SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ १६२ • मिताक्षरावृत्तिसंवादोपदर्शनम् । શે. (૫૪.૭૩/૬૮) રૂતિ વયના पवितथैः सदृशाः सन्तोऽवितथा इव लक्षिताः।।” (मा.उप.का.१/६) इति माण्डूक्योपनिषत्कारिकावचनात् । ग गौडपादाचार्यकृता मिताक्षराभिधाना तद्वृत्तिस्त्वेवम् – “यद् आदावन्ते च नास्ति वस्तु मृगतृष्णिकादि - तन्मध्येऽपि नास्तीति निश्चितं लोके । तथा इमे जाग्रदृश्या भेदा आद्यन्तयोरभावाद् वितथैरेव मृगतृष्णिकादिभिः सदृशत्वाद् वितथा एव। तथाऽप्यवितथा इव लक्षिता मूढः अनात्मविद्भिः। ‘घट: सन्नि'तिप्रतीतिस्तु ‘सद् शे गन्धर्वनगरमि'तिवदापातकीति भावः” (मा.उप.का.१/६ पृ.१६) इति । कालवृत्त्यत्यन्ताभावाऽप्रतियोगित्वमेव क परमार्थसत्यत्वमिति प्रकृते तात्पर्य शुद्धद्रव्यार्थिकनयावलम्बिसम्प्रदायकुशलानाम् । માટે માડૂકયઉપનિષત્કારિકા નામના ગ્રંથમાં જણાવેલ છે કે “જે વસ્તુ પ્રારંભમાં ન હોય અને પાછળ પણ ન હોય તે વસ્તુ મધ્યકાળમાં પણ ન હોય અર્થાત્ અસતું હોય. જગતના ભાવો તુચ્છ પદાર્થ જેવા હોવા છતાં અતુચ્છ જેવા જણાય છે.” () માડૂક્યઉપનિષત્કારિકા ઉપર ગૌડપાદ નામના આચાર્ય દ્વારા મિતાક્ષરા નામની વ્યાખ્યા રચાયેલી છે. ઉપરોક્ત શ્લોકની સ્પષ્ટતા કરતા તેમણે ત્યાં જણાવેલ છે કે “જે વસ્તુ પ્રારંભમાં ન હોય તથા પાછળ પણ ન હોય તે વસ્તુ મધ્યકાળમાં પણ નથી હોતી. આ વાત દુનિયામાં નિશ્ચિતરૂપે માન્ય છે. દા.ત. ઉનાળાના દિવસોમાં રણપ્રદેશમાં દૂરથી મૃગજળને જોઈને તૃષાતુર હરણ તે દિશામાં A દોટ મૂકે છે. પરંતુ તેને પાણી મળતું નથી. તે પાણી ત્યાં ત્યારે અસત્ છે. હરણ દોડે તે પૂર્વે ત્યાં છે પાણી અસત્ હતું. હરણની દોટ પૂરી થયા પછી પણ ત્યાં પાણી અસત્ છે. તથા હરણ જ્યારે દોડી વા રહ્યું છે તે વચગાળાના સમયે પણ ત્યાં પાણી અસત્ જ છે. તેમ જાગ્રત અવસ્થામાં જણાતા દુન્યવી ભેદભાવો પણ આગળ કે પાછળ (અર્થાત્ નિદ્રાઅવસ્થા કે મરણદશામાં) ગેરહાજર હોવાથી, તુચ્છ સે મૃગજળ જેવા જ હોવાથી તુચ્છ જ છે. તેમ છતાં આત્માને નહિ જાણનારા મૂઢ જીવો દુન્યવી ભાવોને સાચા હોય તેમ જાણે છે. “ઘડો સત્ છે' - એવી પ્રતીતિ તો “ગંધર્વનગર સત છે' - એવી પ્રતીતિની જેમ પ્રતિભાસિક છે. એવો અહીં ભાવ છે.” માડૂક્યોપનિષત્કારિકા અને મિતાક્ષરા વૃત્તિના રચયિતા શુદ્ધ દ્રવ્યાર્થિકનયનું આલંબન લઈને ઉપરોક્ત વાત જણાવી રહ્યા છે. શુદ્ધ દ્રવ્યાર્થિકનયનું અવલંબન લેનાર સંપ્રદાયમાં કુશળ એવા ઉપરોક્ત ગ્રંથકારોનું પ્રસ્તુતમાં તાત્પર્ય એ છે કે પરમાર્થ સત્ય એને જ કહેવાય કે જે કાળવૃત્તિ અત્યંતાભાવનો અપ્રતિયોગી જ હોય. ફ પરમાર્થસત્ય અંગે વિચારણા ફ પષ્ટતા - જે વસ્તુ ક્યારેક જ હોય તે પરમાર્થથી અસત્ કહેવાય. જે સર્વદા હોય તે જ વસ્તુ પરમાર્થથી સત્ કહેવાય. જેનો કોઈ પણ કાળે અભાવ ન હોય તે વસ્તુ કાળનિષ્ઠ અત્યંતાભાવની પ્રતિયોગી બનતી નથી. તથા જે વસ્તુ કોઈક કાળે ગેરહાજર પણ હોય તે વસ્તુ કાળનિષ્ઠ અત્યંતભાવની પ્રતિયોગી બને છે. આથી કાળવૃત્તિ અત્યંતાભાવથી નિરૂપિત પ્રતિયોગિતાનો અભાવ = પરમાર્થ સત્યત્વ. આ પ્રમાણે શુદ્ધ દ્રવ્યાર્થિકનયનું તાત્પર્ય, નવ્યન્યાયની પરિભાષામાં, સ્પષ્ટ થાય છે.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy