________________
२/५
* देशभेदेन कालभेदेन च अनुगतप्रतीतिप्रकाशनम्
१३७
તેહનઈં કહિઈ જે “દેશભેદŪ જિહાં એકાકારઈં પ્રતીતિ ઊપજઈ, તિહાં તિર્યસામાન્યઽ કહિયઈ; । જિહાં કાલ-ભેદઈં અનુગતાકાર પ્રતીતિ ઊપજઈ, તિહાં ઊર્ધ્વતાસામાન્ય કહિયઈં.”
योरिति चेत् ?
प
अत्रोच्यते - देशभेदेन यत्रैकाकारा प्रतीतिरुपजायते तत्र स्थितं सामान्यं तिर्यक्सामान्यम् उच्यते यथा नील-पीतादिघटेषु घटत्वम् । यत्र च कालभेदेनाऽनुगताकारा प्रतीतिरुपजायते रा तत्रोर्ध्वतासामान्यमुच्यते यथा पिण्ड - कुशूलादिषु मृद्रव्यम् इति तयोर्भेदोऽनाविल एव । इत्थम् म् ऊर्ध्वतासामान्ये कालभेदोऽस्ति, देशभेदो नास्ति । तिर्यक्सामान्ये च देशभेदोऽस्ति कालभेदो र्श नास्ति। ततश्च कालाऽभेदेनानुगतप्रतीतिजनकं तिर्यक्सामान्यम्, देशाऽभेदेनानुगतप्रतीतिजनकञ्चोर्ध्वतासामान्यम्। एतावता 'कालभेदेऽपि देशाऽभेदेन अनुगतप्रत्ययजनकम् ऊर्ध्वतासामान्यमुच्यते, देशभेदेऽपि कालाऽभेदेन अनुगतप्रत्ययकारणञ्च तिर्यक्सामान्यमुच्यते' इति फलितम् ।
મૃદ્રવ્યને જેમ ઊર્ધ્વતાસામાન્ય કહેવાય છે તેમ ઘટત્વને પણ ઊર્ધ્વતાસામાન્યસ્વરૂપ માનવું જોઈએ. * તિર્યામાન્ય અને ઊર્ધ્વતાસામાન્ય વચ્ચે તફાવત
发布
णि
સુ
એમાધાન :- (ગો.) સામાન્યસ્વરૂપે ઊર્ધ્વતાસામાન્ય અને તિર્યસામાન્ય એકસરખા જણાવા છતાં પણ બન્નેમાં એક મહત્ત્વનો તફાવત રહેલો છે. જે પદાર્થમાં ક્ષેત્ર (ચાહે ઉપાદાનકારણ સ્વરૂપ કે ચાહે આધારભૂત આકાશપ્રદેશાદિ) બદલાવા છતાં સમાન આકારવાળી પ્રતીતિ ઉત્પન્ન થાય તે પદાર્થમાં રહેલ સામાન્યને તિર્યસામાન્ય કહેવાય છે. જેમ કે નીલ-પીત વગેરે ઘડાઓમાં ઘટત્વ. તથા જે પદાર્થમાં કાલભેદથી અનુગત આકારવાળી પ્રતીતિ ઉત્પન્ન થાય છે તે પદાર્થમાં રહેલ સામાન્યને ઊર્ધ્વતાસામાન્ય કહેવાય છે. જેમ કે મૃપિંડ-સ્થાસ-કોશ-કુશૂલ વગેરે પદાર્થમાં રહેલ મૃદ્રવ્ય. આથી ઊર્ધ્વતાસામાન્યમાં અને તિર્યક્સામાન્યમાં તફાવત એકદમ સ્પષ્ટ જ છે. મતલબ કે એક જ માટી જુદા-જુદા કાળે જુદી જુદી અવસ્થાઓમાંથી પસાર થવા છતાં અનુગત સ્વરૂપે જણાય છે. માટે તેને ઊર્ધ્વતાસામાન્ય કહેવાય છે. તથા જુદા જુદા ક્ષેત્રમાં રહેલા લાલ-પીળા-કાળા વગેરે જુદા જુદા ઘડાઓમાં ઘટત્વરૂપે એકાકારતાનું ભાન થાય છે. માટે ઘટત્વ તિર્યસામાન્ય કહેવાય છે. તેથી ઊર્ધ્વતાસામાન્યમાં કાળ બદલાય છે પણ માટી (ક્ષેત્ર-ઉપાદાનકારણ) બદલાતી નથી. જ્યારે તિર્યક્સામાન્યમાં માટી બદલાય છે પણ કાળ બદલાતો નથી. તેથી એક જ કાળમાં અનુગત પ્રતીતિને ઉત્પન્ન કરનાર તિર્યક્સામાન્ય છે. તથા એક જ દ્રવ્યમાં (માટીમાં) અનુગત પ્રતીતિને ઉત્પન્ન કરનાર ઊર્ધ્વતાસામાન્ય છે. મતલબ કે કાળ બદલાય પણ ઉપાદાનકારણ ન બદલાય (=અપૃથક્ હોય) અને અનુગત પ્રતીતિ ઉત્પન્ન કરાવે તે ઊર્ધ્વતાસામાન્ય કહેવાય છે. તથા કાળ ન બદલાય પણ ઉપાદાનકારણ બદલાય (=પૃથક્ હોય) અને અનુગત પ્રતીતિ ઉત્પન્ન કરાવે તે તિર્યક્સામાન્ય કહેવાય છે આ પ્રમાણે પ્રસ્તુતમાં ફલિત થાય છે.
7 લી.(૩)માં ‘સામાન્યનો સ્યો વિશેષ' અશુદ્ધ પાઠ.