SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ 21 • દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકા-સલાકારની હણોલ - અનાદિ કાળથી દેહાધ્યાસ, ઈન્દ્રિયાવ્યાસ, ચિત્તવૃત્તિપ્રવાહની બહિર્મુખતા, નબળા નિમિત્તોની પરવશતા, ઔદયિક ભાવોનું અંતરંગ ખેંચાણ વગેરેના લીધે જીવ બહિરાત્મદશામાં જ સતત અટવાયેલો છે. દ્રવ્યાનુયોગની પરિભાષામાં કહીએ તો પરદ્રવ્ય-પરગુણ-પરપર્યાયમાં જીવ નિરંતર ઓતપ્રોત બનીને ભળી ચૂકેલો છે. ચરણ-કરણાનુયોગની પરિભાષામાં જીવની આ બાલદશા છે, મંદદશા છે. ધર્મકથાનુયોગની પરિભાષામાં આત્માની આ મૂઢદશા છે, ‘મૂચ્છિતદશા છે. ગણિતાનુયોગની પરિભાષામાં પ્રાણીની આ અવસ્થા આધ્યાત્મિક જગતમાં શૂન્યના સ્થાને છે. યોગદષ્ટિની પરિભાષામાં આ અવસ્થા એ જ ભવાભિનંદીપણું છે. કાયમ દેહદશાની જ નિરંતર આળપંપાળ, ઈન્દ્રિયના વિષયોમાં ખેંચાણ, માનસિક વિકલ્પોની હારમાળામાં તણાયે રાખવાની લગની સ્વરૂપ 'ભવાભિનંદીપણું જ આ જીવે પુષ્ટ કર્યું છે. આ રીતે પોતાના આનંદમય-પરમશાંત-પરમસ્થિર-શુદ્ધચૈતન્યમય સ્વરૂપની ઘોર ઉપેક્ષા કરીને આ જીવે શુદ્ધ આત્મતત્ત્વ પ્રત્યે દ્વેષભાવ જ તગડો કર્યો છે. અચરમાવર્તકાળવાર્તા જીવનો આ એક્સ-રે છે. ચરમાવર્ત કાળમાં પ્રવેશ થયા બાદ, શુભ-અશુભ બળવાન નિમિત્તના માધ્યમે કર્મની ઘેરી ચોટ લાગતાં નિયતિ સાનુકૂળ હોવાથી જીવને પોતાની નિમ્નતર-નિરાધાર-નિઃસહાય-અશરણ-અશુચિય અવસ્થાની પ્રતીતિ થાય છે. કર્મના ગણિતને જીવ ઊંડાણથી વિચારીને સમાધાનકારી વલણને અપનાવે છે. તેના કારણે પૂર્વકાલીન સતત બહાર તરફ રસપૂર્વક વહી જતો ચિત્તવૃત્તિપ્રવાહ મંદ પડે છે. ગમો -અણગમો, આઘાત-પ્રત્યાઘાત વગેરેના વમળમાં સ્વરસથી તણાવાનું ઓછું થાય છે. શુદ્ધ ચૈતન્યની અનુભૂતિથી રંગાયેલા અંતરમાંથી નીકળતી સંવેગ-વૈરાગ્યમય ગુરુવાણી જીવના અંતઃકરણને ભીંજવે છે, જીવના અહંને ઓગાળે છે. આ રીતે જીવનો પોતાનો ભાવમળ કાંઈક અંશે ઓગળે છે. પોતાના મલિન વ્યક્તિત્વને ઓગાળવા માટે જીવ સદ્ગુરુની શરણાગતિને હૃદયથી સ્વીકારે છે. કર્મની ઘેરી ચોટની ગાઢ અસરવાળું અંતઃકરણ સંસાર પ્રત્યે વિરક્ત બને છે, ઉદાસીન બને છે. સંસાર તરફ, વિષય-કષાય તરફ સતત વધી રહેલો જીવનો ઊર્જાપ્રવાહ પાંખો પડે છે, શિથિલ બને છે, મંદ થાય છે, વેરવિખેર બને છે. પર બાબતનું મૂલ્ય નહિવત્ લાગે છે. પરદ્રવ્ય-પરગુણ -પરપર્યાય હવે નિર્મૂલ્ય અને નિર્માલ્ય લાગે છે. ભવભ્રમણના કારણોની જીવ ઊંડી વિચારણા કરે છે. એકાંતે દુઃખરૂપ, દુઃખહેતુ, દુઃખાનુબંધી એવા બાહ્ય-અત્યંતર સંસારની અસારતા તેના હૈયામાં વસી જાય છે. તેના લીધે પૈસા, પત્ની, પુત્ર, પરિવાર, પ્રસિદ્ધિ વગેરે સ્વરૂપ બાહ્ય સંસારમાં આસક્તિ અને આગ્રહ ઘટે છે. તથા રાગાદિ વિભાવપરિણામો અને માનસિક સંકલ્પ-વિકલ્પ-વિતર્ક-વિચારોની હારમાળા સ્વરૂપ આંતરિક સંસારમાં રતિ-રસિકતા-તન્મયતા-એકાકારતા તૂટે છે. આમ જીવનું અનાદિકાલીન ભવાભિનંદીપણું રવાના થાય છે. ‘કુતર્ક-કદાગ્રહ-પૂર્વગ્રહ-હઠાગ્રહ પણ વિદાય લે છે. સહજમળ અત્યંત શિથિલ બને છે. પાપકર્મબંધની યોગ્યતા પણ ઘટે છે. વર્ધમાનગુણયુક્ત અપુનબંધકદશામાં જીવ ૧. સોજા (કાવાર - 3/ર/૧/૧૪) - વિતિયા મંવસ વાયા(શાવર - 9//9/9૪૧) ૨. મંતા મોટે પાડા (૩મવાર - ૧/૨/૨/૭૪) ૩. ઉત્તરાધ્યયન-૧/૨૯૪. જ્ઞાતાધર્મકથા - અધ્યયન ૧૭/સૂ.૧૩૪ ૫. યોગદષ્ટિસમુચ્ચય૭૫/૭૬ ૬. યોગબિંદુ-૧૯૪ ૭. ધર્મરત્નપ્રકરણ-૬૩ ૮. યોગદષ્ટિસમુચ્ચય-૮૬ ૯. યોગબિંદુ-૧૭૦ ૧૦. યોગબિંદુ-૧૭૮
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy