SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ कार्य-कारणताशून्यं परमार्थसत् કાર્ય-કારણકલ્પનારહિત શુદ્ધ અવિચલિતરૂપ દ્રવ્ય જ છઇ, તેહ જાણવું.* ॥૨/૯ શ प्रतिभासमात्रसत्ताकत्वात् कार्य प इत्थञ्च सावधिकतया पिण्ड - कुशूलादिकार्याणां मिथ्यात्वात् = -कारणभावकल्पनाऽतीतं शुद्धं निरवधि ध्रुवं द्रव्यमेव परमार्थसत् शुद्धनिश्चयनयदृष्ट्येत्यवधेयम् । अयमत्र परमार्थः - व्यवहारनयमते वस्तु सखण्डं निश्चयनयमते चाऽखण्डम् । अतो व्यवहारनयः कार्यभेदे कारणभेदं कारणस्वभावभेदं कारणनिष्ठशक्तिभेदं वाऽभिमन्यते । निश्चयस्तु नानाकार्य- म करणैकाखण्डस्वभावशालि वस्तु मन्यते । निश्चयनयं वेदान्ती व्यवहारनयमतं च नैयायिकोऽनुसरति । र्श शक्त्यनभ्युपगमेऽपि स्वरूपयोग्यता - कारणतावच्छेदकधर्मप्रयोगं नैयायिकः करोत्येव । एकैव मृद् द्रव्यत्वेन सामान्यगुणस्य, पृथिवीत्वेन गन्धस्य, मृत्त्व - कपालत्वादिना च घटस्य कारणमिति मन्यते नैयायिकः व्यवहारनयानुसारेण । २/९ १६७ ' જે (ગય.) અહીં તાત્પર્યાર્થ એ છે કે વ્યવહારનયના મતે વસ્તુ સખંડ છે. જ્યારે નિશ્ચયનયના મતે વસ્તુ અખંડ છે. તેથી વ્યવહારનય કાર્યભેદે કારણભેદને, કારણસ્વભાવભેદને અથવા કારણગતશક્તિભેદને માને છે. જ્યારે નિશ્ચયનય અનેક કાર્યો કરવાનો વસ્તુનો એક અખંડ સ્વભાવ સ્વીકારે છે. વ્યવહારનયના મંતવ્યને નૈયાયિક અનુસરે છે. તથા નિશ્ચયનયના મંતવ્યને વેદાંતી અનુસરે છે. યદ્યપિ તૈયાયિક વિદ્વાનો શક્તિનો સ્વીકાર નથી કરતા. પરંતુ શક્તિના સ્થાને ‘સ્વરૂપયોગ્યતા’ કે ‘કારણતાઅવચ્છેદક ધર્મ' શબ્દનો પ્રયોગ કરે જ છે. એક જ માટી દ્રવ્યત્વરૂપે સામાન્યગુણજનક, પૃથ્વીત્વરૂપે ગંધજનક, મૃત્ત્વરૂપે કે કપાલત્વરૂપે ઘટાદિજનક બને છે - આવું નૈયાયિક સ્વીકારે છે. આમ કાર્યભેદે કારણતાઅવચ્છેદકધર્મભેદનો સ્વીકાર કરીને * ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૯)+સિ.માં છે. S Ter નથી હોતું. માટે વચલા સમયગાળામાં પણ બ્રહ્મ તત્ત્વથી સ્વતંત્રરૂપે જણાતું દશ્ય જગત પરમાર્થથી મિથ્યા છે - આવું વેદાંતીઓનું માનવું છે. જી નિરવધિ દ્રવ્ય પરમાર્થસત્ (ત્થ૨.) આ રીતે મૃતપિંડ, કુશૂલ, ઘટ વગેરે કાર્યો પરમાર્થથી મિથ્યા સિદ્ધ થશે. કારણ કે નૃસ્પિડ વગેરે કાર્યો કાલિક અવધિવાળા છે. ‘અમુક સમયમાં પોતાનું હોવું, અને અમુક સમયમાં પોતાનું ન હોવું' - આ પ્રમાણે જે પદાર્થો કાળની સાથે સંતાકૂકડી રમતાં હોય તે પદાર્થો કાલિક અવિધવાળા કહેવાય. આવા પદાર્થોનું અસ્તિત્વ પ્રાતિભાસિક હોય છે. ઉનાળાના દિવસોમાં રણપ્રદેશમાં દૂરથી દેખાતું મૃગજળ પ્રાતિભાસિક હોય છે, વાસ્તવિક નહીં. અર્થાત્ ફક્ત પોતાનો પ્રતિભાસ (આભાસ) કરાવવા પૂરતું જ જેનું અસ્તિત્વ છે, નહીં કે કોઈ નક્કર કામ કરાવવામાં ઉપયોગી એવું અસ્તિત્વ. આમ મૃપિંડ, કુશૂલ, ઘટ વગેરે કાર્યો કાલિક અવધિવાળા હોવાથી મિથ્યા છે, પ્રાતિભાસિક છે. જ્યારે દ્રવ્ય એ જ પરમાર્થ સત્ છે. આનું કારણ એ છે કે કાર્ય-કારણભાવની કોઈ પણ કલ્પનાને શુદ્ઘ દ્રવ્ય સ્પર્શતું નથી. તેથી શુદ્ઘ દ્રવ્ય કાલિક અવધિ વિનાનું ધ્રુવ હોય છે. આમ શુદ્ધનિશ્ચયની દૃષ્ટિથી કાર્ય-કારણભાવ રહિત, શુદ્ધ, નિરવધિ, ધ્રુવ દ્રવ્ય જ પરમાર્થ સત્ છે. આ વાત ધ્યાનમાં રાખવી. શ વ્યવહારનયગામી તૈયાયિક - નિશ્ચયનયગામી વેદાંતી
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy