SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ 22 દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકા-સુવાસકારની હૃદયોર્મિ પ્રવેશે છે. જીવ ‘ભદ્રપરિણામી અને કલ્યાણમૂર્તિ બને છે. ચિત્તમાં સરળતા, નમ્રતા, ક્ષમા, ઉદારતા ૨ વગેરે ગુણો પ્રગટે છે. પોતાના જ નિર્મળ ચૈતન્યસ્વરૂપની ઘોર હિંસા કરવાની ઘાતક ચિત્તવૃત્તિ વિરામ પામે છે. શુક્લ બીજના ચંદ્રની જેમ શુદ્ધ જીવદ્રવ્ય ખીલે છે, જીવની સમજણ-આત્મતત્ત્વરુચિ વગેરે મુખ્ય ગુણો પ્રગટે છે તથા વૈરાગ્ય, અંતર્મુખતા વગેરે નિર્મળ પર્યાયો વિકસે છે. આત્મતત્ત્વ પ્રત્યે દ્વેષ તથા ઘોર ઉપેક્ષાનો પરિણામ (મલિન પર્યાય) રવાના થાય છે. આત્મતત્ત્વ પ્રત્યે અદ્વેષ નામનો ગુણ પ્રગટે છે. ‘આ જીવનની સફળતા શેમાં? મારું મૂળ સ્વરૂપ કેવું છે ?’ - આવી જિજ્ઞાસા તેના અંતઃકરણમાં ઉદ્ભવે છે. ‘શાંતિનો મહાસાગર અંદરમાં જ છે. શાંતિ અંદરથી જ મળશે. માર્ગ અંદરમાં જ છે’ આવો દૃઢ નિર્ણય-યથાર્થ પ્રણિધાન જીવમાં પ્રગટે છે. આ રીતે જીવ મોક્ષમાર્ગાભિમુખ બને છે. ત્યાર બાદ રસપૂર્વક ઉપાદેયપણે પરદ્રવ્ય-ગુણ-પર્યાયના સંપર્કમાં આવવાની જીવની યોગ્યતા ઝડપથી ઘટે છે. સ્વાત્મદ્રવ્ય-ગુણ-પર્યાયને મલિન કરવાની જીવની શક્તિ ક્ષીણ થાય છે. સ્વવિરોધીબળસ્વરૂપ સહજમળનું ઝડપથી રેચન થાય છે. નિજ શુદ્ધાત્મતત્ત્વ પ્રત્યે પરમ પ્રેમ પ્રગટે છે. ઉપયોગ-રુચિ-શ્રદ્ધાને તે સતત પ્રયત્નપૂર્વક આત્મસન્મુખ રાખે છે. આ રીતે મોક્ષમાર્ગાનુસારીપણાને પ્રકૃષ્ટ બનાવીને સાધક ભગવાન સ્વતઃ સંસારમાર્ગથી પતિત અને મોક્ષમાર્ગમાં પ્રવિષ્ટ એવી આત્મદશામાં પ્રવેશે છે. હવે ઔપાધિક સ્વદ્રવ્ય, વૈભાવિક નિજગુણો અને મલિન સ્વપર્યાય પ્રત્યેનું આકર્ષણ પણ ઓગળતું જાય છે. ચિત્તવૃત્તિનો પ્રવાહ નિરુપાધિક સ્વાત્મદ્રવ્ય-ગુણ-પર્યાય તરફ સહજપણે વળે છે. આ રીતે સ્વરૂપપ્રાપ્તિની પ્યાસમાંથી, પરમ શાંત નિચેતનદ્રવ્યને પ્રગટ કરવાની તીવ્ર તડપનમાંથી આંતરિક મોક્ષમાર્ગ ખૂલતો જાય છે. જીવ પોતાના સ્વરૂપમાં ખીલતો જાય છે, ઠરતો જાય છે. આત્માર્થી સાધક પોતાના જ નિર્મળ ચૈતન્યસ્વભાવમાં વિશ્રાન્તિ કરે છે. (૧) દૈહિક સાંસારિક ભાવો, (૨) શબ્દાદિ વિષયોના વ્યવહારો અને (૩) માનસિક સંકલ્પ-વિકલ્પસ્વરૂપ સંસાર સ્વતઃ અસારભૂત ભાસે છે. તે ત્રિવિધ સંસારમાં ઓતપ્રોત બનીને કર્તૃત્વ-ભોતૃત્વભાવની રસમય પરિણતિસ્વરૂપ સંસારસારભૂતતા ભવાભિનંદિતા ખતમ થાય છે. આધ્યાત્મિક અરુણોદય પરાકાષ્ઠાને પામે છે. આ રીતે જીવ ‘ગ્રન્થિભેદ કરવા માટે કટિબદ્ધ બને છે. = ખાવાની તીવ્ર લાલસા, કાતિલ ભોગતૃષ્ણા, કષાયના આવેશ વગેરેમાં હોંશે-હોંશે લાંબા સમય સુધી તણાવાની ચિત્તવૃત્તિ સ્વરૂપ સંસારપૂજા-સંસારનમસ્કાર હવે બંધ થાય છે. તથા પરમ નિષ્કષાયસ્વરૂપ આત્મદ્રવ્ય પ્રત્યેનો ઊંડો અહોભાવ, શાંત સુધારસમય ચેતનદ્રવ્ય પ્રત્યે અનન્ય આદરભાવ, પરમસમાધિપૂર્ણ નિજાત્મતત્ત્વનું અદમ્ય આકર્ષણ, પરમ નિર્વિકારી પાવન નિજસિદ્ધસ્વરૂપને પ્રગટાવવાની પ્રબળ ઝંખના, અલિપ્ત-અસંગ-અખંડ-અનાવૃત શુદ્ધચૈતન્યને જ અનુભવવાનો તીવ્ર તલસાટ, ત્રિકાળ શુદ્ધ-પરિપૂર્ણ સ્વાત્મદ્રવ્ય તરફ ઝૂકવાનું વલણ વગેરે પ્રગટ થવા સ્વરૂપ ‘નમો' ભાવની સ્પર્શના કરવા માટે જીવ બડભાગી બને છે. ત્યારે નૈૠયિક “ચરમ યથાપ્રવૃત્તકરણમાં જીવનો પ્રવેશ થાય છે. દેહેન્દ્રિયાદિભિન્ન વિશુદ્ધ ચૈતન્યતત્ત્વ તરફ પોતાનો ચિત્તવૃત્તિપ્રવાહ નિરંતર પરમ પ્રીતિથી ઢળે, દૃઢ રુચિથી ઝૂકે, પ્રબળ લાગણીથી સમર્પિત થાય તે સ્વરૂપે ‘નમો અરિહંતાણં' પદમાં જીવ સ્થિર થાય છે. આ સ્થિરતાના પ્રતાપે ૧. દ્વાત્રિંશદ્વાત્રિંશિકા - ૨૦/૩૨ ૨. દ્વાત્રિંશદ્વાત્રિંશિકા - ૨૧/૨૬૩. યોગબિંદુ - ૧૭૯ વૃત્તિ ૪. યોગદૃષ્ટિસમુચ્ચયશ્લો.૨૫-વૃત્તિ ૫. યોગદૃષ્ટિસમુચ્ચય - ૩૮ + દ્વાત્રિંશદ્વાત્રિંશિકા - ૨૧/૨૩
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy