SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ४५ ૧/૧ ० चारित्रशुद्धिः दर्शनशुद्ध्यधीना 0 (ओ.नि.भा.७) इत्युक्त्या द्रव्यानुयोगस्य सम्यग्दर्शनशोधकत्वं चारित्रनिर्वाहकत्वञ्च दर्शितम्। अत्र हि “द्रव्यानुयोगे सति सम्यग्दर्शनशुद्धिः भवति, युक्तिभिः यथावस्थितार्थपरिच्छेदात् । तदत्र चरणमपि युक्त्यनुगतमेव । ग्रहीतव्यम्, न पुनः आगमादेव केवलात्, यतो सम्यग्दर्शनशुद्धस्यैव चारित्रं भवती” ति (ओ.नि.भा.७ वृ.) रा व्यक्तीकृतं तद्वत्तौ द्रोणाचार्येण । उत्तराध्ययनसूत्रे 1“वइसाहारणदसणपज्जवे विसोहित्ता सुलहबोहियत्तं च निव्वत्तेइ, दुल्लहबोहियत्तं । निज्जरेइ” (उत्त.२९/५७) इत्युक्त्या द्रव्यानुयोगपरिशीलनस्य सुलभबोधिकत्वसम्पादकत्वमावेदितम् । श द्रव्यानुयोगाभ्यासतः शङ्कादिमालिन्यापनयनेन वाक्साधारणसम्यग्दर्शनपर्यवान् विशोध्य आत्मार्थी क सुलभबोधिकत्वं निवर्तयति, तत एव दुर्लभबोधिकत्वं निर्जरयतीति (उत्त.२९/५७ पृ.५९२) व्यक्तं .. श्रीशान्तिसूरिनिर्मितायाम् उत्तराध्ययनबृहद्वृत्तौ । ततश्च द्रव्यानुयोगस्य अन्तरङ्गत्वं सिध्यति । आगमिक-यौक्तिकपदार्थयोः आगमाऽभ्रान्तयुक्तिभ्यां निर्णयेनोपलब्धतात्त्विकसम्यग्दर्शनस्य एव का પાસે જ ચારિત્ર હોય છે.” આ કથન દ્વારા ‘દ્રવ્યાનુયોગ સમ્યગ્દર્શનની શુદ્ધિ કરનાર અને ચારિત્રનો નિર્વાહ કરનાર છે' - તેમ જણાવેલ છે. આની વ્યાખ્યામાં શ્રીદ્રોણાચાર્યજીએ જણાવેલ છે કે ‘દ્રવ્યાનુયોગ પરિણમેલ હોય તો સમ્યગ્દર્શનની શુદ્ધિ થાય છે. કારણ કે તેવી વ્યક્તિને યુક્તિઓ દ્વારા યથાવસ્થિત રીતે જિનોક્ત તત્ત્વનો નિર્ણય થયેલો હોય છે. તેથી પ્રસ્તુતમાં ચરણ (ચરણાનુયોગ) પણ યુક્તિયુક્ત જ ગ્રાહ્ય છે, નહિ કે ફક્ત આગમથી જ. કારણ કે જેનું સમ્યગ્દર્શન શુદ્ધ હોય તેને જ ચારિત્ર હોય છે.” > દ્રવ્યાનુયોગથી સમ્યગ્દર્શનશુદ્ધિ અને સુલભબોધિપણું . (ઉત્ત.) વળી, ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ આ અંગે એક મહત્ત્વપૂર્ણ બાબતને જણાવેલ છે કે “વચનસાધારણ (= પ્રજ્ઞાપનીય) સમ્યગ્દર્શનપર્યાયોને વિશુદ્ધ કરીને સાધક સુલભબોધિપણું ઉત્પન્ન કરે છે અને દુર્લભબોધિપણાની નિર્જરા કરે છે.' આ કથનથી ‘દ્રવ્યાનુયોગપરિશીલન સુલભબોધિતાનું સંપાદક છે.' - તેમ સૂચિત થાય છે. કારણ કે વાદિવેતાલ શ્રી શાંતિસૂરિજીએ શિષ્યહિતા નામની ઉત્તરાધ્યયનબૃહદ્રવૃત્તિમાં છે ઉપરોક્ત સૂત્રનું સ્પષ્ટીકરણ કરતાં જણાવેલ છે કે “દ્રવ્યાનુયોગના અભ્યાસથી શંકા વગેરે કચરાઓ દૂર થવાથી વચનસાધારણ (પ્રજ્ઞાપનીય) સમ્યગ્દર્શનપર્યાયોને વિશુદ્ધ કરીને આત્માર્થી સાધક હતી સુલભબોધિપણાને ઉત્પન્ન કરે છે અને તેનાથી જ દુર્લભબોધિપણાની નિર્જરા કરે છે.” આ રીતે દ્રવ્યાનુયોગપરિશીલન દ્વારા (૧) સમ્યગ્દર્શનની શુદ્ધિ, (૨) ચારિત્રનો નિર્વાહ, (૩) સુલભબોધિતાની પ્રાપ્તિ, (૪) દુર્લભબોધિતાની નિર્જરા સ્વરૂપ મહાન આધ્યાત્મિક પ્રયોજનો સિદ્ધ થવાથી દ્રવ્યાનુયોગ મહત્ત્વપૂર્ણ અંતરંગ યોગ છે - આ વાત સિદ્ધ થાય છે. (.) જે વ્યક્તિને આગમૈકગમ્ય પદાર્થનો આગમના માધ્યમથી તથા યુક્તિગમ્ય પદાર્થનો અભ્રાન્ત યુક્તિના માધ્યમથી નિર્ણય થયેલ હોય તેનું જ સમ્યગ્દર્શન તાત્ત્વિક કહેવાય. તથા તેવા તાત્ત્વિક નિર્મળ સમકિતવાળા જીવ પાસે જ તાત્ત્વિક-પારમાર્થિક ચારિત્ર હોય. તેથી ચારિત્રશુદ્ધિનું ચાલકબળ સમ્યગ્દર્શનશુદ્ધિ છે. તથા સમ્યગ્દર્શનવિશુદ્ધિનું ચાલકબળ દ્રવ્યાનુયોગનું પરિણમન છે, દ્રવ્યાનુયોગજન્ય આંતરિક નિર્મળ 1. वाक्साधारणदर्शनपर्यवान् विशोध्य सुलभबोधिकत्वं च निवर्तयति दुर्लभबोधिकत्वं निर्जरयति।
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy