SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ • श्वेताम्बरमतानुसारेण द्रव्यानुयोगलक्षणम् ० १ /१ विशेषावश्यकभाष्ये श्रीजिनभद्रगणिक्षमाश्रमणैः '“दव्वाणं अणुओगो जीवाजीवाण पज्जवा णेया। तत्थ - वि मग्गणाओऽणेगा सट्ठाण-परट्ठाणे ।।” (वि.आ. भा.१३९७) इत्यादिरूपेण द्रव्यानुयोगलक्षणं व्याख्यातम् । रा स्थानाङ्गसूत्रवृत्तौ श्रीअभयदेवसूरिभिः “यज्जीवादेव्यत्वं विचार्यते स द्रव्यानुयोगो, यथा द्रवति = गच्छति तांस्तान् पर्यायान् द्रूयते वा तैस्तैः पर्यायैरिति द्रव्यं = गुण-पर्यायवान् अर्थः, तत्र सन्ति जीवे ज्ञानादयः सहभावित्वलक्षणा गुणाः। न हि तद्वियुक्तो जीवः कदाचनाऽपि सम्भवति, जीवत्वहानेः। तथा श पर्याया अपि मानुषत्व-बाल्यादयः कालकृताऽवस्थालक्षणास्तत्र सन्त्येवेति। अतो भवत्यसौ गुण-पर्यायवत्त्वाद् क द्रव्यमित्यादिः द्रव्यानुयोगः” (स्था. १०/९१८ पृ. ५२४) इत्युक्तम्। आचाराङ्गसूत्रवृत्तौ शीलाङ्काचार्येण e “pવ્યસ્થ = સાત્મ-પરમાવાવે. કનુયોT: = દ્રવ્યાનુયોગ:” (કા.દૂ.9/9/9 પૃ.૪) રૂત્યુમ્ | धवलायाम् “सत्तानियोगम्हि जमत्थित्तं उत्तं तस्स पमाणं परूवेदि दव्वाणुयोगो” (ध.१/१-१-७/१५८/ का ४) इत्युक्तम् । बृहद्दव्यसङ्ग्रहवृत्तौ ब्रह्मदेवेन “प्राभृत-तत्त्वार्थ-सिद्धान्तादौ यत्र शुद्धाऽशुद्धजीवादिषड्द्रव्यादीनां આર્ષ (આગમ) ગ્રન્થ સિવાયના ગ્રંથોમાં સમ્મતિતર્ક વગેરે ગ્રન્થસ્વરૂપ દ્રવ્યાનુયોગ જાણવો.” (વિ.) વિશેષાવશ્યકભાષ્યમાં શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણે બતાવેલ છે કે “જીવ-અજીવ વગેરે દ્રવ્યોના પર્યાયો શાસ્ત્રોમાં બતાવેલ હોય તે પ્રમાણે વિચારવા તે દ્રવ્યાનુયોગ કહેવાય. તેમાં પણ જીવ-અજીવ દ્રવ્યોની સ્વસ્થાન-પરસ્થાનની અપેક્ષાએ અનેક માર્ગણાસ્થાનોની વિચારણા દ્રવ્યાનુયોગમાં માન્ય છે.” (જીવ-અજીવ વગેરે દ્રવ્યોમાં દ્રવ્યની અપેક્ષાએ વિચારણા કરવી તે સ્વસ્થાની વિચારણા અને ક્ષેત્ર-કાળ -ભાવની અપેક્ષાએ વિચારણા કરવી તે પરસ્થાન વિચારણા કહેવાય.). (સ્થા.) સ્થાનાંગસૂત્ર વ્યાખ્યામાં નવાંગીટીકાકાર આચાર્ય શ્રીઅભયદેવસૂરિજી મહારાજે જણાવેલ છે 2. કે “જીવાદિ પદાર્થોમાં દ્રવ્યત્વની જે વિચારણા થાય તે દ્રવ્યાનુયોગ કહેવાય. જેમ કે દ્રવે તે દ્રવ્ય. અર્થાત્ છે તે તે પર્યાયોને = અવસ્થાને પામે તે દ્રવ્ય અથવા તે તે પર્યાયો વડે પ્રાપ્ત કરાય તે દ્રવ્ય. આ પ્રમાણેની તી વ્યાખ્યા મુજબ ગુણથી અને પર્યાયથી યુક્ત હોય તે પદાર્થ દ્રવ્ય કહેવાય - આવું ફલિત થાય છે. તે દ્રવ્યોની અંતર્ગત જીવ દ્રવ્યમાં જ્ઞાનાદિ ગુણો રહેલા છે. દ્રવ્યસહભાવી હોય તે ગુણ કહેવાય. આથી આવા જ્ઞાનાદિ સ ગુણોથી રહિત જીવ કયારેય પણ સંભવતો નથી. જ્ઞાનાદિશૂન્ય પદાર્થ કદાપિ જીવ બની જ ન શકે. જ્ઞાનાદિશૂન્યમાં જીવત્વ જ ન હોય. તથા મનુષ્યત્વ, બાલ, યુવાન આદિ પર્યાયો પણ જીવમાં હોય જ છે. કાલકૃત અવસ્થાવિશેષ એટલે પર્યાય. કોઇ પણ દ્રવ્ય ક્યારેય પણ પર્યાયશૂન્ય હોતું નથી. આમ ગુણ અને પર્યાયથી યુક્ત હોવાના લીધે જીવ એ દ્રવ્ય છે – એમ સિદ્ધ થાય છે. આ મુજબ યુક્તિપૂર્વક જે વિચાર-વિમર્શ થાય તેને દ્રવ્યાનુયોગ કહેવાય.” આચારાંગસૂત્રવ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્યજીએ જણાવેલ છે કે “આત્મા, પરમાણુ વગેરે દ્રવ્યની વિચારણા કરવી તે દ્રવ્યાનુયોગ કહેવાય.” (ઘવા.) દિગંબરોના ધવલા ગ્રંથમાં જણાવેલ છે કે “સત્પદપ્રરૂપણામાં જે પદાર્થોનું અસ્તિત્વ કહેવાયેલ છે તેના પ્રમાણનું વર્ણન દ્રવ્યાનુયોગ કરે છે.' અર્થાત્ પદાર્થઅસ્તિત્વસાધક એવા પ્રમાણની મીમાંસા એટલે દ્રવ્યાનુયોગ. દિગંબર શ્રીનેમિચન્દ્રાચાર્ય દ્વારા રચિત બૃહદ્ દ્રવ્યસંગ્રહની વ્યાખ્યામાં બ્રહ્મદેવે 1. द्रव्याणामनुयोगो जीवाजीवानां पर्यवा ज्ञेयाः। तत्रापि च मार्गणा अनेकाः स्वस्थान-परस्थानयोः।। 2. सत्तानियोगे यदस्तित्वम् उक्तं तस्य प्रमाणं प्ररूपयति द्रव्यानुयोगः ।
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy