SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ० ज्ञानपदार्थप्रकाशनम् । दशोन्नतिकृते च विनय-विवेक-वैराग्य-वैयावृत्त्य-विनम्रता-विमलविज्ञानादिकम् आत्मसात् करणीयम् । प्रकृते ज्ञानपदेन न केवलं शास्त्रबोधो ग्राह्यः, अपि तु द्रव्यानुयोगादिपरिशीलनप्रयुक्तज्ञानावरण -मोहनीयकर्मक्षयोपशमलब्धात्मलाभा गुणपरिणतिरेव ग्राह्या भावनागर्भिता। इदमभिप्रेत्य धर्मबिन्दी रा श्रीहरिभद्रसूरिभिः “भावनानुगतस्य ज्ञानस्य तत्त्वतो ज्ञानत्वाद्” (ध.बि.६/३०) इत्युक्तम्। ततश्च एतादृशगुणपरिणतिलक्षणभावनाज्ञानसम्पन्नसंविग्नगीतार्थसन्निधौ विनय-बहुमानादिपूर्वं । शास्त्रीयपदार्थादिपरमार्थपर्यवसानं विज्ञानम् उपार्जनीयम् । तथाविधसंविग्नगीतार्थानुपलब्धौ संविग्न- श पाक्षिकगीतार्थसकाशादपि तथैव आगमिकैदम्पर्यार्थपर्यन्तविज्ञानं सम्प्राप्यम् । अयञ्च मोक्षमार्गो क जिनेश्वरोपदिष्टः। एतावता ज्ञानहीनाऽऽचारसम्पन्नापेक्षया कर्मवशेन आचारहीनोऽप्यात्मज्ञानसम्पन्नः श्रेयान् इति फलितम् । तादृशशुद्धात्मज्ञानबलेन “अइसयमादसमुत्थं विसयातीदं अणोवममणंतं । अव्वुच्छिन्नं च सुहं सुद्धवओगप्पसिद्धाणं ।।” (प्र.सा.१३) इति प्रवचनसारप्रसिद्धं सिद्धसुखं प्रत्यासन्नतरं स्यात् ।।१/५।। का શાસ્ત્રીય પરમાર્થની પ્રાપ્તિ માટે તથા પોતાની આત્મદશાને ઊંચી લાવવા વિનય-વિવેક-વૈરાગ્ય-વૈયાવચ્ચ -વિનમ્રતા-વિમલજ્ઞાન આદિ આત્મસાત્ કરવા લાગી જવું. A “જ્ઞાન”પદાર્થનું સ્પષ્ટીકરણ કે (પ્ર.) પ્રસ્તુતમાં “જ્ઞાન” શબ્દથી ફક્ત શાસ્ત્રબોધને કે શાસ્ત્રીયપદાર્થની સમજણને પકડી લેવાની ઉતાવળ ન કરવી. અર્થાત્ જ્ઞાન એટલે ફક્ત શાસ્ત્રબોધ જ નહિ. પરંતુ દ્રવ્યાનુયોગ વગેરેના પરિશીલનથી સાક્ષાત્ કે પરંપરાએ જ્ઞાનાવરણ અને મોહનીય કર્મનો જે વિશિષ્ટ ક્ષયોપશમ થાય છે, તે ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલ ભાવનાગર્ભિત ગુણપરિણતિને જ અહીં “જ્ઞાન' શબ્દનો અર્થ તરીકે સમજવી. આ જ ! અભિપ્રાયથી શ્રીહરિભદ્રસૂરિજીએ ધર્મબિંદુમાં જણાવેલ છે કે “ભાવનાથી વણાયેલું જ્ઞાન એ જ પરમાર્થથી જ્ઞાન છે.' જ શાસ્ત્રના પરમાર્થને મેળવીએ ( (તા. તેથી આત્માર્થી જીવે આવા પ્રકારની નિર્મળ ગુણપરિણતિને ધરાવનારા સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓ પાસેથી વિનયપૂર્વક શાસ્ત્રના પદાર્થથી માંડીને પરમાર્થને મેળવવા કટિબદ્ધ થવું જોઈએ. તથા કર્મવશ આચારમાં ઢીલા હોવા છતાં જેઓ શાસ્ત્રબોધથી સમૃદ્ધ હોય તેવા સંવિગ્નપાક્ષિકની સેવા કરીને તેમની પાસેથી પણ ઐદંપર્યાર્થ સુધીનો આગમબોધ મેળવવા તત્પર રહેવું જોઈએ” – આ મુજબ તીર્થકર ભગવંતોએ મોક્ષમાર્ગ બતાવેલ છે. એનાથી ફલિત થાય છે કે જ્ઞાનહીન આચારવાળા સાધક કરતા સંવેગી આચારહીન જ્ઞાની-આત્મજ્ઞાની સારા. તથાવિધ શુદ્ધાત્મજ્ઞાનના બળથી સિદ્ધસુખ અત્યંત નજીક આવે. પ્રવચનસાર ગ્રંથમાં સિદ્ધ સુખને આ રીતે જણાવેલ છે કે “શુદ્ધોપયોગથી નિષ્પન્ન થયેલા સિદ્ધ ભગવંતોનું સુખ સાંસારિક સુખથી ચઢિયાતું, આત્મદ્રવ્યજન્ય, અતીન્દ્રિય, અનુપમ, અનંત અને અવિચ્છિન્ન હોય છે.” (૧/૫) 1. अतिशयमात्मसमुत्थं विषयातीतम् अनुपममनन्तम् । अव्युच्छिन्नं च सुखं शुद्धोपयोगप्रसिद्धानाम् ।।
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy