________________
१८४ ० पर्यायवैविध्योपदर्शनम् ।
૨/૧૨ प -क्रमभाविवस्तुपरिणामोपदर्शनाय गुण-पर्यायशब्दौ प्रयुज्यते किन्तु वस्तुपरिणामविशेषातिरिक्तौ गुण रा -पर्यायौ न स्तः। क्रमिकवस्तुदशायाम् अनुभूयमानः वस्तुपरिणामो हि पर्यायतया व्यपदिश्यते, - अक्रमदशायां तु गुणत्वेनेति औपचारिक एव गुण-पर्याययोः भेदः, न तु वास्तव इति ।
यच्च कोट्याचार्येण “सर्वमेव वस्तु सपर्यायम्, पर्यायश्च द्वेधा केचिद् युगपद्भाविनः केचित्क्रमभाविनः । र उभयेषामपि केचिदर्थपर्यायाः केचिद् व्यञ्जनपर्यायाः, तेषामपि सर्वेषां केचित् स्वपर्यायाः केचित्परपर्यायाः, क तेषामपि केचित्स्वाभाविकाः केचिदापेक्षिकाः, तेषामेकैकः अतीतानागतवर्तमानकालविशेषितः” (वि.आ.भा.२६७६) णि इति विशेषावश्यकभाष्यवृत्तौ उक्तम्, ततोऽपि गुण-पर्याययोरभेद एव सिध्यति, युगपद्भाविवस्तुपरिणामानां का पर्यायपदेन प्रतिपादनादित्यवधेयम् ।
વસ્તુપરિણામોને સૂચવવા “ગુણ’ અને ‘પર્યાય' એવા અલગ અલગ શબ્દનો પ્રયોગ થાય છે. પરંતુ તે છે તો વસ્તુના વિશેષ પ્રકારના પરિણામો જ. વસ્તુના વિશેષ પ્રકારના પરિણામો કરતાં જુદા કોઈ પદાર્થ ગુણ કે પર્યાય નથી. વસ્તુની ક્રમિક અવસ્થામાં અનુભવાતા પરિણામનો પર્યાય તરીકે વ્યવહાર થાય છે. તથા વસ્તુની અક્રમિક અવસ્થામાં અનુભવાતા પરિણામનો ગુણ તરીકે વ્યવહાર થાય છે. આથી ગુણ અને પર્યાય વચ્ચે ભેદ ઔપચારિક છે, વાસ્તવિક નથી.”
ગુણ પર્યાયભિન્ન નથી કોઢ્યાચાર્ય : (ચત્ર.) શ્રીજિનભદ્રગણક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્ય રચેલ છે. તેના ઉપર કોટટ્યાચાર્યજીએ વ્યાખ્યા | લખેલી છે. તેમાં તેઓશ્રીએ જે વાત કરેલ છે તેનું પ્રસ્તુતમાં અનુસંધાન કરવા જેવું છે. ત્યાં તેમણે જણાવેલ
છે કે “બધી જ વસ્તુઓ પર્યાયથી યુક્ત હોય છે. તથા પર્યાયના બે પ્રકાર છે. (૧) કેટલાક પર્યાયો L' વસ્તુમાં એકી સાથે ઉત્પન્ન થતા હોય છે તથા (૨) કેટલાક પર્યાયો કાળક્રમે ઉત્પન્ન થતા હોય છે. આ a બન્ને પ્રકારના પર્યાયોમાં પણ કેટલાક અર્થપર્યાય હોય છે. તથા કેટલાક વ્યંજનપર્યાય હોય છે. તે બધા
જ પર્યાયોમાં પણ કેટલાક વસ્તુના સ્વપર્યાય હોય છે તેમજ કેટલાક વસ્તુના પરપર્યાય હોય છે. તે સ્વપરપર્યાયોમાં પણ અમુક સ્વાભાવિક = અન્યનિરપેક્ષ પર્યાય અને અમુક સાપેક્ષ પર્યાય હોય છે. તે બધા પર્યાયોમાં પણ પ્રત્યેકના અતીત, અનાગત અને વર્તમાનકાળના ભેદથી ભેદ પડે છે. કારણ કે તે દરેક પર્યાય અતીતાદિ કાળથી વિશિષ્ટ બને છે. અહીં પણ ઉલ્લેખનીય બાબત એ છે કે યુગપભાવી વસ્તુપરિણામોનો પણ કોટ્યાચાર્યજીએ “ગુણ' શબ્દથી ઉલ્લેખ કરવાના બદલે પર્યાય' શબ્દથી જ ઉલ્લેખ કરેલ છે. તેનાથી ફલિત થાય છે કે વસ્તુસહભાવી પરિણામ સ્વરૂપ ગુણ પણ તેમને પર્યાય તરીકે જ માન્ય છે. આથી પર્યાયથી ભિન્ન ગુણ નામનો કોઈ પદાર્થ નથી. તેવું તેમના મત મુજબ પણ સિદ્ધ થાય છે. આ પર્યાયોને કોઇક સ્વરૂપે પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં જણાવેલ છે તે સ્પષ્ટ જ છે.