________________
९७
. द्रव्यलक्षणप्रदर्शनम् । -रसादयस्तेषां सन्द्रवणं = सन्द्रावः = समुदायो घटादिरूपो द्रव्यम् । तथा (५) 'भव्वं भावस्स' त्ति प भविष्यतीति भावस्तस्य भावस्य भाविनः पर्यायस्य यद् भव्यं = योग्यं तदपि द्रव्यम्, राज्यपर्यायाऽर्हकुमारवत् । ...
तथा (६) भूतभावं चेति भूतः = पश्चात्कृतो भावः = पर्यायो यस्य तद् भूतभावं तदपि द्रव्यम्, अनुभूतघृताऽऽधारत्वपर्यायरिक्तघृतघटवत्। (७) चशब्दाद् भूत-भविष्यत्पर्यायं च द्रव्यमिति ज्ञातव्यम्, भूत -भविष्यघृताधारत्वपर्यायरिक्तघृतघटवदिति।
एतदपि (भविष्यद्भावम्,) भूतभावं तथा भूत-भविष्यद्भावं च कथम्भूतं सद् द्रव्यम् ? इत्याह - यद् योग्यम्, भूतस्य (भाविनः) भावस्य भूत-भविष्यतोश्च भावयोरिदानीमसत्त्वेऽपि यद् योग्यमहँ तदेव द्रव्यमुच्यते, क नान्यत्, अन्यथा सर्वेषामपि पर्यायाणां अनुभूतत्वादनुभविष्यमाणत्वाच्च सर्वस्याऽपि पुद्गलादेः द्रव्यत्वप्रसङ्गाद्” र्णि દ્રવ્યો મહાસત્તાના અવયવ કે વિકાર (=રૂપાન્તરણ) બને છે જ. તથા (૪) રૂપ-રસ વગેરે ગુણોનો સંદ્રાવ = સમુદાય એટલે દ્રવ્ય. ગુણસમૂહ ઘટાદિસ્વરૂપ છે. તે જ દ્રવ્ય છે. તથા (૫) ભાવ = ભાવી પર્યાય માટે જે યોગ્ય હોય તે પણ દ્રવ્ય કહેવાય. જેમ કે રાજાના પર્યાયને યોગ્ય રાજકુમાર તે પણ રાજા કહેવાય. ભાવીભૂપતિપર્યાયયોગ્યત્વસ્વરૂપ દ્રવ્યત્વને લક્ષમાં રાખીને તે રાજકુમારને દ્રવ્યરાજા પણ કહેવાય. મતલબ કે ભવિષ્યકાલીન પર્યાયને આશ્રયીને પણ તે તે વસ્તુમાં દ્રવ્યત્વ સંભવે છે.
(તથા) તથા (૬) જેનો જે ભૂતકાલીન (=પસાર થઈ ચૂકેલો) પર્યાય હોય તેમાં પણ સાપેક્ષ દ્રવ્યત્વ સમજવું અર્થાત્ તેને પણ તથાવિધ દ્રવ્ય સમજવું. જેમ કે જે ઘડો પૂર્વકાળમાં ઘીથી ભરેલો હોય તેમાં “વૃતઆધારતા' નામનો પર્યાય હતો. ભૂતકાળમાં ધૃતઆધારતા નામના પર્યાયને અનુભવવા છતાં વર્તમાનકાળે ઘી વગરના ઘડાને ઉદેશીને “આ ઘીનો ઘડો છે' - આમ બોલાય છે ત્યાં વૃતાધારતાસ્વરૂપ છે પર્યાયને સાપેક્ષ એવું દ્રવ્યત્વ ઉપચરિત સમજવું. (૭) મૂળ ગાથામાં જે “ચ” શબ્દ છે. તેનાથી ભૂતકાલીન વા કે ભવિષ્યકાલીન પર્યાયવાળી વસ્તુને પણ દ્રવ્ય સમજવું. મતલબ કે જેમાં પૂર્વકાળમાં અમુક પર્યાયો હતા અને ભવિષ્યકાળમાં પર્યાય ઉત્પન્ન થવાના છે તેને દ્રવ્ય કહેવાય. જેમ કે જે ઘડામાં પૂર્વકાળમાં છે ઘી ભરેલું હોય અને ભવિષ્યમાં ઘી ભરવાનું હોય પણ વર્તમાનકાળે ઘી ભરેલું ન હોય તે ઘડાને ઉદ્દેશીને “આ ઘીનો ઘડો (= ઘીવાળો ઘડો) છે' - એમ બોલવામાં આવે ત્યાં વૃતાધારતાવત્ત્વ સ્વરૂપ દ્રવ્યત્વ ઉપચરિત સમજવું.
(ત) “પૂર્વકાળમાં, (ભવિષ્યકાળમાં) તથા ભૂત-ભાવીકાળમાં જેમાં પર્યાયની આધારતા હોય તે કેવા પ્રકારનું હોય તો વર્તમાનમાં પર્યાય ન હોવા છતાં દ્રવ્ય કહેવાય ?' આ પ્રશ્નનો જવાબ એ છે કે ભૂતકાલીન કે ભવિષ્યકાલીન કે ભૂત-ભાવી પર્યાય વર્તમાનકાળમાં ન હોવા છતાં તેના માટે જે યોગ્ય હોય તે જ દ્રવ્ય કહેવાય, બીજું નહિ. જેના માટે જે વસ્તુ વર્તમાનકાળે યોગ્ય ન હોય તેને જો તથાવિધ દ્રવ્ય કહી શકાય તો તમામ પુદ્ગલ વગેરેએ બધાય પર્યાયોનો પૂર્વે અનુભવ કરેલો છે તથા ભવિષ્યમાં પણ તે તમામ પર્યાયોને અનુભવવાના છે. તેથી સર્વ પુદ્ગલ વગેરેનો તે તે દ્રવ્ય તરીકે વ્યવહાર થવાની આપત્તિ આવે. (અર્થાત્ “આ ઘીનો ઘડો છે' - એવું બોલાય છે તેમ “આ ઘીનો પત્થર છે' - તેવો વ્યવહાર પત્થરમાં પણ પ્રામાણિક માનવો પડશે. કારણ કે પત્થરના પુગલોએ અનંતકાળ પૂર્વે માટી વગેરે અવસ્થામાં ઘડો બનીને વૃતાધારતાપર્યાયનો અનુભવ કર્યો જ છે. પરંતુ