SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ 10 | ઈર્લામંડન શ્રીઆદિનાથાય નમઃ | પ્રકાશકીય નિવેદન મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ વિરચિત ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ’ તથા તે ઉપર વિદ્વદ્વર્ય પંન્યાસ શ્રીયશોવિજયજી મહારાજ દ્વારા વિરચિત વિસ્તૃત નૂતન રચના વગેરેને ૭ ભાગમાં પ્રકાશિત કરી શ્રીસંઘના ચરણોમાં સમર્પિત કરતા અનહદ આનંદ અનુભવીએ છીએ. આ નવલા ગ્રંથના પ્રકાશનનો લાભ અમારા શ્રીસંઘને પ્રાપ્ત થયાનો અમોને અનેરો આનંદ છે. ભગવાનના વચનો સાંભળવા, તેના ઉપર ગહન વિચાર કરવો, નિરંતર વાગોળવા, સતત ઘૂંટવા જેથી આત્મા તરૂપ બની જાય તે શુભ પ્રવૃત્તિ છે. અર્થાત્ જીવ અશુભથી દૂર થઈ શુભમાં જોડાય છે અને જીવને પુણ્ય બંધાય છે. આ પુણ્યબંધ એવા પ્રકારનો પડે છે કે જેના ફળ સ્વરૂપે જીવને મોક્ષ ( શાશ્વત સુખ) પ્રાપ્ત થાય છે. વળી, શાશ્વત સુખ પ્રાપ્ત થતાં જેટલા ભવો લાગે તે દરમ્યાન જીવને અનુકુળ સામગ્રી અને સંયોગો પ્રાપ્ત થતા રહે છે - આ પ્રમાણે પરમ શ્રદ્ધેય ગુરુભગવંતો પાસેથી જાણ્યું છે. પ્રસ્તુત ગ્રંથ જિનવચન સાપેક્ષ છે. તેમ જ આ ગ્રંથનું ઉદ્ગમ સ્થાન પણ જિનવચન જ છે. તેથી આ સંપૂર્ણ ગ્રંથનું શ્રવણ, મનન, નિદિધ્યાસન વગેરે શુભ પ્રવૃત્તિ રૂપ જ છે. આ કારણે અમારા શ્રીસંઘને પ્રકાશનનો લાભ પ્રાપ્ત થયાનો વિશિષ્ટ આનંદ હોય એ સ્વાભાવિક છે. - સંસ્કૃત ભાષામાં રચાયેલા અનેક ગ્રંથોના ગુજરાતી ભાષામાં અનુવાદ થયેલ છે. પરંતુ આ ગ્રંથની વિશેષતા એ છે કે તેની રચના ગુજરાતી ભાષામાં થયેલ છે અને તેના ઉપર એકથી વધુ સંસ્કૃત ભાષામાં અનુવાદ થયેલ છે. પ્રાચીન ૩૦૦ વર્ષ જૂની ભાષાના ભલે આપ જાણકાર હો, તેમ છતાં ગુરુગમ તેમ જ શાસ્ત્રના ઉચ્ચ કક્ષાના અભ્યાસ વિના, પ્રસ્તુત ગ્રંથનો સમ્યફ બોધ થવો સરળ નથી. કેમ કે આ ગ્રંથનો વિષય દ્રવ્યાનુયોગ છે. - જૈન-જૈનેતર દર્શનના અનેક ગ્રંથોનું વિશદ વાંચન, ગહન ચિંતન અને અભુત ઉપસ્થિતિ જેઓશ્રીને પ્રાપ્ત છે એવા વિશિષ્ટ ક્ષયોપશમથી યુક્ત વિદ્વદ્વર્ય પરમ પૂજ્ય પંન્યાસ શ્રીયશોવિજયજી મહારાજે એક માત્ર પરમાર્થના હેતુથી, સર્વે જિજ્ઞાસુ યોગ્ય જીવોને બોધ સુગમ બની રહે તે માટે ૭ વર્ષથી અધિક સમયનો પરિશ્રમ લઈ આ પ્રમાણે ગ્રંથનું આંતરિક સ્વરૂપ ગોઠવેલ છે :- (૧) દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - મૂળ ગ્રંથ. (૨) તે ઉપર સ્વોપજ્ઞ (ઉપા.કૃત) વ્યાખ્યા - ટબો. (૩) તેના ઉપર દ્રવ્ય-ગુણ-પર્યાય રાસને અનુસરતો શ્લોકબદ્ધ યોગ પરામર્શ. (૪) તથા સ્વોપજ્ઞ ટબાને અનુસરતી દ્રવ્યાનુયોગ-પરામર્શકણિકા નામની સંસ્કૃત વ્યાખ્યા. (૫) કર્ણિકા સુવાસ નામક ગુજરાતી વિવેચન (આધ્યાત્મિક ઉપનય વગેરે સહિત). - પ.પૂ.પંન્યાસજી મહારાજે અથાગ પ્રયત્નથી ૩૬ હસ્તપ્રતો દ્વારા મૂળ ગ્રંથ તથા સ્વોપજ્ઞ ટબાનું સંશોધન કરેલ છે. જે અત્યંત સ્તુતિને પાત્ર છે. અમારો શ્રીસંઘ તેઓશ્રીનો સદાય ઋણી રહેશે. પરમશ્રદ્ધેય સિદ્ધાન્તમહોદધિ આચાર્યદેવ શ્રીપ્રેમસૂરીશ્વરજી મહારાજ, પરમારાથ્યપાદ સકલસંઘહિતચિંતક આચાર્યદેવ શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજની દિવ્યકૃપા અમારા શ્રીસંઘ ઉપર સદૈવ વરસતી રહે છે. પરમ પૂજ્ય સિદ્ધાંતદિવાકર આચાર્યદેવ શ્રીજયઘોષસૂરીશ્વરજી મહારાજ અમારા શ્રીસંધનું સદેવ યોગક્ષેમ કરી રહ્યા છે. પરમ પૂજ્ય તકનિપુણમતિ આચાર્યદેવ શ્રીજયસુંદરસૂરીશ્વરજી મહારાજનું મંગલ માર્ગદર્શન અમારા શ્રીસંઘને સતત મળતું રહે છે. પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી વિશ્વકલ્યાણવિજયજી મહારાજનું પણ આ અવસરે અમે અત્યંત આદરભાવે સ્મરણ કરીએ છીએ. ' આ ગ્રંથના મુદ્રણ-પ્રકાશન વગેરે કાર્યોમાં સાક્ષાત્ કે પરોક્ષ સહકાર આપનારા નામી-અનામી સૌનો અમારો શ્રીસંઘ આભાર માને છે. સર્વે વાચકોને આ ગ્રંથ કલ્યાણકારી બની રહે તેવા પ્રકારની મંગલ કામના. તથા વધુને વધુ આવા અણમોલ લાભ અમારા શ્રીસંઘને મળતા રહે તેવી શાસનદેવને પ્રાર્થના. ૪ શ્રેયસ્કર શ્રીઅંધેરી ગુજરાતી જૈન સંઘ, ઈર્લા-મુંબઈ
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy