SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ० कारणान्तरवैफल्यापत्तिनिवारणम् । १६१ તથા શુદ્ધ નિશ્ચયનયનઈ મતઈ કાર્ય મિથ્યા છઈ, “સાલાવર્તે ઘ ાસત્તિ, વર્તમાનેકવિ તત્તથા” રણ न वा कारणान्तरकृतोपकारभेदाऽभेदविकल्पेन मूलकारणीभूतद्रव्यभेदप्रसङ्गो लब्धावकाशः, प सहकारिसन्निधौ कार्यकरणस्वभावस्य अपर्यनुयोज्यत्वात् । तथा शुद्धनिश्चयनयमते तु कार्यमानं मिथ्या; “आदावन्ते च यन्नास्ति मध्येऽपि हि न तत्तथा। रा હવે પ્રશ્ન એ છે કે કાર્યને ઉત્પન્ન કરવા માટે સહકારી કારણો દ્વારા ઉપાદાનકારણો વિશે થતો ઉપકાર ઉપાદાનકારણથી ભિન્ન છે કે અભિન્ન છે ? જો એ ઉપકાર ઉપાદાનકારણથી સર્વથા ભિન્ન હોય તો તેવા ઉપકારથી પણ કોઈ પ્રયોજન સરતું નથી. જેમ હિમાલયથી વિંધ્યાચલ ભિન્ન હોવાથી વિંધ્યાચલ દ્વારા હિમાલય પર્વતનું કોઈ પ્રયોજન હાંસલ કરી શકાતું નથી તેમ નિમિત્તકારણ દ્વારા થતો ઉપકાર ઉપાદાનકારણથી ભિન્ન હોવાથી તેવા ઉપકાર દ્વારા ઉપાદાનકારણનું કોઈ પ્રયોજન સિદ્ધ થઈ શકતું નથી. માટે નિમિત્તકારણો દ્વારા થતો ઉપકાર ઉપાદાનકારણથી અભિન્ન માનવો જરૂરી બની જાય છે. પોતાના કાર્યને ઉત્પન્ન કરવા માટે સહકારી કારણો દ્વારા થતો ઉપકાર ઉપાદાનકારણથી અભિન્ન હોવાને લીધે ઉપકાર કરનાર નિમિત્તકારણ દ્વારા નવું જ ઉપાદાનકારણ ઉત્પન્ન થવાની સમસ્યા આવશે. કેમ કે ઉપકાર = ઉપાદાનકારણ. માટે ઉપકારજનક = ઉપાદાનકારણજનક. આવું બનવાથી તો અનેકવિધ કાર્યને ઉત્પન્ન કરનાર મૂળ ઉપાદાનકારણભૂત દ્રવ્ય જ બદલાઈ જવાની સમસ્યા સર્જાશે. આમ નિમિત્તકારણો દ્વારા થતા ઉપકારને ઉપાદાનકારણથી ભિન્ન કે અભિન્ન માનવાના બન્ને પક્ષમાં ઉપરોક્ત રીતે અનિષ્ટપત્તિ સર્જાશે. તથા સહકારી કારણો ઉપાદાનકારણ ઉપર ઉપકાર કરતા ન હોય તો અનેકવિધ કાર્યોને કરવાનો એક સ્વભાવ ધરાવનાર ઉપાદાનકારણ નિમિત્તકારણો વિના જ અનેક કાર્યોને ઉત્પન્ન , કરી લેશે. આવી સમસ્યા સર્જાશે. માટે સહકારી કારણ જો ઉપાદાનકારણ ઉપર ઉપકાર ન કરે તો પણ તકલીફ અને ઉપકાર કરે તો પણ તકલીફ નિશ્ચયનયના મતમાં આવશે. દ્રવ્યભેદ આપત્તિનું નિરાકરણ છે થાધાન :- (વા.) અનેક કાર્ય કરવાનો એક જ સ્વભાવ ઉપાદાનકારણમાં માનવામાં આવે તો પણ ઉપરોક્ત સમસ્યાને કોઈ અવકાશ નથી - એવું નિશ્ચયનયનું કહેવું છે. કારણ કે અનેક કાર્યને કરવાનો એક સ્વભાવ ઉપાદાનકારણમાં હોવા છતાં આ સ્વભાવ એવો છે કે વિવક્ષિત કાર્યના અન્ય સહકારીકારણો આવે ત્યારે જ વિવક્ષિત કાર્યને ઉત્પન્ન કરે છે. જેમ કે મૃપિંડ, સ્થાસ, કોશ, કુશૂલ, ઘડો, ઠીકરાં, રમકડાં વગેરે અનેકવિધ કાર્યોને કરવાનો સ્વભાવ માટીમાં એવા પ્રકારનો છે કે દંડ, ચક્ર, કુંભાર આદિ અન્ય સહકારી કારણોની હાજરીમાં જ ઉપરોક્ત કાર્યોને માટી ઉત્પન્ન કરે. દંડ, ચક્ર આદિની ગેરહાજરીમાં ઘડા વગેરેને બનાવવાનો સ્વભાવ માટીમાં નથી. આવું નિશ્ચયનયનું મંતવ્ય છે. માટે “સહકારીકારણ દ્વારા ઉપાદાનકારણમાં ઉપકાર થાય છે કે નહિ? તથા તે ઉપકાર ઉપાદાનકારણથી ભિન્ન છે કે અભિન્ન ?' ઈત્યાદિ પ્રશ્નો અહીં અસ્થાને છે. સહકારીકરણના સાન્નિધ્યમાં પોતાના કાર્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ ઉપાદાનકારણમાં માનવામાં કોઈ દોષ નથી. કારણ કે સ્વભાવ અપર્યનુયોજ્ય (=પ્રશ્ન કરવા માટે અયોગ્ય) હોય છે. ૬ કાર્ય માત્ર મિથ્યા : શુદ્ધ નિશ્ચયનય (તથા.) વળી, શુદ્ધ નિશ્ચયનયના મતે તો તમામ કાર્ય મિથ્યા છે. આ હકીકતનું સમર્થન કરવા
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy