ २/१२ ० गुणत्वस्य पदार्थविभाज्यतानवच्छेदकता 0 ____ एवं पदार्थगतसामान्यधर्मपुरस्कारेण पदार्थविभजनावसरे द्रव्यत्वपर्यायत्वरूपेण पदार्थविभजनं प न्याय्यम्, तयोः पदार्थविभाज्यतावच्छेदकधर्मत्वात् । गुणत्वं तु विभाज्यतावच्छेदकीभूतपर्यायत्वापेक्षया ... न्यूनवृत्तित्वान्न विभाज्यतावच्छेदकमिति द्रव्यत्व-गुणत्व-पर्यायत्वरूपेण पदार्थविभजनं सम्प्रदायशास्त्रविरुद्धमेवेत्यवधेयम् । किञ्च, गुणशब्दपुरस्कारेण क्वचिद् भगवत्यादौ भगवतो देशनाश्रवणाद्धि गुणस्य पर्यायातिरिक्तत्वे श तु भावस्याऽप्यतिरिक्तत्वमभ्युपेयं स्यात्, भावार्थनयस्याऽपि भगवतोक्तत्वात् । तदुक्तं भगवतीसूत्रे ... જયમાં ! નીવા વ્યક્યાસાસયા, માવઠ્ઠયા, સાસયા” (મ.ફૂ.૭/ર/ર૭૪) તિા. न च भावार्थनयस्य पर्यायार्थनयरूपत्वाद् न भावस्य पर्यायातिरिक्तत्वमिति वाच्यम, एवं सति गुणस्यापि पर्यायानतिरिक्तत्वसिद्धेः । एवमेव गुणवद् व्यवच्छित्तिरपि पर्यायतोऽतिरिच्येत, का તે વાત સંપ્રદાયથી અને શાસ્ત્રથી વિરુદ્ધ ગણાય. કારણ કે મનુષ્યત્વ પ્રસ્તુતમાં વિભાજ્યતાઅવચ્છેદક નથી. ૪ દ્વિવિધ પદાર્થવિભાગનું સમર્થન આ (વં.) આમ પ્રસ્તુતમાં પદાર્થમાં રહેલા સામાન્ય અંશોને (ગુણધર્મોને) મુખ્ય કરીને પદાર્થનું વિભાજન કરવાના અવસરે દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ દ્વિવધ પદાર્થવિભાગ દર્શાવવો ઉચિત ગણાય. કારણ કે દ્રવ્યત્વ અને પર્યાયત્વ પદાર્થગત સામાન્ય ગુણધર્મ છે. જ્યારે “ગુણત્વ' તો પર્યાયત્વનો એક અવાન્તર વિશેષ (વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય = વિભાજ્યતાન્યૂનવૃત્તિ) ગુણધર્મ છે. માટે બે સામાન્ય ગુણધર્મ અને એક વિશેષ ગુણધર્મ લઈને ‘દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપે ત્રિવિધ પદાર્થ વિભાગ દર્શાવવો એ સંપ્રદાયથી અને શાસ્ત્રથી વિરુદ્ધ જ ગણાય - આ વાત ધ્યાનમાં રાખવી. ૪ ભાવાર્થનય આપાદન ક (શિષ્ય.) વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે ભગવતીસૂત્ર વગેરેમાં ક્યાંક ગુણ શબ્દને આગળ કરીને ભગવાનની દેશનાને સાંભળવાથી જો ગુણને પર્યાયથી અતિરિક્ત માનવામાં આવે તો ભાવને પણ પર્યાયથી અતિરિક્ત માનવો પડશે. કારણ કે પર્યાયાર્થિનની જેમ ભાવાર્થનય પણ ભગવાને દર્શાવેલ છે. તેથી જ ભગવતીસૂત્રમાં કહે છે કે “હે ગૌતમ ! જીવો દ્રવ્યર્થનયથી શાશ્વત છે અને ભાવાર્થનયથી અશાશ્વત છે.” શંકા - (ન ઘ.) ભાવાર્થનય તો પર્યાયાર્થિનય સ્વરૂપ જ છે. માટે ભાવને પર્યાયથી અતિરિક્ત (= સ્વતંત્ર = ભિન્ન) માની ન શકાય. # વ્યવસ્થિતિનયાદિનો અભિપ્રાય જ સમાધાન :- (i) તો પછી ગુણ પણ પર્યાયથી અતિરિક્ત સિદ્ધ નહિ થાય. કેમ કે ગુણાર્થન પણ પર્યાયાર્થનય સ્વરૂપ જ બનશે. તથા ગુણને જે રીતે દિગંબરો પર્યાયથી અતિરિક્તરૂપે સિદ્ધ કરવા માટે ભગવાનની દેશનાનો આધાર લઈને પ્રયત્ન કરે છે, તે પદ્ધતિએ જો આગળ વધવામાં આવે તો 1. ગૌતમ ! નીવા: દ્રથાર્થતા જતા:, ભાવાર્થતા અશાશ્વતા:
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy