________________
32
• દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ છે ભાખ્યું એ જ સાચું' - આવું માને એ જીવમાં સમ્યક્ત હોય – આ વાત સાચી છે. પણ નિશ્ચય સમ્યક્ત તો પદર્શનના અભ્યાસથી જ મળી શકે આવો સમ્મતિવૃત્તિનો (૩/૬૭) અભિપ્રાય છે. કારણ કે પદર્શન પણ ઉપર કહ્યા મુજબ જિનેશ્વરના જ અંગ છે, જિનવચનના જ અંશ છે.
હા, જેમને એ અભ્યાસ કરવાની ક્ષમતા જ નથી એમને “માષતુષ' મુનિની જેમ ગીતાર્થગુરુપારતન્યથી સમ્યકત્વ સંભવે છે. પરંતુ ક્ષયોપશમસંપન્ન મહાત્માઓએ ગુર્વાલાપૂર્વક અવશ્ય ષડ્રદર્શનનો અભ્યાસ કરવો જોઈએ. એ અભ્યાસ દ્વારા જિનવચન વિશે બહુમાન કૂદકે ને ભૂસકે વધે છે. પરશાસ્ત્રોના અધ્યયન પછી થનારી જિનવચનની શ્રદ્ધા અને “ભગવાને કહ્યું તે જ સાચું આટલી માત્ર ઓઘ શ્રદ્ધા - આ બંને શ્રદ્ધા વચ્ચે ઘણો ઘણો તફાવત પડે છે – એવો વિચક્ષણ અધ્યેતાને જાતે જ અનુભવ થશે.
પરમારાથ્યપાદ સ્વ.દાદા ગુરુદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા સાવધાની આપતા કહેતા હતા કે “પરદર્શનના શાસ્ત્રોની પદાર્થવ્યવસ્થા ઠીક લાગે (જિનવચન કરતાં વ્યવસ્થિત લાગે) તો સમ્યકત્વમાં કાંક્ષા નામનું દૂષણ લાગે છે. માટે આ અભ્યાસ પણ ગુરુની સંમતિપૂર્વક યોગ્ય આત્માએ કરવો જોઈએ. સ્વશાસ્ત્રોનું જ્ઞાન હોવું તથા એ જ્ઞાનની પરિપક્વ પરિણતિ હોવી પણ જરૂરી છે. પદર્શનનો અભ્યાસ કરવામાં આ બાબતની ઉપેક્ષા ન થાય તે પણ ખૂબ જરૂરી છે. પરંતુ ક્ષયોપશમ-શક્તિ-યોગ્યતા હોવા છતાં, ગુરુજનોની સંમતિ મળવા છતાં, અધ્યયનવ્યવસ્થા ઉપલબ્ધ હોવા છતાં પ્રમાદથી પડ્રદર્શનનો અભ્યાસ ન થાય તો જરૂરથી ઘણું ગુમાવવાનું થાય છે. આ વાત તો નિશ્ચિત છે.
શ્રીમદ્જીએ પણ દ્રવ્યાનુયોગના અભ્યાસ અને પરિણમન માટે જણાવેલી નિમ્નોક્ત વાત ગંભીરપણે અધ્યેતાવર્ગે ધ્યાનમાં લેવા યોગ્ય છે. (i) “પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ-વૈરાગ્યાદિ દઢ સાધન સહિત, મુમુક્ષુએ સદ્ગુરુ આજ્ઞાએ દ્રવ્યાનુયોગ વિચારવા યોગ્ય છે.” (પત્રાંક-૬૯૮) (i) ‘દર્શનમોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહાપુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે' (પત્રાંક-૮૬૬). આવા દ્રવ્યાનુયોગના અભ્યાસ માટે “દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' એક બેનમૂન ગ્રંથ છે.
છે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ : પરિચય છે ૩૫૦ વર્ષ પૂર્વે આ ભારતવર્ષની ધન્ય ધરા ઉપર પ્રગટેલ સ્વાનુભવસંપન્ન મહાન જ્ઞાનજ્યોતિર્ધર એટલે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવર્ય. (૧) સ્યાદ્વાદ, (૨) નયવાદ, (૩) કર્મવાદ, (૪) અહિંસાવાદ, (૫) ભક્તિયોગ, (૬) અધ્યાત્મયોગ, (૭) યતિદિનચર્યાયોગ તથા (૮) આગમ-તર્કદોહનયોગ વિશે અનેક નાના-મોટા વિવિધ ગ્રંથરત્નોનું તેમણે સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ-મા ગુર્જર ભાષામાં સર્જન કરેલ છે. નવ્ય ન્યાયની જટિલ પરિભાષામાં જિનોક્ત સિદ્ધાન્તને સ્પષ્ટ કરવાની God-gift તેઓશ્રીને સંપ્રાપ્ત થયેલ હતી. તેઓશ્રીની પારદર્શી પવિત્ર પ્રજ્ઞાના દર્શન તેઓશ્રીની કૃતિઓમાં ઠેર-ઠેર થાય છે. તેઓશ્રીની ગ્રંથસર્જનમાળાનું એક પુષ્પ એટલે ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ'. દ્રવ્યાનુયોગસંબંધી શ્વેતાંબરદિગંબર- સંપ્રદાય માન્ય પદાર્થોને તર્કબદ્ધ રીતે સંકલનરૂપે, સમવતારસ્વરૂપે, સંવાદીસ્વરૂપે અને ક્વચિત્ સંક્ષિપ્ત સમાલોચનાસ્વરૂપે આમાં સમાવેલ છે. આગમ-તર્ક-નય-નિક્ષેપ-પ્રમાણ દ્વારા આ ગ્રંથમાં જ્ઞાનપ્રધાન મોક્ષમાર્ગનું મુખ્યતયા નિરૂપણ કરવા છતાં પણ વચનાનુષ્ઠાન, સમાપત્તિ, ધ્યાન (૧૬/૫) વગેરેનું