________________
१३४
• शुद्धसङ्ग्रहनयमते द्रव्यविमर्श:
૨/૪ प परमार्थसत्, त्रैकालिकत्वात् । द्रव्यस्य गुण-कर्मादिभ्यः सत्पदार्थेभ्यः अभिन्नत्वेऽपि वन्ध्यापुत्र
-शशशृङ्गादिभ्यः असत्पदार्थेभ्यो नाऽभिन्नत्वं शुद्धसङ्ग्रहनयमते समाम्नातम्, अन्यथा द्रव्यस्य " तुच्छरूपतापत्तेः। तथा च सत्तैव परोर्ध्वतासामान्यम्, तन्मते अन्येषाम् स्वातन्त्र्येण असत्त्वात् । म् गुणादीनां द्रव्याभिन्नतयैव सत्त्वम्, नाऽन्यथा। इत्थं तस्य सद्वैतवादप्रवणत्वं ज्ञेयम् । र्श प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - द्रव्याकारपरावृत्तौ अपि मूलस्वरूपतः द्रव्यं न जातु परावर्तते -- इति चेतसिकृत्य अनुकूलताप्रतिकूलता-सुखदुःख-यशोऽयशः-सौभाग्यदुर्भाग्य-मानाऽपमानाद्यवस्थायामपि " ऊर्ध्वतासामान्यशक्त्या अपरिवर्तनशीलशुद्धात्मद्रव्ये निजदृष्टिं स्थापयित्वा रत्यरति-रागद्वेषादिपरिहारेण ण शुद्धसमत्वयोगम् आत्मार्थी आरोहति। ततश्च “अष्टप्रकारककर्मबन्धवियोगो मोक्षः” (द.वै.१/नि.५९/ का वृ.पृ.१५६) दशवैकालिकनियुक्तिहारिभद्रीवृत्तिदर्शितः सुलभः स्यात् ।।२/४ ।। વટ-૩૧મવત્ ! તે જ રીતે - દ્રવ્ય જ પારમાર્થિક તત્ત્વ છે. કેમ કે દ્રવ્ય તૈકાલિક છે. શુદ્ધસંગ્રહનયના મતે ગુણ, કર્મ વગેરે સત્ પદાર્થોથી દ્રવ્ય અભિન્ન હોવા છતાં પણ વંધ્યાપુત્ર, શશશૃંગ વગેરે અસત્ પદાર્થોથી દ્રવ્ય અભિન્ન નથી. બાકી તો અસત્પદાર્થથી અભિન્ન બનવાથી દ્રવ્ય તુચ્છ થવાની આપત્તિ આવે. આ રીતે ફક્ત સત્તા જ પરઊર્ધ્વતાસામાન્ય છે. કારણ કે શુદ્ધ સંગ્રહનયના મતે ગુણ વગેરે
પદાર્થો પણ દ્રવ્યઅભિન્ન સ્વરૂપે જ સત્ = વાસ્તવિક = વિદ્યમાન છે. દ્રવ્યથી ભિન્ન સ્વરૂપે ગુણાદિનું શું અસ્તિત્વ નથી. આ રીતે શુદ્ધસંગ્રહનયને સદ્અદ્વૈતવાદમાં પ્રવીણ સમજવો.
સ્પષ્ટતા:- નૈગમન પૂલ, સૂક્ષ્મ વગેરે અનેક અભિપ્રાયો ધરાવે છે. માટે તેના મતે ઊર્ધ્વતાસામાન્ય CL (સ્વરૂપ દ્રવ્ય)ના પર અને અપર અર્થાત્ વ્યાપ્ય અને વ્યાપક એવા બે ભેદ પાડવામાં આવે છે. જ્યારે શુદ્ધ સંગ્રહનય તો તમામ પદાર્થોમાં અભેદને માને છે. તેથી પર-અપર ઊર્ધ્વતાસામાન્ય કે તિર્યસામાન્ય સ્વરૂપે દ્રવ્યનું વિભાજન કરવાના બદલે તેમાં રહેલ દ્રવ્યત્વ સ્વરૂપ અનુગત ગુણધર્મને મુખ્ય કરીને તમામ દ્રવ્યોમાં અભેદને તે સિદ્ધ કરે છે. માટે તેના મત મુજબ દ્રવ્ય એક સ્વરૂપ જ છે. શુદ્ધસંગ્રહનય સત્પદાર્થોમાં અભેદને સિદ્ધ કરે છે. તેથી તે સદ્દઅદ્વૈતવાદમાં કુશળ કહેવાય છે.
હ9 ઊર્ધ્વતાસામાન્યનો ઉપયોગ હS આધ્યાત્મિક ઉપનય :- દ્રવ્યના આકાર-અવસ્થા-દશા બદલાય તો પણ દ્રવ્ય પોતાના મૂળભૂતસ્વરૂપે બદલાતું નથી. ઊર્ધ્વતા સામાન્ય આ હકીકતને દર્શાવે છે. આ વાત સતત સાધકની નજર સામે હોય તો અનુકૂળતા-પ્રતિકૂળતા, સુખ-દુઃખ, યશ-અપયશ, સૌભાગ્ય-દુર્ભાગ્ય, માન-અપમાન, ચડતી-પડતી આદિ અનેક અવસ્થામાં પણ પરિવર્તનશીલ શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર દૃષ્ટિને કેન્દ્રિત કરવાથી રતિ-અરતિના કે રાગ-દ્વેષના તોફાનમાં તણાવાના બદલે કે આઘાત-પ્રત્યાઘાતના વમળમાં ફસાવાના બદલે શુદ્ધ સમવયોગમાં સાધક આરૂઢ થાય છે. તેનાથી દશવૈકાલિકનિયુક્તિહારિભદ્રી વૃત્તિમાં દર્શાવેલ આઠેય પ્રકારના કર્મબંધનો વિયોગ થવા સ્વરૂપ મોક્ષ સુલભ બને. (૨૪)