SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ . भगवतीसूत्र-सम्मतितर्कविरोधपरिहार प इत्येवं भगवतीसूत्रादिवचनानुसारेण ये बीजरुचिसम्यक्त्वं बिभ्रति तैरपि स्व-परसमयपरिशीलनेन _ विस्तररुचितया भाव्यम्, अन्यथा कदाचित् परदर्शनिकृताऽऽक्षेपादिना विचिकित्सादितः बीजरुचि सम्यक्त्वमपगच्छेत् । ततश्च न केवलं “तमेव सच्चं णिस्संकं” (भ.सू.१/३/३०) इत्यागमवचननिर्भरतया म भाव्यम्, अपितु “चरण-करणप्पहाणा...” (स.त.३/६७) इति सम्मतितर्कवचनानुसन्धानेन यथाशक्ति स्व f-परदर्शनशास्त्रपरिशीलनपरायणतया भाव्यम् । न हि क्षयोपशमाऽध्यापकसंयोग-शारीरिकशक्ति-पुस्तकादिसामग्रीसाकल्येऽपि अत्यन्तं स्व १ परसमयाभ्यासोपेक्षणे सम्यक्त्वं सम्भवति, एकस्याऽपि योगस्य अरुचेः सम्यक्त्वबाधकत्वात् । णि क्षयोपशमादिवैकल्ये तादृशबोधविरहितस्य तु “तमेव सच्चं णिस्संकं” (भ.सू.१/३/३०) इत्यागमोक्त्या સંમતિતર્કગ્રંથનું વચન ઉપલક દૃષ્ટિએ પરસ્પર વિરોધી જણાય છે. પરસ્પરવિરોધી તરીકે જણાતા ઉપરોક્ત આગમવચનનો અને પ્રકરણવચનનો તાત્પર્યાર્થ અમને આ પ્રમાણે જણાય છે કે “અરિહંતોએ જે કહેલ છે તે જ સાચું છે આ પ્રમાણે સમકિતી માને છે – આ વાત બીજરૂચિ સમ્યકત્વની અપેક્ષાએ ભગવતીસૂત્ર વગેરે આગમમાં બતાવેલ છે. પરંતુ પ્રસ્તુત આગમવચન મુજબ જે આરાધક જીવો બીજરુચિ સમ્યકત્વને ધારણ કરે છે તેઓએ પણ સ્વદર્શનના અને પરદર્શનના શાસ્ત્રોનું પરિશીલન કરવામાં પરાયણ રહેવું જોઈએ. જો જૈનાગમોનો અને અજૈન ગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કરવામાં ન આવે તો ક્યારેક અન્ય ધર્મીઓ જૈનધર્મમાં ખોટો દોષ દેખાડે, જૈનાગમમાં દોષારોપણ કરે, જૈન ધર્મને ખોટો સિદ્ધ કરવાનો પ્રયાસ શ કરે તેવા સંયોગમાં સંક્ષેપરુચિ - બીજરુચિ સમકિતને ધારણ કરનાર મુગ્ધ આરાધક જીવને જૈનધર્મમાં, જૈન આગમમાં શંકા-કુશંકા-વિપર્યાસ વગેરે થઈ શકે છે. તેવું બને તો તેના લીધે તેનું બીજરુચિ સમકિત વી પણ રવાના થાય છે. તેથી “ભગવાને કહેલ છે તે જ સત્ય છે' - આવું માનવાથી અમારામાં સમકિત રહેશે - ટકશે. કારણ કે ભગવતીસૂત્રમાં તેવું જણાવેલ છે - આ પ્રમાણે ફક્ત આગમવચન ઉપર મુગ્ધ ી ભરોસો રાખીને બીજરુચિ સમકિતને ધરાવનાર જીવોએ દર્શનશાસ્ત્રાભ્યાસથી નિરપેક્ષ રહીને બેસી રહેવું ન જોઈએ. પરંતુ “ચરણસિત્તરીને અને કરણસિત્તરીને મુખ્ય કરવા છતાં પણ સ્વદર્શનના અને પરદર્શનના શાસ્ત્રોના પરિશીલનથી દૂર રહેનારા જીવો નિશ્ચયશુદ્ધ ચરણ-કરણના સારને (= વિસ્તારરુચિ સમ્યગ્દર્શનને) જાણી શકતા નથી' - આ પ્રમાણે સમ્મતિતર્કપ્રકરણમાં જે જણાવેલ છે તેનું અનુસંધાન કરીને પોતાની શક્તિને છૂપાવ્યા વિના જૈનાગમના અને અજૈન ગ્રંથોના પરિશીલનમાં પરાયણ રહેવું જોઈએ. | ( દિ.) ખરેખર, જ્ઞાનાવરણકર્મનો વિશિષ્ટક્ષયોપશમ, ભણાવનારનો સંયોગ, ભણવા માટે જરૂરી શારીરિક બળ, પુસ્તકાદિ સામગ્રી વગેરે સઘળું ઉપલબ્ધ હોવા છતાં પણ સ્વદર્શનના અને પરદર્શનના શાસ્ત્રોના અભ્યાસની અત્યંત ઉપેક્ષા – અનાદર કરે તેનામાં સમકિત સંભવતું નથી. કારણ કે એક પણ યોગની અરુચિ એ સમકિતની બાધક છે. ક્ષયોપશમ વગેરે ન હોવાના લીધે તથાવિધ શાસ્ત્રબોધ જેની પાસે ન હોય તે વ્યક્તિમાં તો “તારક તીર્થકર ભગવંતોએ જે ભાખેલ છે તે જ નિઃશંક સત્ય છે...” આવા આગમવચનના આધારે સમકિત સંભવી શકે છે. આ રીતે ઉપરોક્ત ભગવતીસૂત્રવચનનો 1. તદેવ સત્યે નિ:શ 2. વર-વરVTVધાના /
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy