________________
/*
४१
• आय-व्ययसन्तुलनं कार्यम् । युक्तञ्चैतत् । न ह्यस्थाने उत्सर्गाऽऽचरणं श्रेयसे भवति। इदमेवाभिप्रेत्य आचाराङ्गवृत्तौ प श्रीशीलाङ्काचार्यैरपि “उत्सर्गोऽप्यगुणाय, अपवादोऽपि गुणाय कालज्ञस्य साधोः” (आचा.१/८/४/सू.२१५ पृ.२७९ वृ.) इत्युक्तम् । अतो वणिगिव आय-व्ययौ सन्तुल्य विधि-यतनाभ्यां यथार्हम् उत्सर्गापवादौ । सेवित्वा निश्चय-व्यवहारनयमयाऽनेकान्तवादगर्भितजिनशासनसेवा-रक्षा-प्रभावनादिसौभाग्यं सम्प्राप्यम् । म संयोगविशेषे बाहुल्यतः शास्त्रोपदर्शितेन चारित्राचारोपसर्जनभावेन ज्ञानयोगस्य क्रियायोगाद् बलाधिकत्वं सिध्यतीति तात्पर्यम् ।
નાં સાધક એટલે વાણિયો જ (યુષ્ય.) નિશીથચૂર્ણિમાં બતાવેલ વાત વ્યાજબી છે. કેમ કે અયોગ્ય સ્થાને ઉત્સર્ગમાર્ગના આચારનું પાલન કલ્યાણ માટે થતું નથી. આગાઢ અપવાદનું નિમિત્ત હોય તે અહીં “અયોગ્ય સ્થાન” તરીકે સમજવું. જેમ કે સાધુનું એક્સીડંટ થયેલ હોય, પગે ત્રણ-ચાર ફેકચર થયેલ હોય તેવા સંયોગમાં તેને પગે ચલાવીને ૧૫ કિલોમીટર દૂર દવાખાને લઈ જનારો ઉત્સર્ગમાર્ગી સહવર્તી સાધુ વિરાધક બને છે, અકલ્યાણનું ભાજન બને છે. આવા જ કોઈક અભિપ્રાયથી આચારાંગવૃત્તિમાં શ્રીશીલાંકાચાર્યજીએ પણ બતાવેલ છે કે “ઉત્સર્ગ માર્ગ પણ ક્યારેક નિરર્થક-નિપ્રયોજન કે સદોષ બને છે. તથા અપવાદમાર્ગ પણ અવસરને જાણનારા સાધુને ગુણ માટે = લાભ માટે થાય છે.” માટે સાધકે વાણિયાની જેમ લાભ-નુકસાનની સારી રીતે તુલના કરીને જે રીતે વિશેષ આધ્યાત્મિક લાભ થાય તે રીતે વિધિ-યતનાપૂર્વક ઉત્સર્ગ-અપવાદનું સેવન કરીને નિશ્ચય-વ્યવહારનયમય અનેકાન્તવાદગર્ભિત જિનશાસનની આરાધના -સેવા-રક્ષા-પ્રભાવનાદિ કરવાનું સ્થાયી સૌભાગ્ય સંપ્રાપ્ત કરવું જોઈએ. આ રીતે નિશીથચૂર્ણિ વગેરેમાં સંયોગવિશેષમાં મોટા ભાગે ચારિત્રાચારને ગૌણ કરીને પણ જ્ઞાનપ્રાપ્તિ ઉપર અધિક ભાર આપેલ છે. હું જ્ઞાનયોગને ગૌણ કરીને ચારિત્રાચારની મુખ્યતા શાસ્ત્રકારોએ જણાવેલ નથી. તેથી ક્રિયાયોગ કરતાં જ્ઞાનયોગ બળવાન છે - આવું જણાવવાનું અહીં તાત્પર્ય છે.
વિધિ અને જયણા સાધનાના પ્રાણ ૬ સ્પષ્ટતા - વાણિયો જેમ લાભ-નુકસાનને જોઈને વધુમાં વધુ લાભ થાય તેમ ધંધો કરે, તેમ સાધકે ૨ પણ આધ્યાત્મિક લાભ-નુકસાનને ખ્યાલમાં રાખીને વધુમાં વધુ સાનુબંધ ગુણો મળે તે રીતે ઉત્સર્ગ -અપવાદમય આચારમાર્ગની આરાધના કરે. “નિર્દોષ ગોચરી ન મળે તો ભૂખ્યા જ રહેવું - આવી વધુ પડતી નિર્દોષ સંયમચર્યાને ચુસ્તપણે પકડવા જતાં નિર્બળ બાલમુનિ વગેરે અભ્યાસ ગૌણ કરી દે, શાસ્ત્રાધ્યયન કરવાની શક્તિ, સ્કૂર્તિ, રસ ગુમાવી બેસે અને ગૃહસ્થો જોડે ગપ્પા મારવા વગેરે કુટેવોમાં અટવાઈ જાય તો તેવો ઉત્સર્ગમાર્ગ પણ નુકસાનકારક નીવડે. આવા અવસરે વિવેકથી અને જયણાથી અપવાદમાર્ગનું અવલંબન કરી, શરીરને તથાવિધ ટેકો આપી, શાસ્ત્રાભ્યાસમાં સ્કૂર્તિથી આગેકૂચ થાય તેમ કરવું. એ અત્યંત લાભકારી નીવડે. ભણવા માટે બાળ મુનિ સાથે અવસરે કડકાઈ, અવસરે વાત્સલ્ય બન્ને ગુણ વડીલો - ગુરુવર્યો કેળવે તે વ્યાજબી છે. ટૂંકમાં, વિવેકપૂર્વક પ્રામાણિકપણે આજ્ઞાપાલનના લક્ષને રાખી, ટૂંકો લાભ લેવા જતાં દીર્ઘકાલીન તાત્ત્વિક લાભ ગુમાવવો ન પડે તે રીતે સંયોગ-શક્તિ મુજબ આચારમાર્ગને આરાધી જ્ઞાનયોગને આત્મસાત કરી નિર્મળ જ્વલંત જ્ઞાનદશા પ્રગટાવવી - એ જ આત્માર્થી જીવનું પરમ કર્તવ્ય છે. આ વાત ભૂલાવી ન જોઈએ.