SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ १३५ ૨/૨ ० घटत्वशक्ति: तिर्यक्सामान्यम् । ભિન્ન વિગતિમાં રૂપ એક જે, દ્રવ્યશક્તિ જગિ દાખઈ રે; તે તિર્યસામાન્ય કહી જઈ, જિમ ઘટ ઘટ પણ રાખઈ રે 1ર/પા (૧૪) જિન. ભિન્ન વિગતિમાં = ભિન્નપ્રદેશી વિશેષમાંહઈ, જેહ દ્રવ્યની શક્તિ (જગિ = જગતમાં) એકરૂપ = રી "એકાકાર એજ જેહનઈ" (દાખઈ=) દેખાડઈ છઇ, તેહનઈ તિર્યસામાન્ય કહિયઈ. જિમ ઘટ ઘટ પણ 2 = ઘટવ રાખઈ છઈ. “સર્વ ઘટમાંહિ ઘટપણું રાખતો = અનુગત ઘટાકાર પ્રતીતિ વિષય થાતો ઘટવ તે તિર્યસામાન્ય. एतावता सामान्यस्य प्रथमो भेद उक्तः । साम्प्रतं सामान्यस्य द्वितीयं भेदमाह - 'द्रव्येति। द्रव्यशक्तिरनेकत्र दर्शयत्येकमेव सा। तिर्यक्सामान्यमित्युक्तं घटत्वं हि घटेष्विव ।।२/५।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – (या) द्रव्यशक्तिः अनेकत्र एकमेव दर्शयति, सा तिर्यक्सामान्यमित्युक्तम्, ग घटेषु हि घटत्वम् इव ।।२/५।। ___ या द्रव्यशक्तिः अनेकत्र = विभिन्नप्रदेशिषु भिन्नव्यक्तिविशेषेषु एकमेव = निर्देशस्य भावप्रधानत्वाद् ... एकाकारतामेव दर्शयति सा तिर्यक्सामान्यम् इति उक्तं शास्त्रकृद्भिः । दृष्टान्तमाह - घटत्वं हि घटेषु इव इति । सर्वघटेषु घटाकारतां रक्षयद् अनुगतं घटत्वं प्रतीतिविषयीभवत् तिर्यक्सामान्यम् ण અવતરણિત - ચોથા શ્લોકમાં જે વિવેચન કરવામાં આવ્યું તેના દ્વારા સામાન્યનો પ્રથમ ભેદ બતાવ્યો. અર્થાત્ ઊર્ધ્વતાસામાન્યસ્વરૂપ દ્રવ્યનું નિરૂપણ આગળના શ્લોકમાં થઈ ગયું. હવે પાંચમા શ્લોકમાં સામાન્યના બીજા ભેદનું અર્થાત્ તિર્યસામાન્યનું ગ્રંથકારશ્રી નિરૂપણ કરે છે : છે તિર્યક્ર સામાન્યનો વિચાર છે લોકાથી:- જે દ્રવ્યશક્તિ અનેક વ્યક્તિમાં એકરૂપતાને જ દેખાડે છે તે તિર્યસામાન્ય તરીકે કહેવાય છે. જેમ કે અનેક ઘડાઓમાં “ઘટત્વ' તિર્યસામાન્ય કહેવાય. (૨/૫) વ્યાખ્યા :- જે દ્રવ્યશક્તિ જુદા જુદા પ્રદેશવાળી = વ્યક્તિગત રીતે દ્રવ્યથી અલગ અલગ ઉપાદાન- હા કારણવાળી વિભિન્ન વ્યક્તિઓમાં (=કાર્યોમાં) એકાકારતાને જ દેખાડે તે દ્રવ્યશક્તિ તિર્યસામાન્ય છેઆ પ્રમાણે જૈન શાસ્ત્રકાર ભગવંતો કહે છે. યદ્યપિ તમામ મુમય ઘડા માટીસ્વરૂપ એક જ ઉપાદાનકારણથી શ નિર્મિત છે. તેથી અનેક ઘડાઓના ઉપાદાન અલગ-અલગ ન કહેવાય. પણ એક ઘડો જે માટીમાંથી બનેલ છે તે માટીના પ્રદેશો = એવયવો બીજા ઘડાના ઉપાદાનથી પૃથર્ છે. તેથી તમામ ઘડાનું ઉપાદાનકારણ વ્યક્તિગત રીતે અલગ-અલગ કહેવાય. અહીં અલગપણું ભેદસ્વરૂપ નથી પરંતુ પ્રવિભક્તપ્રદેશ–સ્વરૂપ છે, પૃથક્વરૂપ છે. પ્રસ્તુતમાં મૂળ ગાથામાં “ વ” આ પ્રમાણે જે નિર્દેશ કરેલ છે તે ભાવપ્રધાન છે. માટે એક = એકતા = એકાકારતા આ પ્રમાણે વ્યાખ્યામાં અર્થઘટન કરવામાં આવે છે. ગ્રંથકારશ્રી તિર્યસામાન્યનું દષ્ટાંત આપતા કહે છે કે અનેક વિભિન્ન ઘટ વ્યક્તિઓમાં આ.(૧)માં “એકાકીરૂપ પાઠ છે..* ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લા.(૨)માં છે. આ ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૩+૪+૯+૧૧)+સિ.+આ.(૧) માં છે. ઉપયોગી હોવાથી લીધેલ છે.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy