SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧ • ब्रह्मदेवमतप्रकाशनम् । ____ दिगम्बरसम्प्रदाये तु 'प्रथमानुयोगः, करणानुयोगः, चरणानुयोगः द्रव्यानुयोगश्चेत्येवं चत्वारि प अनुयोगनामानि बृहद्रव्यसङ्ग्रहवृत्तौ (गा.४२/पृ.१४४) ब्रह्मदेवेन दर्शितानि । तत्र प्रथमानुयोगो धर्मकथानुयोगे जा करणानुयोगश्च गणितानुयोगेऽन्तर्भावनीय इति ध्येयम् । द्रव्यानुयोगलक्षणम् ओघनियुक्तिभाष्यवृत्तौ द्रोणाचार्येण “द्रव्यानुयोगः सदसत्पर्यालोचनारूपः। स च । दृष्टिवादः चशब्दाद् अनार्षः सम्मत्यादिरूपश्च” (ओ.नि.भा.५वृ.) इत्युक्तम् । ચરણકરણાનુયોગ, (૨) ગણિતાનુયોગ, (૩) ધર્મકથાનુયોગ અને (૪) દ્રવ્યાનુયોગ. વિષયવિભાગપૂર્વક અર્થના અવધારણમાં અધ્યેતાવર્ગને સુગમતા રહે તે આશયથી પૂર્વધર આર્યરક્ષિતસૂરિજીએ અર્થની દૃષ્ટિએ ઉપરોક્ત ચાર વિભાગમાં આગમોનું વિભાજન કરેલ છે. તે પૂર્વે ચારેય અનુયોગો પ્રત્યેક આગમોમાં એકીસાથે વણાયેલા હતા. અનુયોગ એટલે આગમસૂત્રોના અર્થની વિચારણા-વિવેચના-વ્યાખ્યા. પ્રસ્તુત ‘દ્રવ્યાનુયોગપરામર્શગ્રંથ અને તેની “પરામર્શકર્ણિકા' વ્યાખ્યામાં પડુ દ્રવ્ય, ગુણ અને પર્યાયની મીમાંસા કરવામાં આવેલ છે. માટે પ્રસ્તુત પ્રકરણ ગ્રંથની ગણના દ્રવ્યાનુયોગ વિભાગમાં થાય તે વ્યાજબી છે. અનયોગ વિશે દિગંબરમત છે (વિ.) દિગંબર સપ્રદાયમાં તો ચાર અનુયોગના નામ આ પ્રમાણે છે. (૧) પ્રથમાનુયોગ, (૨) છે કરણાનુયોગ, (૩) ચરણાનુયોગ, (૪) દ્રવ્યાનુયોગ. આ મુજબ બૃહદ્રવ્યસંગ્રહની વ્યાખ્યામાં બ્રહ્મદેવે ] જણાવેલ છે. ત્યાં પ્રથમાનુયોગ વગેરેની જે વ્યાખ્યા કરેલી છે તે મુજબ વિચારણા કરવામાં આવે તો પ્રથમાનુયોગનો સમાવેશ ધર્મકથાનુયોગમાં તથા કરણાનુયોગનો સમાવેશ ગણિતાનુયોગમાં થઈ શકે છે. એ માટે નામમાત્રમાં તફાવત છે, અર્થમાં નહિ. આમ શ્વેતાંબર સમ્પ્રદાય અને દિગંબર સમ્પ્રદાયમાં શાસ્ત્રની વ્યાખ્યા - અર્થમીમાંસા નીચે મુજબ ચાર વિભાગમાં વહેંચાયેલ છે. શ્વેતાંબર સમ્પ્રદાય | દિગમ્બર સમ્પ્રદાય (૧. ચરણ-કરણાનુયોગ <–(૧. ચરણાનુયોગ ) (૨. ગણિતાનુયોગ) < -૨. કરણાનુયોગ) (૩. ધર્મકથાનુયોગ) ૩. પ્રથમાનુયોગ)| (૪. દ્રવ્યાનુયોગ ) << (૪. દ્રવ્યાનુયોગ ) # દ્રવ્યાનુયોગનું લક્ષણ 8 (ચાલુ) શ્વેતાંબરશિરોમણિ ચૌદપૂર્વધર શ્રીભદ્રબાહુસ્વામીએ રચેલ ઓઘનિર્યુક્તિના ભાષ્યની વ્યાખ્યામાં શ્રીદ્રોણાચાર્યજીએ દ્રવ્યાનુયોગનું લક્ષણ બતાવતાં જણાવેલ છે કે “દ્રવ્યાનુયોગ પદાર્થના સ-અસત્ સ્વરૂપની વિચારણારૂપ છે. આર્ષ ગ્રંથોમાં દષ્ટિવાદ નામનું બારમું અંગશાસ્ત્ર દ્રવ્યાનુયોગ છે. તથા “વ શબ્દથી શ્વેતાંબર જૈન સંઘમાં ‘પ્રથમાનુયોગ’ તરીકે ‘વસુદેવહિંડી' ગ્રન્થ ઓળખાય છે. જુઓ-આવશ્યકનિર્યુક્તિ ગા.૧૫૪નું ટિપ્પણ.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy