________________
18
• પ્રસ્તાવના :
‘દ્રવ્યાનુયોગ પરામર્શ'. આ ગ્રંથ તેઓએ પોતે જ સંસ્કૃત ભાષામાં પદ્યમાં રચ્યો છે. તથા ભૂતકાળમાં સંસ્કૃતમાં કવિ ભોજ દ્વારા રચાયેલી ‘દ્રવ્યાનુયોગ તર્કણા' કરતાં પણ એક મોટી શ્રદ્ધાંજલિ આ ગ્રંથને સમર્પિત કરી પોતાના યશોવિજય નામને સાર્થક કર્યું છે.
બીજો ગ્રંથ છે - ‘દ્રવ્યાનુયોગ-પરામર્શકર્ણિકા' આ ગ્રંથ પદ્યમાં રચાયેલ દ્રવ્યાનુયોગ પરામર્શની સંસ્કૃત વ્યાખ્યા છે. એમની આવી સિદ્ધિ જોઈને એવું કહેવાનું મન થઈ જાય છે કે જો “દ્રવ્યાનુયોગ પરામર્શ પ્રાકૃતમાં રચ્યો હોત અને “દ્રવ્યાનુયોગ-પરામર્શકર્ણિકા' સંસ્કૃતમાં વ્યાખ્યા કરી હોત તો નિર્યુક્તિયુગની એક સ્મૃતિ થાત. વિદ્વાન ગણિવર જરૂર આગળના કોઈક ગ્રંથ માટે આવો પ્રયોગ કરશે જ. આનાથી પણ આગળ વધીને તેઓએ દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસરૂપે સુંદર ગુજરાતી ભાષાંતર રજૂ કર્યું છે. પણ તે માત્ર ટબાનું જ ભાષાંતર ન રહેતા મહાકાય ‘દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા વ્યાખ્યાના પદાર્થોની પરબ બની ગયેલ છે. ખરેખર તેમની કસાયેલી કલમે ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' ગ્રંથ વધુ પુષ્ટ થયો છે.
તેઓએ શ્લોક-શ્લોકે જે આધ્યાત્મિક ઉપનય આપ્યો છે, એટલો ભાગ તો આ ગ્રંથને સમજવામાં મુશ્કેલી હોય તેવા પણ સાધુ-સાધ્વીજીએ વાંચી જવા જેવો છે. જો કે પાઠકો એ વાંચશે જ. છતાં તેવા જ એક ઉપનયને અહીં પુનરુક્તિ દોષને ગૌણ કરીને પણ પાછો લખી રહ્યો છું. જે તેઓએ પહેલી ઢાળના અંતે (જુઓ પૃષ્ઠ-૮૨૮૩) લખ્યો છે.
આધ્યાત્મિક ઉપનય :- “થોડો શાસ્ત્રબોધ મળે ને છકી જવું, અજ્ઞાનીનો તિરસ્કાર કરવો તે ઉદ્ધતાઈ છે. તથા મળેલા થોડા શાસ્ત્રબોધમાં જ સંતોષ માનીને નિષ્ક્રિય બની જવું તે આળસ છે. ઉદ્ધતાઈ અને આળસ બંનેને ખંખેરી અલ્પજ્ઞ પ્રત્યે સહાનુભૂતિ રાખી, સદ્ગુરુ પ્રત્યે સમર્પિત બની, દ્રવ્યાનુયોગ-આગમ આદિના અભ્યાસમાં લીન બનવું જોઈએ.
એક વખત સાંભળેલ, વાંચેલ, વિચારેલ કે ધારેલ શાસ્ત્રના અર્થને “આટલો જ આ શાસ્ત્રવચનનો અર્થ છે - એમ દઢ કરી ન દેવો. જેમ જેમ જ્ઞાનગર્ભિત વૈરાગ્યદશા, અસંગ આત્મદશા વધતી જશે તેમ તેમ અપૂર્વ-અજ્ઞાત અર્થ-પદાર્થ-પરમાર્થ-રહસ્યાર્થ સ્વયં સ્ફરતા જશે. શાસ્ત્રના એક એક વચન માટે અદમ્ય ઝૂરણા-તીવ્ર તલસાટ -પ્રબળ મંથન-અહોભાવ - ઊંડો આદરભાવ હોય તો શાસ્ત્રના ગૂઢાર્થ આપમેળે ફુરાયમાન થાય અને પરિણમન પામે. આ રીતે પરિપક્વ જ્ઞાનદશાનું નિર્માણ ઝડપથી થઈ શકે.”
એમના આ ઉપાયથી ચોક્કસ કહી શકાય છે કે તેમના જીવનમાં પાંડિત્ય છે છતાં તે પાંડિત્યને તેમણે પાવિત્યનું જ સાધન બનાવ્યું છે. તેથી જ તેઓ પરિપક્વ દશાની વાત કરે છે. એમની આ દશા આ ગ્રંથના દરેક અભ્યાસુઓને પ્રાપ્ત થાય તે જ પ્રાર્થના.
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (દ્રવ્યાનુયોગ વિચાર) આ ગ્રંથ વાંચીને જૈન શાસનની વિશિષ્ટ નય શૈલીનો પરિચય થાય છે. જો કે ગુણ શબ્દ પણ જૈન તત્ત્વજ્ઞાનમાં વ્યાપક છે અને પ્રાચીન છે. પણ મહત્ત્વપૂર્ણ શબ્દો દ્રવ્ય અને પર્યાય બે જ છે.